28 April, 2022 09:42 AM IST | Mumbai | Shilpa Bhanushali
દહીં (ફાઈલ તસવીર)
ઉનાળામાં જો નિયમિત રીતે દહીંનું સેવન કરવામાં આવે તો ફક્ત શરીર ઠંડુ રહી શકે છે પણ સાથે સ્વાસ્થ્ય પણ બહેતર બને છે. એવામાં એ જાણવું જરૂરી છે કે ઉનાળામાં દહીનું સેવન કેમ કરવું જોઈએ. તો જાણો અહીં વિગતે...
ડાએટ એક્સપર્ટ્સ પ્રમાણે, ઉનાળામાં નિયમિત રીતે દહીં ખાવાથી હાડકાં મજબૂત બને છે. જણાવવાનું કે દહીંમાં કેલ્શિયમ અને ફૉસ્ફોરસ બન્ને ભરપૂર માત્રામાં હોય છે. એવામાં હાડકાંની સાથે દાંતને પણ સ્વસ્થ બનાવી શકાય છે.
જો નિયમિત રીતતે દહીંનું સેવન કરવામાં આવે તો ઇમ્યૂનિટી પણ મજબૂત બને છે. દહીંમાં સારા પ્રમાણમાં ગુડ બેક્ટેરિયા હોય છે જે માત્ર પ્રતિરક્ષા પ્રણાલી જ નહીં પણ સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે.
હેલ્થ એક્સપર્ટ્સ પ્રમાણે, વજન ઘટાડવામાં પણ દહીં ખૂબ જ ઊપયોગી નીવડે છે. દહીંમાં પ્રૉટીન ભરપૂર માત્રામાં હોય છે. તો તેની સાથે જ દહીંમાં હેલ્દી ફેટ્સ પણ હોય છે. એવામાં જો તમે ઊનાળામાં નિયમિત રીતે દહીંનું સેવન કરો છો તો વજન ઘટવાની સાથે સાથે હાઈ કૉલેસ્ટ્રૉલની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
દહીંમાં પ્રૉટીન, કાર્બોહાઈડ્રેટ, સુગર, કૅલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફૉસ્ફોરસ, પૉટેશિયમ, સોડિયમ, ઝિંક, કૉપર, સેલેનિયમ, વિટામીન સી, વિટામીન બી6, વિટામીન એ, વિટામીન બી, વિટામીન કે, ફેટી એસિડ વગેરે પોષક તત્વો મળે છે.