જીવનની હાફ સેન્ચુરી વટાવ્યા પછી બૉડી ચેકઅપ કરાવો છોને નિયમિત?

13 September, 2024 12:20 PM IST  |  Mumbai | Rajul Bhanushali

જો ન કરાવતા હો તો વર્ષમાં એક વાર કોણે કઈ ટેસ્ટ કમ્પલ્સરી કરાવવી એ વિશે નિષ્ણાત શું કહે છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં મોટા ભાગના લોકો કોઈ પણ પ્રકારનું ચેકઅપ કરાવતાં ડરે છે. પરંતુ સત્ય તો એ છે કે ૫૦ વર્ષની ઉંમર પછી લગભગ દરેક વ્યક્તિએ બની શકે તો દર વર્ષે અને નહીં તો ઑલ્ટરનેટ વર્ષે સંપૂર્ણ બૉડી પ્રોફાઇલ ચેક કરાવતા રહેવું જોઈએ. કોઈ પણ રોગની શરૂઆત હોય ત્યારે જ જો આપણે એનાં લક્ષણો અને કારણો શોધી શકીએ તો એનો ઉપાય વધુ સારી રીતે કરી શકીએ. સ્ત્રી હોય કે પુરુષ, બન્ને માટે અમુક કૉમન ટેસ્ટ છે અને એ ઉપરાંત એવી પણ અમુક ટેસ્ટ છે જે સ્ત્રી અને પુરુષ માટે અલગ-અલગ સજેસ્ટ કરવામાં આવે છે.

છેલ્લાં ચાલીસ વર્ષથી જરનલ ફિઝિશ્યન તરીકે પાર્લામાં પ્રૅક્ટિસ કરતા ડૉ. પરિમલ જરીવાલા કહે છે, ‘નિયમિત ચેકઅપ કરાવતા રહેવાથી સ્વાસ્થ્યને સમયસર સંભાળી શકાય છે. થોડીક આળસ અને બેદરકારી કે પછી ડરીને અથવા પરિણામો શું આવશે એ વિચારીને જે લોકો એ બેદરકારી કરે છે એ પછીથી પોતાના સ્વાસ્થ્યની બહુ મોટી કિંમત ચૂકવતા જોવા મળે છે. એક વાર તમે જીવનના પાંચ દાયકા વટાવી દો એટલે અમુક ટેસ્ટ વર્ષમાં એક વાર તો ફરજિયાતપણે કરાવવી જ જોઈએ.’

ફિફ્ટી પ્લસની વ્યક્તિએ કરાવવા જેવી જનરલ ટેસ્ટ

સ્ત્રીઓ માટે જરૂરી છે આ ટેસ્ટ

સ્ત્રીઓને ૫૦ વર્ષ પછી મેનોપૉઝ આવી જતો હોય છે. મેનોપૉઝ બાદ કાર્ડિઓવૅસ્ક્યુલર સિસ્ટમ પર નજર રાખવી જરૂરી છે. એ જ પ્રમાણે દર વર્ષે મૅમોગ્રાફી કરાવવી પણ હિતાવહ છે. દર મહિને ફિઝિકલ એક્ઝામિનેશન પણ કરવું, જે જાતે કરી શકાય છે. પોતાના ફૅમિલી ડૉક્ટરને મળીને શીખી લેવું જોઈએ. એ ઉપરાંત સર્વાઇકલ કૅન્સર માટેની પૅપ સ્મીઅર ટેસ્ટ પણ દર વર્ષે કે પછી દર બે વર્ષે કરાવતા રહેવું જોઈએ.

પુરુષો માટે જરૂરી છે આ ટેસ્ટ

health tips life and style columnists