બિહેવિયરલ ચેન્જઃ યોગ એ દરેકની જીવનશૈલીનો હિસ્સો બને એ એક જ ધ્યેય

19 June, 2023 03:38 PM IST  |  Mumbai | Ruchita Shah

શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક એમ દરેક સ્તર પર યોગ લાભકારી છે ત્યારે આખી દુનિયામાં એક મહાઉત્સવની જેમ આયુષ મિનિસ્ટ્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રચાર-પ્રસાર કરતી આવી છે.

પ્રતીકાત્મક તસવીર

શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક એમ દરેક સ્તર પર યોગ લાભકારી છે ત્યારે આખી દુનિયામાં એક મહાઉત્સવની જેમ આયુષ મિનિસ્ટ્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રચાર-પ્રસાર કરતી આવી છે. નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાએ ‘મિડ-ડે’નાં રુચિતા શાહ સાથે કરેલી કેટલીક વિચારણીય વાતો પ્રસ્તુત છે

આયુષ પાસે ઘણી ઉપચારપદ્ધતિઓ છે જેમાં યોગ એક હિસ્સો છે. છતાં મિનિસ્ટ્રી માટે યોગ વધુ વહાલો દીકરો હોય એવું શું કામ?

(હસી પડે છે...) એવું નથી. આમાં વહાલાં-દવલાંની વાત જ નથી. યોગની વ્યાપકતાને સમજશો તો આ પ્રશ્ન જ નહીં રહે. બાકી ઉપચારપદ્ધતિઓમાં વૈદ્ય પર, દવાઓ પર અવલંબન છે; જ્યારે યોગમાં તમે સ્વાવલંબી છો. ક્યારેય પણ, ક્યાંય પણ અને કોઈ પણ એ કરી શકે. યોગ એ જીવનશૈલી છે. એવું નથી કે બાકી ઉપચારપદ્ધતિ પ્રત્યે કોઈ ઉપેક્ષા છે. ઇન ફૅક્ટ, તમે ડેટા ચેક કરશો તો સિદ્ધા, યુનાની, આયુર્વેદ એમ દરેક ઉપચારપદ્ધતિની દવાઓના મૅન્યુફૅક્ચરિંગમાં સાત વર્ષમાં છગણી વૃદ્ધિ થઈ છે. થર્ડ પાર્ટીએ કરેલો સર્વે કહે છે કે આ ઉપચારપદ્ધતિની ઇન્ડસ્ટ્રીની સાઇઝમાં બે વર્ષમાં અઢીગણી વૃદ્ધિ થઈ છે. એ દિશામાં પણ કામ ચાલુ છે, પરંતુ સામાન્ય વ્યક્તિ આસાનીથી યોગમાં જોડાઈ શકે છે. એમાં વ્યક્તિએ કોઈ ખર્ચ નથી કરવાનો. વ્યક્તિના વર્તન સાથે જોડાયેલી આ વિદ્યા છે. આજે તમે જુઓ કે સ્વચ્છ ભારત અભિયાન કે શૌચાલય અભિયાનના પ્રચારથી મહત્ત્વપૂર્ણ બદલાવ આવ્યો જ છે. ડાયેરિયા અને ડિસેન્ટ્રીના કેસ ઓછા થઈ ગયા એકમાત્ર ટૉઇલેટનો વપરાશ વધતાં. યોગ જો જીવનશૈલીમાં ઉમેરાય તો લોકોની બીમાર પડવાની માત્રા ઘટી જશે અને એ જ અમારું ધ્યેય છે. 

તો પણ યોગ દિવસનો પ્રચાર જે રીતે થાય છે એમાં ક્યાંય ને ક્યાંક પ્રોપેગેન્ડા વધુ હોય એવું જ લાગ્યા કરે...

