યંગ જનરેશન ટેક્નૉસૅવી છે, પણ અફસોસની વાત એ કે એ સાચા જવાબો શોધતી નથી

21 October, 2024 08:22 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ યંગસ્ટર્સ પોતાની ભ્રમણા ભાંગવાના સવાલોનો જવાબ શોધવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે

પ્રતીકાત્મક તસવીર

મૅસ્ટરબેશનને લઈને આજે પણ એવા-એવા સવાલ આવે કે આપણને ખરેખર એમ થાય કે આ દેશને તાત્કાલિક સેક્સ-એજ્યુકેશન આપવાની જરૂર છે. હમણાંની જ વાત કહું. મુંબઈમાં બહુ સારી કૉલેજમાં ભણતા એક યંગસ્ટરે પ્રશ્ન કર્યો કે શું મૅસ્ટરબેશનને કારણે નબળાઈ આવી જાય? એ જ કૉલેજમાં ભણતા બીજા એક યંગસ્ટરનો પ્રશ્ન હતો કે શું મૅસ્ટરબેશન કરવાથી પેનિસની સાઇઝ નાની થઈ જાય?

જે કૉલેજમાં હું વિઝિટિંગ એક્સપર્ટ તરીકે લેક્ચર આપવા ગયો હતો એનો વિષય સાઇકોલૉજીનો હતો, પણ બધાને ખબર કે સેક્સોલૉજિસ્ટ પણ છું એટલે લેક્ચર પૂરું થયા પછી યંગસ્ટર્સની લાઇન લાગી ગઈ અને એક પછી એક સવાલ પૂછવાના શરૂ થઈ ગયા. અફસોસની વાત એ છે કે આવેલા એ સવાલમાંથી મોટા ભાગના સવાલો મૅસ્ટરબેશનને લગતા હતા. મનમાં સવાલ જન્મ્યો કે જો આ યંગસ્ટર્સ ઇન્ટરનેટ પરથી ઇચ્છા પડે એટલું સાહિત્ય શોધી લેતા હોય તો તે કેમ આ સવાલોના જવાબ નેટ પર શોધતા નહીં હોય અને ધારો કે નેટ પર જવાબ શોધતા પણ હોય તો શું ત્યાં પણ સાચા જવાબો નહીં મળતા હોય?

હકીકત જરા જુદી છે. આ યંગસ્ટર્સ પોતાની ભ્રમણા ભાંગવાના સવાલોનો જવાબ શોધવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે તો બીજી હકીકત એ છે કે આપણે ત્યાં મોટા ભાગના લોકો એક્સપર્ટ્સને પૂછવાને બદલે ભાઈબંધ-દોસ્તારોની પાસેથી અધકચરું જ્ઞાન મેળવે છે અને પોતે પણ એ જ વાતને પછી સાચી માને છે. ફરી કૉલેજવાળી વાત પર આવીએ તો એ કૉલેજમાં એક છોકરીએ સવાલ કર્યો કે તેને છેલ્લા થોડા મહિનાઓથી પૉર્ન જોવાની આદત પડી ગઈ છે, શું એ નુકસાનકર્તા ગણાય?

હા, જો આદત પડી છે એવું તમને પોતાને લાગવા માંડ્યું હોય તો. વાત અહીં સેક્સ વિષયક જ નહીં, દરેક વિષયને લાગુ પડે છે કે આદત હંમેશાં ખરાબ છે. તમે આનંદ ખાતર ક્યારેક એ પ્રકારનું લિટરેચર વાંચો કે જુઓ તો એમાં કશું ખોટું નથી પણ જો તમને એ જોયા વિના ચેન ન પડે કે બેચેની થયા કરે તો માનવું કે તમે ખોટી દિશામાં આગળ વધવા માંડ્યા છો. થોડા સમય પહેલાં મારી પાસે એક કેસ આવ્યો હતો. હસબન્ડને પૉર્ન જોવાની એવી તે લત લાગી કે પછી તે રિયલ લાઇફમાં પણ સેક્સનો આનંદ લઈ શકતો નહોતો, તેણે બાથરૂમમાં જઈને એવા વિડિયોઝ જોવા પડતા. ત્યાર પછી જ તે પ્રૅક્ટિકલ આનંદ માણી શકતો. આવી લત લાગુ પડે એ પહેલાં ચેતી જવું જોઈએ નહીં તો એની આડઅસર છેક પર્સનલ લાઇફ સુધી પહોંચી શકે છે.

life and style sex and relationships health tips columnists