મુલુંડના આ બાલ્ટી ફાલૂદા માટે બે જણ તો જોઈએ જ

06 July, 2024 10:40 AM IST  |  Mumbai | Rajul Bhanushali

ઝરમર વરસાદમાં પણ ઠંડા-ઠંડા ફાલૂદા ખાવાની મજા આવશે. ટ્રાય કરજો

બાલ્ટી ફાલૂદા

ફાલૂદા તમે ઘણીબધી વખત ખાધા હશે, પણ આજે અમે જે ફાલૂદાની વાત લઈને આવ્યા છીએ એ જુદા છે. આ ફાલૂદાનું નામ છે બાલ્ટી ફાલૂદા. યસ, તમે સમજી જ ગયા હશો. સિર્ફ નામ હી કાફી હૈ. આ ફાલૂદાને બાલ્ટીમાં જ સર્વ કરવામાં આવે છે અને બાય ધ વે, આ બાલ્ટી એટલી મોટી છે કે એક જણથી આ આખી ખાઈ શકાય એ શક્યતા ઓછી. ઓછામાં ઓછા બે જણ આ બાલ્ટી ફાલૂદામાંથી ધરાઈને ખાઈ શકે.

રબડીનો અફલાતૂન સ્વાદ જીભને જલસો કરાવી દે એવો છે. ડ્રાયફ્રૂટ્સ એટલાંબધાં હોય છે કે રીતસર ચાવવાં પડે. ટૂટીફ્રૂટી અને આઇસક્રીમની સાથે એમાં ચિયા સીડ્સ નાખવામાં આવ્યાં હતાં જે લગભગ દરેક ફાલૂદાની ઓળખ છે. બીજી અનોખી વાત એ કે આ ફાલૂદાને ઉપવાસ ફાલૂદા તરીકે પણ ઓળખવામાં આવે છે. એકટાણા કે ઉપવાસ હોય ત્યારે લોકો આ ફાલૂદા ખાવા આવે છે. ઉપવાસ માટે જોઈએ તો સેવની બાદબાકી થઈ જાય અને રબડી, દૂધ, ભરપૂર ડ્રાયફ્રૂટ્સ અને રોઝ આઇસક્રીમ પર ટૂટીફ્રૂટી ભભરાવીને આપવામાં આવે. આ મજાનો ઑપ્શન છે. ભલેને વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ ઝરમર વરસાદમાં પણ ઠંડા-ઠંડા ફાલૂદા ખાવાની મજા આવશે. ટ્રાય કરજો.

ક્યાં મળશે?
હનુમંતે
આઇસક્રીમ,
એમ. જી. રોડ, શિવસેના ઑફિસની બાજુમાં, મુલુંડ વેસ્ટ. સાંજે ચાર વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી.

mumbai food Gujarati food indian food mulund mumbai