બહુ સ્પષ્ટતાપૂર્વક કહું તો આ એક તક છે લોકોને મોટિવેટ કરવાની. આ સ્વાધ્યાયનો દિવસ છે. જેઓ યોગ નથી કરતા તેઓ પણ આ એક દિવસે એનો પરચો મેળવે, એને યાદ કરે, એના પ્રભાવની ઑરામાં આવે. યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં બિહેવિયરલ ચેન્જ આવે. લોકો યોગ સાથે જોડાય કાયમી રીતે. લોકો સ્વસ્થતાની દિશામાં યોગની આંગળી પકડીને આગળ વધે. જેઓ યોગાભ્યાસ કરે છે તેઓ જાણે છે કે યોગ કેવું પાવરફુલ માધ્યમ છે તો તેમના થકી જેઓ યોગ નથી કરતા તેમના સુધી મેસેજ પહોંચાડવાનો આ દિવસ છે. ઝીરો પ્રીમિયમવાળો હેલ્થ ઇન્શ્યૉરન્સ યોગ છે એવું જો આપણા માનનીય પ્રધાનમંત્રી કહેતા હોય ત્યારે એની અકસીરતાનો અનુભવ પ્રત્યેક જનને મળે એ માટે યોગ દિવસ બહુ જ અદ્ભુત વ્યવસ્થા છે એમ કહી શકાય. 

એક દાખલો આપું. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે ૧૭ રૅન્ડમાઇઝ્ડ ટ્રાયલના આધારે કરેલો એક અભ્યાસ કહે છે કે માત્ર બાર અઠવાડિયાંના નિયમિત યોગાભ્યાસ કરતા લોકોના સિસ્ટોલિક બ્લડપ્રેશરમાં પાંચ પૉઇન્ટનો ઘટાડો થયો હતો અને અઢી કિલો ઍવરેજ વજન ઘટ્યું હતું. ટોટલ કૉલેસ્ટરોલના પ્રમાણમાં લગભગ ૧૮ પૉઇન્ટનો ઘટાડો થયો હતો. ટ્રાય ગ્લિસરાઇડ્સના પ્રમાણમાં લગભગ ૬ પૉઇન્ટનો ઘટાડો થયો હતો. હાર્ટરેટના પ્રમાણમાં પાંચ પૉઇન્ટનો ઘટાડો થયો હતો. એ સિવાય હૃદયરોગનું જોખમ યોગાભ્યાસથી ઘટતું હોવાનું પણ આ અભ્યાસમાં રિસર્ચરો કહે છે. આ રિસર્ચમાં તો આયુષ મિનિસ્ટ્રી ક્યાંય છે જ નહીં. છતાં એના રિઝલ્ટને જોતાં તમને નથી લાગતું કે ખરેખર જો આપણે આપણા દેશને અને દુનિયાને સ્વસ્થ બનાવવા માગતા હોઈએ તો યોગનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. યોગથી જો લોકો નીરોગી બનતા હોય એનો વધુ ને વધુ પ્રચાર અને પ્રસાર કરવાના અમે પ્રયાસ કરતા હોઈએ તો એમાં તમને વાંધો શું છે?

યોગ દિવસ પાછળની મકસદ સાર્થક થતી લાગે છે?

બિલકુલ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના છેલ્લાં આઠ વર્ષના ડેટા ચેક કરશો તો તમને દેખાશે કે ઉત્તરોત્તર યોગની રીચ વધી છે. દુનિયાના લગભગ બધા દેશો યોગ દિવસ સાથે કોઈ ને કોઈ રીતે જોડાઈ ગયા છે. યોગની વૈશ્વિક જરૂરિયાત આજે જનઆંદોલનના રૂપમાં બહાર આવી છે. આજે G-20ના દરેક પ્રોગ્રામની શરૂઆત યોગાભ્યાસથી થાય છે એ શું સૂચવે છે? યોગની પ્રાસંગિકતા દરેક ક્ષેત્રમાં વધી રહી છે અને લોકો એને કોઈ ને કોઈ રૂપમાં સ્વીકારી રહ્યા છે. આ વર્ષે પણ લગભગ ૨૫ કરોડ લોકો પ્રત્યક્ષરૂપે યોગ દિવસનાં વિવિધ આયોજનોમાં ભાગ લે એવો અંદાજ છે.

તો આ વર્ષે શું ખાસ હશે યોગ દિવસમાં?

