માઉન્ટ એવરેસ્ટ જેવું ડિઝર્ટ

01 January, 2023 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝલર પ્લેટ પર સર્વ થતા આ ડિઝર્ટની સાઇઝ લગભગ એક ફુટથી વધુની છે

માઉન્ટ એવરેસ્ટ જેવું ડિઝર્ટ

થર્ટીફર્સ્ટની પાર્ટી પછી નવા વર્ષે કંઈક મીઠું ખાઈને શરૂઆત કરવી હોય તો મુંબઈમાં ડિઝર્ટ્સના અઢળક ઑપ્શન્સ છે. જોકે વિલે પાર્લે-ઈસ્ટમાં એક એવું ડિઝર્ટ છે જેની સાઇઝ માઉન્ટ એવરેસ્ટ સાઇઝની છે. એમાં ચૉકલેટ, વોફલ, બ્રાઉની, આઇસક્રીમ કોન, ક્રન્ચી ચૉકલેટ બાઉલ્સ જેવી જાતજાતની ચીજો છે. સીઝલર પ્લેટ પર સર્વ થતા આ ડિઝર્ટની સાઇઝ લગભગ એક ફુટથી વધુની છે. જોકે એની ક્વૉન્ટિટી એટલી છે કે કોઈ એક વ્યક્તિ એ પૂરી કરી શકે એમ છે જ નહીં. એમ છતાં જો તમારામાં જિગર હોય અને આખું ડિઝર્ટ એક જ બેઠકમાં પૂરું કરી દઈ શકો એમ હો તો આઉટલેટવાળા તમને ૫૦૦૦ રૂપિયા સામેથી આપશે. આ ચૅલેન્જ ઉપાડી લીધા પછી અચાનક જ શુગર-રશ થઈ જાય એવું ન ઇચ્છતા હો તો ઓછામાં ઓછાં ત્રણથી ચાર જણ હો તો જ આ માઉન્ટ એવરેસ્ટ સાઇઝનું ડિઝર્ટ મગાવવું.
ક્યાં?: ડિઝર્ટ જંક્શન, વિલે પાર્લે-ઈસ્ટ

Gujarati food mumbai food indian food life and style