21 June, 2022 02:45 PM IST | Mumbai | Karan Negandhi
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સંગીત ન ગમે. સંગીત એવી વસ્તુ છે જે લોકોના હૃદય અને મન પર ઊંડી અસર કરે છે. સંગીતનું મહત્ત્વ અદ્ભુત છે. સંગીત માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ તેનો ઉપયોગ થેરેપી તરીકે પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે મ્યુઝિક થેરેપી અને તે કઈ અસરકારક છે.
મ્યુઝિક થેરેપી (Music Therapy) વિશે વધુ જાણવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ડૉ. રિતુપર્ણા ઘોષ સાથે જે નવી મુંબઈ સ્થિત એપોલો હોસ્પિટલમાં સાયકોલોજી વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.
શું છે મ્યુઝિક થેરેપી?
સવાલના લિખિત જવાબમાં ડૉ. રિતુપર્ણા ઘોષ જણાવે છે કે “મ્યુઝિક થેરેપી એ તણાવ, માનસિક તકલીફ ઘટાડવા, મૂડ સુધારવા અને સ્વ અભિવ્યક્તિ માટે સંગીતનો ઉપયોગ છે. તેમાં સંગીત સાંભળવું, ગાવું અને વગાડવું બધુ જ શામેલ છે.”
સંગીત સાંભળવાના મનોવૈજ્ઞાનિક ફાયદા શું છે?
“સંગીત સાંભળવાના લાભો વ્યાપકપણે ફેલાયેલા છે જેમ કે તે સકારાત્મકા તરફ દોરે છે, એકાગ્રતા અને ધ્યાન સુધારે છે, આત્મસન્માન વધારે છે. તેનો ઉપયોગ આરામની તકનીક તરીકે થઈ શકે છે. ઉપરાંત ઊંઘ અને મૂડને સુધારે છે.”
શું મ્યુઝિક થેરાપીનો ઉપયોગ સ્વ-સંભાળ માટે થઈ શકે?
“હા, તેનો ઉપયોગ સ્વ-સંભાળ કરવા માટે ખૂબ જ સારી રીતે થઈ શકે છે.”
આ છે મ્યુઝિક થેરેપીના અદ્ભુત ફાયદા
ડૉ. ઘોસ જણાવે છે કે “મોટે ભાગે તેની કોઈ આડઅસર નથી તેથી મ્યુઝિક થેરેપી ખૂબ જ સારી છે. જોકે, અમુક સમયે ખૂબ જ મોટેથી સંગીત સંભાળવું અથવા ચોક્કસ પ્રકારનું સંગીત સાંભળવાથી વ્યક્તિ અસ્વસ્થતા અનુભવી શકે છે જે પીડાદાયક હોઈ શકે છે.”
આ પ્રકારનું સગીત છે અસરકારક
“હેન્ડ હેલ્ડ મ્યુઝિક, નાના ડ્રમ્સ, ગિટાર, પિયાનો, ડમિંગ, લાઇવ અથવા રેકોર્ડ કરેલ સંગીતનો મ્યુઝિક થેરેપીમાં ઉપયોગ થાય છે.”
ઉલ્લેખનીય છે કે વિશ્વના 32થી વધુ દેશોમાં `વર્લ્ડ મ્યુઝિક ડે` ઉજવવામાં આવે છે. તમે પણ તમારું મનપસંદ સંગીત સાંભળી આ દિવસ ઊજવી શકો છો.
હેપી વર્લ્ડ મ્યુઝિક ડે!