સ્પાઇસી અને ક્રન્ચી ક્રેવિન્ગ્સનું શું કરું?

04 December, 2023 01:47 PM IST  |  Mumbai | Yogita Goradia

જ્યારે ક્રન્ચી કે સૉલ્ટી વસ્તુઓ ખાવાની ક્રેવિન્ગ થાય ત્યારે સમજવું કે તમે ખૂબ ઇરિટેશન કે ફ્રસ્ટ્રેશનમાં છો. તમને ખૂબ ચીડ ચડે છે અને એકદમ ત્રાસ થઈ ગયો છે. આવા સમયે ક્રન્ચી વસ્તુ ખાવાની એકદમ તલબ લાગે.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૮ વર્ષનો છું અને હેલ્થ માટે ઘણો જાગૃત છું, પણ આજકાલ મને વધુ તીખું અને તળેલું ભાવવા લાગ્યું છે. ઘરે જમ્યા પછી પણ હું ચિપ્સનું પૅકેટ ખોલીને બેસું છું. ઘરનું સાદું-સીધું જમવાનું ભાવતું નથી. એવું લાગે છે કે સ્પાઇસી ખાવું છે, જેને કારણે બહારનો ખોરાક પણ વધી ગયો છે. છેલ્લા ૨-૩ મહિનામાં મારી બદલાયેલી આદતોનું કારણ મને સમજાતું નથી. મારી આ સ્પાઇસી અને ક્રન્ચીની આ ક્રેવિન્ગથી હું કઈ રીતે છૂટી શકું?  
  
 મોટા ભાગના લોકોને સૌથી વધુ સ્પાઇસી અને તળેલી વસ્તુઓ ખાવાની ક્રેવિંગ થાય છે એની પાછળ મુખ્ય કારણ સ્ટ્રેસ. સ્ટ્રેસફુલ લાઇફમાં લોકો બહારનું ખાવાનું વધુ કેમ ખાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ સ્પાઇસી ફૂડ જ છે. એ ખાવાથી ટેમ્પરરી મગજ ખૂલી ગયું છે એવી ફીલિંગ આવે છે. આ ઉપરાંત લાંબા ગાળા સુધી કઈ ન ખાધું હોય, બ્રેકફાસ્ટ સ્કીપ કર્યો હોય તો એવી કન્ડિશનમાં પણ વ્યક્તિને સ્પાઇસી ખાવાની જ ઇચ્છા થાય છે, જે લાંબા ગાળે નુકસાનકારક છે. જ્યારે ક્રન્ચી કે સૉલ્ટી વસ્તુઓ ખાવાની ક્રેવિન્ગ થાય ત્યારે સમજવું કે તમે ખૂબ ઇરિટેશન કે ફ્રસ્ટ્રેશનમાં છો. તમને ખૂબ ચીડ ચડે છે અને એકદમ ત્રાસ થઈ ગયો છે. આવા સમયે ક્રન્ચી વસ્તુ ખાવાની એકદમ તલબ લાગે. જ્યારે તમે એ ખાઓ ત્યારે એના ક્રન્ચથી અને એમાં રહેલા સૉલ્ટથી તમને એ પળ માટે સારું લાગે, પણ પ્રૉબ્લેમ ત્યાં છે જ્યારે એ ક્રન્ચ તરત જ પતી જાય અને તમે એને પાછું મેળવવા વધુ ને વધુ ચિપ્સ ખાવા પ્રેરાવ. જે લોકોને સ્પાઇસી ખાવાની વારંવાર ક્રેવિન્ગ થતી હોય તેમણે દર ૨-૩ કલાકે થોડું-થોડું ખાવાની આદત પાડવી અને ખોરાકમાં બને ત્યાં સુધી વરાઇટી લાવવાની કોશિશ કરવી. આ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ અને બૅલૅન્સ્ડ ડાયટ વડે સ્ટ્રેસને ઘણા અંશે કાબૂમાં લઈ શકાય છે. જ્યારે ક્રન્ચી કે સૉલ્ટી ખાવાની ક્રેવિન્ગ થાય ત્યારે સિંગ, ચણા, મીઠું નાખેલા અને શેકેલા બદામ કે કાજુ વગેરે જેવા નટ્સ કે ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકાય. ગાજર, કાકડી કે કોબીજ જેવા શાકભાજીમાં પણ સરસ ક્રન્ચ હોય છે, જેનું સલાડ કામ લાગી શકે છે. બાકી ગુસ્સો, ઇરિટેશન કે ત્રાસમાંથી મુક્ત થવા એક્સરસાઇઝ બેસ્ટ ઑપ્શન છે. શરીરને કસવાથી મનમાંથી આવી નેગેટિવ ફીલિંગ્સ જતી રહે છે. આ ઉપરાંત રિલેક્સિંગ મ્યુઝિક પણ એટલું જ ફાયદેમંદ છે.

indian food health tips columnists