28 September, 2024 02:10 PM IST | Mumbai | Darshini Vashi
અચીજા, ભગવતી
ગરબા રમ્યા બાદ પેટપૂજા કરવાનું કમ્પલ્સરી જેવું બની ગયું છે અને આમ પણ બે-ત્રણ કલાક સુધી તાનમાં આવીને કૂદી-કૂદીને ગરબા રમ્યા બાદ ભૂખ તો લાગવાની જ છે. એમાં પાછું ગરબા ખેલાતા હોય એની નજીકનાં ફૂડ-સ્ટૉલ અને રેસ્ટોરાંમાં જશો ત્યાં ભીડ પણ રહેવાની જ છે એટલે આ બધું વિચારીને અમે મુંબઈનાં કેટલાંક એવાં સ્થળ શોધી કાઢ્યાં છે જ્યાં મોડી રાત સુધી શટર ડાઉન થતાં નથી. આમ તો મુંબઈમાં નવરાત્રિ રાત્રે ૧૦ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે પણ ત્રણ દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી રમવાની પરવાનગી આપવામાં આવે છે. ત્યારે ખૈલેયાઓને મેદાનની બહાર નીકળતાં-નીકળતાં એક-બે વાગી જતાં હોય છે. એ સમયે મોટા ભાગનાં હોટેલ્સ અને ફૂડ- આઉટલેટ બંધ થઈ જતાં હોય છે અને ખૂબ ઓછી કહી શકાય એવી જગ્યાઓ જ મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોય છે ત્યારે અમે મુંબઈનાં કેટલાંક પસંદગીનાં એવાં ફૂડ-આઉટલેટ્સ અને રેસ્ટોરાંનું લિસ્ટ તૈયાર કર્યું છે જે મોડી રાત સુધી ખુલ્લાં રહે છે તો અમુક તો એવાં છે જે વહેલી સવાર સુધી પણ ખુલ્લાં રહે છે. તો ચાલો, જોઈ લઈએ આ જગ્યાઓ.
મૉનોપોલી
ક્યાં છે? : બોરીવલી, મલાડ અને ઘાટકોપર
ક્યાં સુધી ખુલ્લું રહે છે : રાતના ૩.૩૦ વાગ્યા સુધી (ત્રણે શાખામાં)
શું મળે છે? : પાસ્તા, પીત્ઝા, નાચોઝ, ફ્રાઇસ, બર્ગર વગેરે
પ્રાઇસ રેન્જ : `150થી `350
ઍડ્રેસ : લેન્સલોટ બિલ્ડિંગ, કલ્યાણ જ્વેલર્સની સામે, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ)
સહજાનંદ શૉપિંગ સેન્ટર, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ)
વલ્લભ વિહાર બિલ્ડિંગ, એમ. જી. રોડ, કોટક મહિન્દ્ર બૅન્કની સામે, ઘાટકોપર (ઈસ્ટ)
ભગવતી
ક્યાં છે? : ઈરાનીવાડી, કાંદિવલી (વેસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૩ વાગ્યા સુધી
શું મળે છે? : પાંઉભાજી, મસાલા પાંઉ, તવા પુલાવ, ઢોસા
પ્રાઇસ રેન્જ : `150થી શરૂ
એક બટા દો
ક્યાં છે? : શિવદર્શન, શિંપોલી, બોરીવલી(વેસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૩ વાગ્યા સુધી
શું મળે છે? : બર્ગર, ચિપોટલે રૅપ્સ, પાસ્તા વગેરે
પ્રાઇસ રેન્જ : `150થી શરૂ
મકાબો
ક્યાં છે? : રઘુનાથ નરશી કમ્પાઉન્ડ, પટેલનગરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : સવારે ૪ વાગ્યા સુધી
શું મળે છે? : મોડી રાત્રે એશિયન ફૂડ નહીં મળે પણ પાસ્તા, પીત્ઝા, ચાઇનીઝ વગેરે મળશે (જૈન પણ મળશે)
પ્રાઇસ રેન્જ : સરેરાશ `500 (બે જણ માટે)
અચીજા
ક્યાં છે? : ઘાટકોપર, મુલુંડ, વિદ્યાવિહાર, જુહુ, કાંદિવલી, બોરીવલી, લોઅર પરેલ, નવી મુંબઈ
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૩.૩૦ વાગ્યા સુધી
શું મળે છે? : પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન
પ્રાઇસ રેન્જ : `150થી શરૂ
ઍડ્રેસ : વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર )ઈસ્ટ)
મૉન્ટે પ્લાઝા, એમ.ટી.એન.એલ. કૉલોની, મુલુંડ-વેસ્ટ
નીલકંઠ કૉર્પોરેટ પાર્ક, પ્રીમિયર રોડ, વિદ્યાવિહાર-વેસ્ટ
રત્ન રાજુલ બિલ્ડિંગ, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ)
શોભના અપાર્ટમેન્ટ, ચંદાવરકર રોડ, બોરીવલી-વેસ્ટ
સુપ્રીમ શૉપિંગ સેન્ટર, ક્રિટિકૅર હૉસ્પિટલ સામે, ગુલમહોર રોડ, જુહુ
જનતા ઇન્ડસ્ટ્રીઝ કમ્પાઉન્ડ, પ્લૉટ-નંબર ૧૬૨, સેનાપતિ બાપટ માર્ગ, ફીનિક્સ મૉલની સામે, લોઅર પરેલ
સત્રા પ્લાઝા, સેક્ટર ૧૯ડી, વાશી, નવી મુંબઈ
શિવશક્તિ
ક્યાં છે? : એશિયન બેકરીની સામે, ઈરાનીવાડી, કાંદિવલી(વેસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાતના ૩ સુધી
શું મળે છે? : બિરયાની, રોલ્સ, પાંઉભાજી, રોટી-સબ્ઝી, જૂસ વગેરે
પ્રાઇસ રેન્જ : `150થી શરૂ (જૈન ફૂડ મળશે)
મુંબઈ બાઇટ્સ
ક્યાં છે? : ગિરગામ, માટુંગા, ઘાટકોપર
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી (ત્રણે શાખામાં)
શું મળે છે? : નૂડલ્સ, ફ્રાઇડ રાઇસ, ફ્રાઇસ, જૂસ, મિક્સ પ્લૅટર વગેરે
પ્રાઇસ રેન્જ : સરેરાશ `400 (બે જણના)
ઍડ્રેસ : વલ્લભ સોસાયટી, 90 ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ)
જેએસએસ રોડ, આંબેવાડી, ગિરગામ
ભાઉદાજી રોડ, માટુંગા ફાટક, SBI બૅન્કની સામે, માટુંગા (ઈસ્ટ)
યાદવ ફાસ્ટ ફૂડ
સ્થળ : પૂનમનગર, શાંતિ પાર્ક, મીરા રોડ (ઈસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : સવારે ૪ વાગ્યા સુધી
શું મળે છે? : સૅન્ડવિચ, ગાર્લિક બ્રેડ, પીત્ઝા, મૅગી વગેરે
પ્રાઇસ રેન્જ : `50થી શરૂ
A1 આઇસક્રીમ
સ્થળ : વલ્લભ સોસાયટી, ૯૦ ફીટ રોડ, રેલવે પોલીસ કૉલોની, ઘાટકોપર (ઈસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૨ વાગ્યા સુધી
શું મળે છે? : વિવિધ વરાઇટીનાં આઇસક્રીમ, કૅન્ડીસ, કુલ્ફી, સ્ટિક્સ, ફાલૂદા વગેરે.
પ્રાઇસ રેન્જ : `20થી શરૂ
ચિન ચિન ચુ
ક્યાં છે? : જુહુ પોસ્ટ ઑફિસની બાજુમાં, એ. બી. નાયર એસ્ટેટ, જુહુ
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૧ વાગ્યા સુધી
શું મળે છે? : વેજ સુશી, મોઇતો વગેરે
પ્રાઇસ રેન્જ : `200થી શરૂ
વ્યાસ ભોજનાલય
ક્યાં છે? : માતૃછાયા, અગાસી રોડ, વિરાર (વેસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૧ વાગ્યા સુધી
શું મળે છે? : પંજાબી, ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન થાળી
પ્રાઇસ રેન્જ : `100થી શરૂ
ક્રિષ્ના કૅફે
ક્યાં છે? : શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ લેન, એમ. જી. રોડ, ઘાટકોપર (ઈસ્ટ)
ક્યાં સુધી ખુલ્લું રહે છે? : રાત્રે ૨ વાગ્યા સુધી
શું મળે છે? : ફરાળી વાનગી
(પૅટીસ, સાબુદાણા વડાં વગેરે) અને અન્ય ફાસ્ટ
ફૂડ આઇટમ
પ્રાઇસ રેન્જ : સરેરાશ `400 (કિલો)