12 September, 2019 08:54 AM IST | | રીડર્સ રેસિપી - ચેતના પરીખ
સામગ્રી
એક કપ બાજરીનો લોટ
પા કપ ઘી + બે મોટી ચમચી ઘી
પા કપ સાકર (આખી)
પા ચમચી મીઠું
પા ચમચી એલચી પાઉડર
ચપટીક જાયફળનો પાઉડર
અડધી ચમચી બેકિંગ પાઉડર
અડધી ચમચી બેકિંગ સોડા
બનાવવાની રીત
-સાકર, એલચી અને જાયફળને પીસી લેવાં.
-અવનને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રી-હિટ કરવું.
-બાજરીનો લોટ, દળેલી સાકર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું બરાબર મિક્સ કરવું.
-થોડું-થોડું ઘી નાખીને મસળીને લોટ બાંધતા જવો. જોઈએ તો થોડુંક વધારે ઘી લેવું. પાણી કે દૂધનો ઉપયોગ કરવો નહીં.
-લોટના નાના-નાના લુઆ કરવા અને જરાક દબાવીને ચપટા કરી લેવા.
આ પણ વાંચો: આવી રીતે બનાવો જૈન ટમૅટો રાવીઓલી
-અવનમાં બેકિંગ ટ્રેમાં
-બટર પેપર લગાડી ઉપર નાનખટાઈ મૂકી ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૫થી ૨૦ મિનિટ બેક કરવું.
-પંદરથી વીસ મિનિટ પછી બહાર કાઢી વાયર રૅક પર નાનખટાઈને ઠંડી થવા મૂકવી.
-આ બાજરીની નાનખટાઈ ચા અથવા કૉફી સાથે સર્વ કરી શકાય.