Mast Rahe Mann: કોઈને મળો ત્યારે "હેલ્લો! કેમ છો, મજામાં?" નહીં, તો શું કહેવું જોઈએ? સમજો અહીં

18 November, 2024 10:19 AM IST  |  Mumbai | Dharmik Parmar

Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે એ જાણીશું કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ? કારણકે જો સંબંધ સુધરે તો અંતે તે માનસિક શાંતિમાં પરિણમે છે.

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

આપણે ગયા એપિસોડ (Mast Rahe Mann)માં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિષે પ્રારંભિક માહિતી મેળવી ચૂક્યા છીએ. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એ બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સાથે મહત્વ ધરાવે છે. જેમાં સંવાદ, લાગણીઓ અને સામાજિક અભિગમ આવી જાય. વ્યક્તિગત સંબંધ તરીકે ઓળખાતા આ વિષય પર ગુ જરાતી મિડડે ડૉટ કૉમ સાથે મુંબઇનાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ વિશાખા એન. પુંજાનીએ ખાસ વાત કરી હતી. તેઓ સાયન હોસ્પિટલનાં મનોચિકિત્સા વિભાગમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તો આજના એપિસોડમાં આપણે એ જાણીશું કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ? કારણકે જો સંબંધ સુધરે તો અંતે તે માનસિક શાંતિમાં પરિણમે છે. 

આપણે જાણીએ જ છીએ કે જો સંબંધો (Mast Rahe Mann) અને માનસિક શાંતિ એકબીજાથી ઊંડી રીતે જોડાયેલા છે. મજબૂત સંબંધો માત્ર જીવનમાં ખુશી અને સંતોષ જ નથી લાવતા, પરંતુ માનસિક શાંતિ પણ લઈ આવે છે. વિશાખા એન. પુંજાની આ  ઇન્ટરપર્સનલ રિલેશનશિપને મજબૂત કરવા માટેની સ્ટ્રેટેજી પર બહાર મૂકતાં જણાવે છે કે, " સૌ પ્રથમ આવે છે LWR. એટલે કે Listen, Wait, Respond. 

રિસપોન્ડ કરો, રીએક્ટ નહીં

વિશાખા એન. પુંજાની કહે છે કે, "સૌપ્રથમ સામેવાળાને સાંભળો. યાર, પછી વેઇટ તો કરો. ત્યારબાદ તમારાં મંતવ્યો મૂકો. હા, એકબીજાની વાતને કાપો નહીં. જ્યારે તમે સામેની વ્યક્તિને સાંભળો છો ત્યારે ધ્યાન આપીને સાંભળો. સમજવાનો પ્રયાસ કરો કે તે શું કહેવા માંગે છે. પછી જ પ્રત્યુત્તર આપો. હા યાદ રહે કે, રિસપોન્ડ કરો. રીએક્ટ નહીં. વાત એ જ હોય પણ એને કહેવાની રીત જુદી થઈ જાય. જ્યારે મતભેદ થાય ત્યારે ઉગ્ર થયા વગર એમ કહી શકાય કે "તમે જે કહ્યું એ મને નથી ગમ્યું. મને લાગે છે આપણે બંને શાંત થઈશું ત્યારે વાત કરીશું."

Mast Rahe Mann: જ્યારે આપણે સંબંધો મજબૂત કરવાની વાત કરી રહ્યા છે ત્યારે સહાનુભૂતિ પણ મહત્વનો ભાગ ભજવે છે. હંમેશા અન્યની લાગણીઓને સમજીને એને માન આપવામાં આવે તો સંબંધો નિખરે છે. વળી Sympthy અને Empthyનો ભેદ સમજાવતાં વિશાખા એન. પુંજાની કહે છે કે, "Empthy યુઝ કરો. Sympthy નહિ. સામે વાળા માણસની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. એ જે તે પરિસ્થિતિમાં કઈ રીતે જીવી રહ્યો છે? તે જાણવાનો પ્રયાસ કરો. "હા, હું તને સમજી શકું છું" આટલું કહેવાથી નહીં ચાલે. બધાની કહાની જુદી હોય છે. તમારા પાડોશી પર પણ અત્યારે શું વીતી રહી છે? એની પણ આપણને સમજ નથી હોતી. `શું થયું? આ જિંદગી કેટલી સરસ છે!` ઘણીવાર આટલું કહી દીધા બાદ કોઈ આત્મહત્યા કરતું હશે તોય અટકી જશે."

શેરિંગ ઈઝ કેરિંગ તો ભૂલી જ ગયાં છીએ આપણે

પેરેન્ટ્સ માટે પણ ખાસ વાત કરતાં વિશાખા એન. પુંજાની કહે છે કે, "સંતાનો સાથે માત્ર સારી બાબત શૅર ન કરો પણ આજે તમારા માટે દિવસ કેટલો પડકારરૂપ હતો? આજે શું મુશ્કેલી પડી આવી બાબતો પણ શૅર કરવી જોઈએ. સંતાનોને પણ પોતાના મા-બાપ પ્રત્યે સહાનુભૂતિ જાગે. "

તમે જે વિચારો છો એ તમે નથી, પણ તમે જેવું ફીલ કરી રહ્યાં છો તેવાં તમે હોવ છો!

Mast Rahe Mann: મિત્રો, વિશાખાબહેન પુંજાની જ્યારે પણ કોઈને મળે ત્યારે "હાઉ આર યુ?" એમ નથી પૂછતાં. કારણકે આ સવાલના જવાબમાં સામે વાળો એમ જ કહે છે કે, "બસ, મજામાં. તમે કેમ છો?"  પણ જો તમે સામેવાળાને પૂછો છો કે, "આજે તમે કેવું ફીલ કરી રહ્યાં છો?" ત્યારે માણસ એક મિનિટ માટે વિચારમાં મુકાઇ જાય કે યાર આજે મને કેવું લાગી રહ્યું છે? અને પાકું એ વ્યક્તિ તમને  "બસ, મજામાં. તમે કેમ છો?" કરતાં કૈંક જુદો જ જવાબ આપે છે. અને વ્યક્તિ ઊઘડી જાય છે! એ પણ મન મૂકીને! તો તમે પણ હવે કોઈને "કેમ છો?" એમ પૂછવાની બદલે "આજે તમે કેવું ફીલ કરી રહ્યાં છો?" એમ જ પૂછશો ને?

mast rahe mann mental health health tips mumbai news mumbai gujaratis of mumbai sex and relationships dharmik parmar exclusive