સૌથી સારી બાબત એ છે કે હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માત્ર આયુષ મંત્રાલય પૂરતી સીમિત નથી રહી. ભારત સરકારનાં તમામ મંત્રાલયો, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યોગ સંસ્થાઓ પણ પૂરા જોશ સાથે આ દિવસની ઉજવણી કરે છે. બેશક, અમે એને વધુ વ્યાપક અને પ્રભાવક બનાવવાના અમારી રીતે પ્રયાસો કરી રહ્યા છીએ. એના ભાગરૂપે આ વર્ષે આર્કટિકથી ઍન્ટાર્કટિકા રીજન વચ્ચે (જે પ્રાઇમ મેરિડિયન તરીકે ઓળખાય છે) ૨૧ જૂનના દિવસે આર્કટિકમાં ભારતીય સ્ટેશન ‘હિમાદ્રિ’ અને ઍન્ટાર્કટિકામાં ભારતીય સ્ટેશન ‘ભારતી’માં યોગ થશે. એમાં આસપાસના અન્ય દેશોનાં સ્ટેશનોને પણ સામેલ કરવાના પ્રયાસો આપણે કર્યા છે. આ જ અંતર્ગત ઓશન રિંગ પ્રમાણે ભારતીય નૌસેનાનો બેઝ, ભારતીય સીમારક્ષક સ્ટેશનોનો બેઝ, મિત્ર દેશોના બંદરગાહનો બેઝ, સમુદ્રી જહાજોમાં પણ યોગ-પ્રદર્શન થશે અને એમાં એકરૂપતા રહેશે. એ સિવાય INS વિક્રાન્ત અને INS વિક્રમાદિત્યના ફ્લાઇટ ડેકમાં યોગ થશે. ‘ભારતમાલા’ કન્સેપ્ટ અંતર્ગત ભારતીય થલ સેના, નૌકા સેના, વાયુ સેના, બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ એમ બધા જ એક સમયે જુદા-જુદા સ્થળે યોગાભ્યાસ કરશે. એવી જ રીતે સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય દેશ અને ભારતમાં આવેલા WHOના ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનમાં પણ યોગ થશે. ભારતના ટાપુઓમાં દરિયાકિનારે ‘સાગરમાલા’ અને ‘ભારતમાલા’ પ્રોગ્રામ અંતર્ગત યોગ થશે. ઇન ફૅક્ટ, આ વખતે અમે ‘હર આંગન યોગ’ પ્રોગ્રામ અંતર્ગત ઘર ઘર યોગ પહોંચાડવાની ઍક્ટિવિટીઓ કરી છે. એના માટે કૉમન સર્વિસ સેન્ટર, ગ્રામપંચાયતો, આયુષ ગ્રામ હેલ્થ અને વેલનેસ સેન્ટર, રાષ્ટ્રીય આયુષ મિશનનાં બધાં કેન્દ્રોમાં યોગ થશે. આ એક રીતે પંચતત્ત્વ યોગ છે જેમાં જલ, થલ, આકાશ, મન અને પ્રાણનો સમન્વય છે. 

‘વસુધૈવ કુટુમ્બકમ’ અને યોગને વળી શું લેવાદેવા? 

કેમ નહીં. યોગ દિવસની આ થીમ એકદમ ઉપયુક્ત છે. યોગ તો બહુ જ ઉમદા રીતે આ વાતને ગ્રાહ્ય બનાવે છે. યોગ સૌને જોડનારી શક્તિ છે. યોગના માધ્યમથી આપણે દુનિયાના ખૂણા-ખૂણામાં પહોંચીને પરસ્પરના બંધુત્વના ભાવને વધુ ઉજ્જવળ બનાવવાનો છે. ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે અને ભારત જ્યારે G-20ની અધ્યક્ષતા કરી રહ્યું હોય ત્યારે પરસ્પર બંધુત્વભાવ યોગથી સુલભ બને છે. પ્રકૃતિ અને માનવ વચ્ચેનું જોડાણ પણ યોગ જ છે એટલે એમાં પણ વધુ ને વધુ પ્રકૃતિનું જતન કરવાના, પ્રદૂષણને ઘટાડવાના ભાવને પણ આપણે વસુધૈવ કુટુંબકમની થીમથી લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ.  

યોગમાં આજે ઑથેન્ટિસિટી ગુમ થઈ રહી હોય એવું નથી લાગતું?

