23 September, 2024 12:25 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક મિત્રના રેફરન્સ સાથે ૩૦ વર્ષનો છોકરો મળવા આવ્યો. પોતે સૉફ્ટવેર એન્જિનિયર, ઍકૅડેમિક બૅકગ્રાઉન્ડ બહુ સારું. વાણી અને વ્યવહારથી જ ખબર પડતી હતી કે તે વેલ-કલ્ચર્ડ છે. પોતાના મનની વાત પૂછવામાં પણ તે સહેજ ગભરાતો હતો. જોકે હિંમત કરીને તેણે સવાલ કર્યો કે ઇન્ટિમેટ રિલેશન દરમ્યાન વાઇફ સૅટિસ્ફાઇડ થઈ છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? તેના આ સવાલ પાછળનું કારણ જાણવું જરૂરી હતું એટલે એ બાબતમાં પૃચ્છા કરી તો ખબર પડી કે મોટા ભાગના કિસ્સામાં ઇન્ટિમેટ રિલેશન પછી પોતે વધારે સૉફ્ટ થતો હતો અને એની સામે વાઇફ વધારે ઇરિટેટ રહેવા માંડતી હતી. એક-બે દિવસ વાઇફના મૂડનું ઇરિટેશન રહે અને એ પછી ધીમે-ધીમે નૉર્મલ થઈ જાય, પણ ફરી ઇન્ટિમસીની વાત આવે એટલે વાઇફનો મૂડ ખરાબ થઈ જાય.
તેના મનમાં પ્રશ્ન જન્મ્યો હતો કે શું વાઇફ સૅટિસ્ફાઇડ નહીં થતી હોય?
સંતોષ માપવાનું ક્યારેય કોઈ મીટર નથી હોતું, પછી એ સ્વભાવગત સંતોષની વાત હોય કે શારીરિક સંતોષની વાત હોય. પુરુષનો બેઝિક સ્વભાવ જ સ્વકેન્દ્રીય રહેવાનો છે અને વાત જ્યારે પર્સનલ રિલેશનશિપની આવે ત્યારે પુરુષ નિંભર બની જાય એવું કહેવામાં સહેજ પણ સંકોચ નહીં થાય. તે ક્યારેય પોતાના પાર્ટનરની અંગત ઇચ્છાથી લઈને ઇન્ટિમેટ ફેન્ટસી વિશે વિચારતા નથી, જેને કારણે એક તબક્કો એવો આવી ગયો હતો કે ૧૦૦માંથી ૯૦ મહિલા અંગત જીવનની બાબતમાં સંતુષ્ઠ નહોતી, પણ હવેની નવી જનરેશનના છોકરાઓમાં આ બાબતમાં અવેરનેસ આવી છે. હવે તે સ્વકેન્દ્રીય નથી રહ્યા. હવે તે પોતાના પાર્ટનરી ઇચ્છા-અનિચ્છાને જાણવાની કોશિશ કરે છે અને જો શરમાળ પ્રકૃતિ હોય તો પૂછવાને બદલે હાવભાવ કે વર્તન પરથી એ સમજવાની કોશિશ કરે. મેડિકલ પ્રૅક્ટિસનર તરીકે કહેવાનું મન થાય કે નવી જનરેશનના પુરુષોમાં આવેલો આ ચેન્જ સરાહનીય છે, પણ સાથોસાથ એ પણ કહેવાનું કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન પાર્ટનર સૅટિસ્ફાઇડ થયું કે નહીં એ જાણવા માટે બહુ લાંબી મથામણમાં પડવાને બદલે સહજ રીતે એની પૃચ્છા કરી લેવી એ જ બેસ્ટ અને ઇઝી ઉપાય છે.
જમ્યા પછી ચહેરા પર આવેલી તૃપ્તિ સરળતાથી પારખી શકાય. ફિઝિકલ રિલેશનશિપમાં પણ એવી જ તૃપ્તિ આવતી હોય છે, પણ એ પારખવાની ક્ષમતા હોવી જોઈએ અને હું તો કહીશ કે એ પારખવાની લાયમાં રહેવા કરતાં પણ બહેતર છે કે તમે જેની સાથે બેડ શૅર કરો છો તેની સાથે વાત કરવામાં શરમ કે સંકોચ શું કામ?