16 July, 2023 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રીટ-ફૂડની વરાઇટી જ્યારે તમે ફાઇવસ્ટારના શેફના હાથે બનેલી ખાઓ તો એનો સ્વાદ પણ કંઈક જુદો જ હોય. ફેરફીલ્ડ બાય મૅરિયટ હોટેલની માડો માડો રેસ્ટોરાંમાં દર વર્ષે જાતજાતના ફેસ્ટિવલ્સ થાય છે. આવતા અઠવાડિયે સ્ટ્રીટ-ફૂડ ફેસ્ટિવલ યોજાવાનો છે જેમાં ભારતનાં વિવિધ રાજ્યોની ગલીઓમાં મળતી શેરી આઇટમોનો લુત્ફ ઉઠાવવા મળશે. છોલે પૅટીસ, કલકત્તાની રોલ ફ્રૅન્કી, મુંબઈનાં વડાપાંઉ, ગુજરાતની દાબેલી, સ્ટ્રીટ સ્ટાઇલ પાંઉભાજી, મોમોઝ, સોયા ચાપ, છોલે કુલચા, ભટુરે છોલે, દિલ્હી ચાટ અને ફાલૂદા કુલ્ફી જેવી આઇટમો સ્ટ્રીટ સ્ટાઇલમાં પણ ખૂબ હાઇજીનિક અને ઑથેન્ટિક સ્ટેટમાં મળશે. એક આખી સાંજ તમે ફાઇવસ્ટાર રેસ્ટોરાંના માહોલમાં એકદમ ટ્રેડિશનલ મેળા જેવી ફીલ સાથે ફરી શકશો અને અનલિમિટેડ સ્ટ્રીટ-ફૂડ માણી શકશો.
ક્યારે?: ૨૧થી ૩૦ જુલાઈ
સમય : સાંજે ૭થી ૧૧.૩૦
ક્યાં?: માડો માડો રેસ્ટોરાં, ફેરફીલ્ડ બાય મૅરિયટ, સાકીનાકા, મુંબઈ
કિંમત : ૨૩૫૮ રૂપિયા (ઇન્ક્લુઝિવ ઑફ ટૅક્સ)