DeepFake: બાપ રે! આટલી ખતરનાક છે ડીપફેક ટેકનોલોજી, કઈ રીતે બચવું તેનાથી?

07 November, 2023 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

DeepFake : આ શબ્દ `ડીપ લર્નિંગ` અને `ફેક`નું સંયોજન છે. ડીપ ફેક ટેક્નૉલૉજીની મદદથી કોઈ બીજાના ફોટા અથવા વિડિયો પર સેલિબ્રિટીઝના ચહેરાને સ્વેપ કરવામાં આવે છે.

ડીપફેકની પ્રતિકાત્મક તસવીર

ડીપફેક ટેક્નોલોજી (DeepFake) એલ્ગોરિધમ્સ અને પેટર્ન લર્ન કરે છે જેનો ઉપયોગ કોઈપણ ઇમેજ કે વીડિયોને નાના-મોટા ફેરફાર કરીને વધુ રિયલ બનાવવા માટે કરવામાં આવે છે. વળી, એવું પણ બને છે કે લોકો આ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલા વીડિયો અને તસવીરો પર સરળતાથી વિશ્વાસ કરી લેતા હોય છે, કારણ એને એ હદ સુધી મોડીફાય કરવામાં આવે છે. આ ટેક્નોલોજી નકલી વિડિયો અને ઈમેજ બનાવવા માટે જનરેટિવ એડવર્સરીયલ નેટવર્ક્સ (GANs) નો ઉપયોગ કરે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ખતરનાક ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ડીપફેક્સ (DeepFake) વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ અનિયંત્રિત ટેક્નોલોજી આપણને ઘણું નુકસાન પહોંચાડી શકે એમ છે. હવે આપણે એ જ જાણવું રહ્યું કે આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ?

ડીપફેક (DeepFake) શબ્દ `ડીપ લર્નિંગ` અને `ફેક`નું સંયોજન છે. ડીપ ફેક ટેક્નૉલૉજીની મદદથી કોઈ બીજાના ફોટા અથવા વિડિયો પર સેલિબ્રિટીઝના ચહેરાને સ્વેપ કરવામાં આવે છે. તે બિલકુલ ઓરિજિનલ વીડિયો કે ઈમેજ જેવું જ દેખાય છે.

કઈ રીતે ડીપફેકને ઓળખી શકાય?

જો તમને લાગે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ કોઈ વિડિયો કે ઈમેજ ડીપફેક છે, તો તમે તેમાં થયેલા ફેરફારો જોઈ શકો છો. ઘણી વખત આવા વીડિયોમાં તમારે હાથ અને પગની હિલચાલ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કેટલાક પ્લેટફોર્મ એઆઈ જનરેટેડ કન્ટેન્ટમાં વોટરમાર્ક અથવા ડિસ્ક્લેમર ઉમેરે તપાસવાની જરૂર હોય છે.

ડીપફેક વીડિયો બનાવવા બદલ શું સજા થઈ શકે છે? 

જો તમે મજાકમાં કોઈના ડીપફેક (DeepFake) વીડિયો બનાવો અને શૅર કરો છો તો તમારી સામે IPC કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં તમને ભારે દંડ પણ થઈ શકે છે. આ સિવાય જો કોઈની ઈમેજ ખરાબ થશે તો તમારી સામે માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવશે. IT નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આવી રીતે કોઈના વીડિયો બનાવવા બદલ ફરિયાદ આવે તો સોશિયલ મીડિયા કંપનીઓએ 36 કલાકની અંદર તેમના પ્લેટફોર્મ પરથી આવી સામગ્રી દૂર કરવી પડતી હોય છે.

હાલમાં જ રશ્મિકા મંદાનાના એક વાયરલ વીડિયોએ ફરીથી ડીપ ફેકની ચર્ચા જગાવી છે. સોમવારે એટલે કે 6 નવેમ્બરે રશ્મિકા મંદાનાનો એક વીડિયો વાયરલ થયો હતો જે અસસલમાં તેનો નથી. આ વાયરલ વીડિયો ઝરા પટેલનો હતો, જેને એડિટ કરવામાં આવ્યો હતો અને ઝરા પટેલનો ચહેરો રશ્મિકા મંદન્નાના ચહેરા સાથે બદલવામાં આવ્યો હતો.

technology news tech news social media viral videos life and style