એવું ન થાય એ માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. યોગ માટેની વિશ્વસનીયતા વધે, આજનાં વૈજ્ઞાનિક પરીક્ષણોમાં યોગની અકસીરતા સાબિત થાય એના પર પણ ભરપૂર કામ થઈ જ રહ્યું છે. જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કરારો, રિસર્ચવર્ક, યોગ પ્રશિક્ષકોને તૈયાર કરવા, યોગ શિક્ષણમાં ક્વૉલિટી ચેક રાખવું જેવી દિશામાં કામ ચાલી જ રહ્યું છે. યોગ પ્રશિક્ષણમાં યુનિફૉર્મિટી લાવવા માટે યોગ સર્ટિફિકેશન બોર્ડની સ્થાપના થઈ. માત્ર એક જ વર્ષમાં યોગ પ્રશિક્ષણ બોર્ડે ૭૧ સંસ્થાઓ, ૪૭,૮૨૨ યોગ વૉલન્ટિયર્સ, ૬૯,૦૫૩ યોગ પ્રોફેશનલ્સને સર્ટિફિકેશન આપ્યું છે. મંત્રાલયના સ્તર પર યોગ પ્રશિક્ષણમાં ગુણવત્તાની જાળવણી માટે એક ‘યોગ રેગ્યુલેશન બિલ’ને પ્રસ્તુત કરવાની દિશામાં પણ કામ હાથ ધરાયું છે. 

આજે યોગ એ એક સાધના કે વિદ્યા ન રહેતાં એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે અને કમર્શિયલાઇઝેશન સતત વધી રહ્યું છે એ યોગ્ય લાગે છે? 

એમાં ખોટું કંઈ જ નથી. વ્યાપકતા વધે ત્યારે આવું બને અને એમાં પણ જનસમુદાયનો તો લાભ જ છેને. પૅરૅલલ એક ઇકૉનૉમી ડેવલપ થાય એ પણ સારું જ છે. અલાઇડ માર્કેટ રિસર્ચનો તાજેતરનો જ એક રિપોર્ટ છે જેમાં યોગની માર્કેટ સાઇઝ ૨૦૧૯માં ૩૭.૫ અબજ અમેરિકન ડૉલર હતી જે ૨૦૨૭માં વધીને ૬૬.૨ અબજ ડૉલર થાય એવું અનુમાન છે. એક અંદાજ પ્રમાણે અત્યારે વિશ્વભરમાં યોગ કરનારાઓની સંખ્યા લગભગ ત્રીસ કરોડ છે. એમાંથી એકલા અમેરિકામાં ૩ કરોડ ૬૦ લાખ લોકો યોગાભ્યાસ કરે છે. યસ, યોગ એક મલ્ટિ-બિલ્યન ડૉલર ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે જેણે રોજગારોની તકો ઊભી કરી છે. મેડિકલ વૅલ્યુ ટ્રાવેલ અંતર્ગત હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા માટે પણ યોગ્ય યોગ પ્રશિક્ષકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેનો પણ અનેકોને લાભ થઈ રહ્યો છે.

વૈદ્ય રાજેશ કોટેચા

સામાન્ય વ્યક્તિનું શું આમાં?

મૉડર્ન મેડિકલ સાયન્સ અંતર્ગત ચાર હજારથી વધુ રિસર્ચ પેપર્સ પબ્લિશ થઈ ચૂક્યા છે જેમણે ક્યાંક ને ક્યાંક યોગની વિશ્વસનીયતા અને પ્રભાવકતાને લોકગ્રાહ્ય બનાવી છે. આના જ આધારે ઇન્ટિગ્રેટિવ મેડિસિન તરીકે યોગને સમાવિષ્ટ કરવા માટે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ જેવી અગ્રણી સંસ્થાઓ સાથે કોલૅબરેશનમાં કામ થઈ રહ્યું છે. ઈવન નવી દિલ્હીમાં એઇમ્સના ઇન્ટિગ્રેટિવ મેડિસિન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં વિવિધ ઉપચારપદ્ધતિમાં યોગને સામેલ કરીને એના પર સંશોધનાત્મક કાર્ય ચાલુ જ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી યોગને ઇન્ટિગ્રેટિવ હેલ્થકૅરનો અભિન્ન હિસ્સો બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે જેનો લાભ સામાન્ય વ્યક્તિને જ થવાનો. તમે દવા લેવા જાઓ ત્યારે ડૉક્ટર દવાના પ્રિસ્ક્રિપ્શનની સાથે યોગાભ્યાસમાં શું કરવું એ પણ કહે એ લાભકારી જ છે. લોકોના જીવનમાં યોગ કાયમી બને એ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એક લાખ ૬૦ હજાર અને રાષ્ટ્રીય આયુષ મિશનનાં ૧૨,૫૦૦ હેલ્થ અને વેલનેસ સેન્ટરના વ્યાપક નેટવર્કનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. 
બીજું,  M-YOGA, Y- Break જેવી ઍપ્લિકેશન્સ પણ આપણે એટલે જ ડેવલપ કરી છે કે બધા લોકો સ્વતંત્ર રીતે યોગનો પોતાની દિનચર્યામાં સમાવેશ કરી શકે. પાંચ મિનિટના યોગ પ્રોગ્રામનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એટલે ચેર યોગા પ્રોટોકૉલ બન્યા છે. બધાં મંત્રાલયો અને સરકારી કાર્યાલયોમાં ચેર યોગા અને વાઈ બ્રેકનો અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું છે. એવી જ રીતે આજના યુવા વર્ગને યોગ તરફ આકર્ષિત કરવા આયુષ મંત્રાલય અને સ્પોર્ટ્સ ઍન્ડ યુથ મિનિસ્ટ્રીએ ‘યોગાસન’ને કૉમ્પિટિટિવ સ્પોર્ટ્સ તરીકે માન્યતા આપી છે અને ‘ઇન્ટરનૅશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન’ અને ‘નૅશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન’ની રચના કરવામાં આવી છે. 

