iPhone 15 Series લૉન્ચ, ચાર્જર સહિત પાંચ ફિચર્સમાં સૌથી મોટો ફેરફાર, જાણો કિંમત

13 September, 2023 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Appleએ તેની નવી iPhone સીરીઝ 15 લોન્ચ કરી છે.. iPhone 15 સિરીઝને Type-C પોર્ટ અને વાયરલેસ કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવી છે. આવાં અનેક ફેરફાર કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

Appleએ તેની નવી iPhone સીરીઝ 15 લોન્ચ કરી છે. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Plus આ શ્રેણી હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. iPhone 15 સિરીઝને Type-C પોર્ટ અને વાયરલેસ કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવી છે. ચાર્જિંગના સંદર્ભમાં કંપનીનો આ સૌથી મોટો ફેરફાર છે. ચાલો જાણીએ iPhone 15 સિરીઝના 5 મોટા ફેરફારો વિશે...

આઇકોનિક સાયલન્ટ બટન દૂર કર્યું

આઇફોન 15 પ્રોના બંને મોડલ સાથે આઇકોનિક સાયલન્ટ બટન દૂર કરવામાં આવ્યું છે. તેની જગ્યાએ એક નવું એક્શન બટન આપવામાં આવ્યું છે. નવા એક્શન બટનની મદદથી ફોનને સાઈલન્સ કરવા સિવાય ફ્લાઈટ મોડ જેવા અન્ય ઘણા કામ કરી શકાય છે.

નવા iPhoneમાં ટાઈપ-સી પોર્ટ ઉપલબ્ધ થશે

નવા iPhone સાથે ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે Appleએ તેના કોઈપણ iPhonesને Type-C પોર્ટ સાથે રજૂ કર્યા છે. અગાઉ કંપની ચાર્જિંગ માટે લાઈટનિંગ પોર્ટનો ઉપયોગ કરતી હતી.

પ્રોસેસર

કંપનીએ iPhone 15 સિરીઝના પ્રો વેરિઅન્ટ સાથે નવો A17 Bionic ચિપસેટ આપ્યો છે. જ્યારે બેઝ વેરિઅન્ટ iPhone જૂના A16 Bionic ચિપસેટથી સજ્જ છે. આ પ્રોસેસર iPhone 15 અને iPhone 15 Plusમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ પ્રોસેસર સાથે ગત વર્ષે iPhone 14 સીરીઝના બે મોડલ રજૂ કરવામાં આવ્યા હતા.

કેમેરા

iPhone 15 સિરીઝના બેઝ વેરિઅન્ટ ફોન એટલે કે iPhone 15 અને iPhone 15 Plus પણ 48 મેગાપિક્સલ સેન્સરથી સજ્જ છે. બેઝ વેરિઅન્ટ iPhoneના કેમેરા સેન્સરમાં કંપનીનો આ સૌથી મોટો ફેરફાર છે. અગાઉ, iPhone 14 અને iPhone 14 Plus સાથે 12 મેગાપિક્સલનો કેમેરા સેન્સર ઉપલબ્ધ હતો.

ડિઝાઇન

કંપનીએ iPhone 15 Pro વેરિયન્ટ સાથે Titanium ડિઝાઇન આપી છે. એપલના જણાવ્યા અનુસાર નવા આઇફોનના પ્રો મોડલમાં જે ટાઇટેનિયમ ગ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જ ટાઇટેનિયમ ગ્રેડનો ઉપયોગ નાસાના માર્સ રોવરમાં કરવામાં આવ્યો હતો. iPhone 15 Pro એ અત્યાર સુધીનું સૌથી હલકું Pro મોડલ હશે. iPhone 15 Proમાં 6.1-ઇંચની ડિસ્પ્લે છે અને iPhone 15 Pro Maxમાં 6.7-ઇંચની ડિસ્પ્લે છે.

ભારતમાં એપલના iPhone-15ની કિંમત 79,900 રૂપિયા અને iPhone-15 Plusની કિંમત 89,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે iPhone 15 Proની 1,34,900 રૂપિયા અને Pro Maxનો ભાવ 1,59,900 રૂપિયા છે. 

 

apple iphone tech news technology news business news