પૉર્નમાં એનલ સેક્સનું મહત્ત્વ વધારે, પણ પર્સનલ લાઇફમાં કેમ મહત્ત્વ નથી?

22 January, 2025 08:17 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જે એનલ પૉર્શન છે એ આ પ્રકારના રિલેશનશિપ માટે બન્યો જ નથી. એ બૉડીના વેસ્ટને બહાર કાઢવા માટેની જગ્યા છે

પ્રતીકાત્મક તસવીર

એક્ઝૅક્ટ આ જ શબ્દોમાં મને સવાલ પૂછવામાં આવ્યો. સવાલ પૂછનાર યુવક IITમાં ભણતો યુવક હતો. પોતાની ઇન્ટિમેટ લાઇફ રિલેટેડ એ સવાલોનું નિરાકરણ કરવા માટે તે મને મળવા આવ્યો. જોતાંવેંત જ તમે પ્રભાવિત થઈ જાઓ એવી પર્સનાલિટી. થોડી વાર સુધી એમ જ વાત થઈ અને એ પછી ભાઈ ખૂલ્યા અને તેણે ધડાધડ સવાલ પૂછવાનું શરૂ કર્યું. તેણે જે સવાલ પૂછ્યા એ પૈકીના મોટા ભાગના સવાલ પૉર્નફિલ્મ જોઈને મનમાં જન્મ્યા હોય એવા હતા. તેણે મને એક સવાલ પૂછ્યો કે ‘આ પ્રકારની ફિલ્મોમાં ક્લાઇમૅક્સ પર પહોંચવામાં કેમ પૂરતી વાર લાગતી હોય છે, કેવી રીતે એ લોકો એકાદ કલાક સુધી પોતાની ઇન્ટિમેટ રિલેશનશિપ જાળવતા હોય છે.’

થૅન્ક ગૉડ કે જે વિષયમાં માસ્ટરી કરી છે એ સેક્સોલૉજીને કારણે પૉર્ન જોવાનું બન્યું છે તો સાથોસાથ ફિલ્મ અને સ્ક્રિપ્ટ-રાઇટિંગનું પણ થોડુંઘણું નૉલેજ ખરું એટલે તેને સરળતા સાથે સમજાવી શકાયું કે કન્ટિન્યુ અને એક જ સમયની લાગતી એ એક કલાકની પૉર્ન ફિલ્મ બનાવવા માટે ઘણી વાર તો એકેક વીક સુધી શૂટ થયું હોય છે અને એ તમામ ટુકડાઓનું સુંદર એડિટિંગ કરીને એવી રીતે મૂકવામાં આવે છે જાણે એ સળંગ એક કલાક ચાલે છે. બીજી વાત કે પૉર્ન ફિલ્મ શૂટ થતી હોય છે એ દરમ્યાન એ રૂમમાં બીજા ઓછામાં ઓછા ચારથી પાંચ લોકોની હાજરી હોય છે. ઇન્ટિમેટ રિલેશનની એક ખાસિયત છે કે માત્ર કોઈની હાજરી નહીં, કોઈ હાજર છે એ વાતનો ભય પણ કપલનો ક્લાઇમૅક્સ લંબાવી દે છે અને ઘણી વાર તો એવું પણ બને કે શરમાળ પ્રકૃતિનું કપલ હોય અને ઘરમાં સાવ નજીકમાંથી જ અવાજ આવતો હોય તો પણ એ બે ક્લાઇમૅક્સ પર પહોંચી ન શકે.

એ પછી તેનો સવાલ હતો કે પૉર્ન ફિલ્મમાં એનલ સેક્સને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે, પણ રિયલમાં એનું ઇમ્પોર્ટન્સ કેમ નથી? બહુ સિમ્પલ છે. જે એનલ પૉર્શન છે એ આ પ્રકારના રિલેશનશિપ માટે બન્યો જ નથી. એ બૉડીના વેસ્ટને બહાર કાઢવા માટેની જગ્યા છે માટે જો ત્યાં યોગ્ય રીતે સફાઈ ન થઈ હોય તો પ્રાઇવેટ પાર્ટમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની સંભાવના રહે છે. સેકન્ડ્લી, એ જગ્યાએ નૅચરલ લ્યુબ્રિકન્ટ જન્મતું ન હોવાથી આ પેનિટ્રેશન પેઇનફુલ હોવાના ચાન્સિસ પણ રહે છે, માટે મોટા ભાગે ફીમેલ એ અવૉઇડ કરે છે અને તેમની ઇચ્છાને માન આપવું જ જોઈએ.

life and style health tips columnists