આપને કોઈ લાભ થયો કે નહીં યોગથી?

બિલકુલ. યોગ એવી સંજીવની બુટ્ટી છે કે જો તમે એને તમારા જીવનમાં સ્થાન આપો તો એ તમને પરિણામ આપે, આપે ને આપે જ. મારી વાત કરું. આયુર્વેદની ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વિષય તરીકે યોગ ભણવાનું આવ્યું. ત્યારથી જ એટલે કે લગભગ ૧૯ વર્ષની ઉંમરથી યોગ કરવાનું શરૂ કરેલું જે આજ સુધી અકબંધ છે. આજે જે પ્રકારના સ્ટ્રેસ વચ્ચે સતત કામ કરવાનું હોય છે એમાં જો યોગ ન હોત તો કદાચ હું આટલું એફિશિયન્ટ્લી કામ કરી ન શકતો હોત. સ્ટ્રેસ-બસ્ટર તરીકે યોગે મને ભરપૂર સાથ આપ્યો છે. આયુર્વેદ પ્રૅક્ટિશનર છું અને સાથે યોગનો પણ અભ્યાસી છું જેણે મારા સ્વાસ્થ્યને જાળવી રાખ્યું છે. મને યાદ નથી કે છેલ્લે હું બીમાર ક્યારે પડેલો, મેં દવા ક્યારે લીધેલી. જોરદાર સ્ટ્રેસ વચ્ચે લાંબા કલાકો કામ કર્યા પછી પણ તાજગી બરકરાર રહે, મગજ શાંત રહે એ પણ યોગનું જ પરિણામ છે. અરે, મારી ક્યાં વાત કરું. આપણા માનનીય પ્રધાનમંત્રીજીને જુઓ. કેટલું બધું કામ કરે છે તેઓ અને છતાં તેમના ચહેરાનું તેજ ઝાંખું પડતાં તમે જોયું છે ક્યારેય? એ પણ યોગનો જ તો પ્રભાવ છે. જે કરશે તેને લાભ થશે જ એ યોગની બ્યુટી છે.

બિલકુલ. યોગ એવી સંજીવની બુટ્ટી છે કે જો તમે એને તમારા જીવનમાં સ્થાન આપો તો એ તમને પરિણામ આપે, આપે ને આપે જ. મારી વાત કરું. આયુર્વેદની ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વિષય તરીકે યોગ ભણવાનું આવ્યું. ત્યારથી જ એટલે કે લગભગ ૧૯ વર્ષની ઉંમરથી યોગ કરવાનું શરૂ કરેલું જે આજ સુધી અકબંધ છે. આજે જે પ્રકારના સ્ટ્રેસ વચ્ચે સતત કામ કરવાનું હોય છે એમાં જો યોગ ન હોત તો કદાચ હું આટલું એફિશિયન્ટ્લી કામ કરી ન શકતો હોત. સ્ટ્રેસ-બસ્ટર તરીકે યોગે મને ભરપૂર સાથ આપ્યો છે. આયુર્વેદ પ્રૅક્ટિશનર છું અને સાથે યોગનો પણ અભ્યાસી છું જેણે મારા સ્વાસ્થ્યને જાળવી રાખ્યું છે. મને યાદ નથી કે છેલ્લે હું બીમાર ક્યારે પડેલો, મેં દવા ક્યારે લીધેલી. જોરદાર સ્ટ્રેસ વચ્ચે લાંબા કલાકો કામ કર્યા પછી પણ તાજગી બરકરાર રહે, મગજ શાંત રહે એ પણ યોગનું જ પરિણામ છે. અરે, મારી ક્યાં વાત કરું. આપણા માનનીય પ્રધાનમંત્રીજીને જુઓ. કેટલું બધું કામ કરે છે તેઓ અને છતાં તેમના ચહેરાનું તેજ ઝાંખું પડતાં તમે જોયું છે ક્યારેય? એ પણ યોગનો જ તો પ્રભાવ છે. જે કરશે તેને લાભ થશે જ એ યોગની બ્યુટી છે. માટે યોગ સર્ટિફિકેશન બોર્ડની સ્થાપના થઈ. માત્ર એક જ વર્ષમાં યોગ પ્રશિક્ષણ બોર્ડે ૭૧ સંસ્થાઓ, ૪૭,૮૨૨ યોગ વૉલન્ટિયર્સ, ૬૯,૦૫૩ યોગ પ્રોફેશનલ્સને સર્ટિફિકેશન આપ્યું છે. મંત્રાલયના સ્તર પર યોગ પ્રશિક્ષણમાં ગુણવત્તાની જાળવણી માટે એક ‘યોગ રેગ્યુલેશન બિલ’ને પ્રસ્તુત કરવાની દિશામાં પણ કામ હાથ ધરાયું છે. 

આજે યોગ એ એક સાધના કે વિદ્યા ન રહેતાં એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે અને કમર્શિયલાઇઝેશન સતત વધી રહ્યું છે એ યોગ્ય લાગે છે? 

એમાં ખોટું કંઈ જ નથી. વ્યાપકતા વધે ત્યારે આવું બને અને એમાં પણ જનસમુદાયનો તો લાભ જ છેને. પૅરૅલલ એક ઇકૉનૉમી ડેવલપ થાય એ પણ સારું જ છે. અલાઇડ માર્કેટ રિસર્ચનો તાજેતરનો જ એક રિપોર્ટ છે જેમાં યોગની માર્કેટ સાઇઝ ૨૦૧૯માં ૩૭.૫ અબજ અમેરિકન ડૉલર હતી જે ૨૦૨૭માં વધીને ૬૬.૨ અબજ ડૉલર થાય એવું અનુમાન છે. એક અંદાજ પ્રમાણે અત્યારે વિશ્વભરમાં યોગ કરનારાઓની સંખ્યા લગભગ ત્રીસ કરોડ છે. એમાંથી એકલા અમેરિકામાં ૩ કરોડ ૬૦ લાખ લોકો યોગાભ્યાસ કરે છે. યસ, યોગ એક મલ્ટિ-બિલ્યન ડૉલર ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે જેણે રોજગારોની તકો ઊભી કરી છે. મેડિકલ વૅલ્યુ ટ્રાવેલ અંતર્ગત હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા માટે પણ યોગ્ય યોગ પ્રશિક્ષકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેનો પણ અનેકોને લાભ થઈ રહ્યો છે.

સામાન્ય વ્યક્તિનું શું આમાં?

મૉડર્ન મેડિકલ સાયન્સ અંતર્ગત ચાર હજારથી વધુ રિસર્ચ પેપર્સ પબ્લિશ થઈ ચૂક્યા છે જેમણે ક્યાંક ને ક્યાંક યોગની વિશ્વસનીયતા અને પ્રભાવકતાને લોકગ્રાહ્ય બનાવી છે. આના જ આધારે ઇન્ટિગ્રેટિવ મેડિસિન તરીકે યોગને સમાવિષ્ટ કરવા માટે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ જેવી અગ્રણી સંસ્થાઓ સાથે કોલૅબરેશનમાં કામ થઈ રહ્યું છે. ઈવન નવી દિલ્હીમાં એઇમ્સના ઇન્ટિગ્રેટિવ મેડિસિન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં વિવિધ ઉપચારપદ્ધતિમાં યોગને સામેલ કરીને એના પર સંશોધનાત્મક કાર્ય ચાલુ જ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી યોગને ઇન્ટિગ્રેટિવ હેલ્થકૅરનો અભિન્ન હિસ્સો બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે જેનો લાભ સામાન્ય વ્યક્તિને જ થવાનો. તમે દવા લેવા જાઓ ત્યારે ડૉક્ટર દવાના પ્રિસ્ક્રિપ્શનની સાથે યોગાભ્યાસમાં શું કરવું એ પણ કહે એ લાભકારી જ છે. લોકોના જીવનમાં યોગ કાયમી બને એ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એક લાખ ૬૦ હજાર અને રાષ્ટ્રીય આયુષ મિશનનાં ૧૨,૫૦૦ હેલ્થ અને વેલનેસ સેન્ટરના વ્યાપક નેટવર્કનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. 
બીજું,  M-YOGA, Y- Break જેવી ઍપ્લિકેશન્સ પણ આપણે એટલે જ ડેવલપ કરી છે કે બધા લોકો સ્વતંત્ર રીતે યોગનો પોતાની દિનચર્યામાં સમાવેશ કરી શકે. પાંચ મિનિટના યોગ પ્રોગ્રામનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એટલે ચેર યોગા પ્રોટોકૉલ બન્યા છે. બધાં મંત્રાલયો અને સરકારી કાર્યાલયોમાં ચેર યોગા અને વાઈ બ્રેકનો અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું છે. એવી જ રીતે આજના યુવા વર્ગને યોગ તરફ આકર્ષિત કરવા આયુષ મંત્રાલય અને સ્પોર્ટ્સ ઍન્ડ યુથ મિનિસ્ટ્રીએ ‘યોગાસન’ને કૉમ્પિટિટિવ સ્પોર્ટ્સ તરીકે માન્યતા આપી છે અને ‘ઇન્ટરનૅશનલ યોગાસન સ્પોર્ટ‍્સ ફેડરેશન’ અને ‘નૅશનલ યોગાસન સ્પોર્ટ‍્સ ફેડરેશન’ની રચના કરવામાં આવી છે. 

આપને કોઈ લાભ થયો કે નહીં યોગથી?

બિલકુલ. યોગ એવી સંજીવની બુટ્ટી છે કે જો તમે એને તમારા જીવનમાં સ્થાન આપો તો એ તમને પરિણામ આપે, આપે ને આપે જ. મારી વાત કરું. આયુર્વેદની ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વિષય તરીકે યોગ ભણવાનું આવ્યું. ત્યારથી જ એટલે કે લગભગ ૧૯ વર્ષની ઉંમરથી યોગ કરવાનું શરૂ કરેલું જે આજ સુધી અકબંધ છે. આજે જે પ્રકારના સ્ટ્રેસ વચ્ચે સતત કામ કરવાનું હોય છે એમાં જો યોગ ન હોત તો કદાચ હું આટલું એફિશિયન્ટ્લી કામ કરી ન શકતો હોત. સ્ટ્રેસ-બસ્ટર તરીકે યોગે મને ભરપૂર સાથ આપ્યો છે. આયુર્વેદ પ્રૅક્ટિશનર છું અને સાથે યોગનો પણ અભ્યાસી છું જેણે મારા સ્વાસ્થ્યને જાળવી રાખ્યું છે. મને યાદ નથી કે છેલ્લે હું બીમાર ક્યારે પડેલો, મેં દવા ક્યારે લીધેલી. જોરદાર સ્ટ્રેસ વચ્ચે લાંબા કલાકો કામ કર્યા પછી પણ તાજગી બરકરાર રહે, મગજ શાંત રહે એ પણ યોગનું જ પરિણામ છે. અરે, મારી ક્યાં વાત કરું. આપણા માનનીય પ્રધાનમંત્રીજીને જુઓ. કેટલું બધું કામ કરે છે તેઓ અને છતાં તેમના ચહેરાનું તેજ ઝાંખું પડતાં તમે જોયું છે ક્યારેય? એ પણ યોગનો જ તો પ્રભાવ છે. જે કરશે તેને લાભ થશે જ એ યોગની બ્યુટી છે.

yoga international yoga day ruchita shah health tips columnists