02 March, 2023 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેફ નેહા રાજેન ઠક્કર
બે કપ - ચણાનો લોટ (બેસન), એક ચમચી - ભાંગનો પાઉડર અથવા, ભાંગનાં પત્તાં હોય તો એને ઝીણાં સમારી લેવાં, ૧/૨ ચમચી અજમો, ૧/૨ ચમચી હળદર પાઉડર, ૧/૨ ચમચી લાલ મરચું, પાઉડર, ૧ ચમચી આમચૂર પાઉડર, બે નાની ડુંગળી - ઝીણી સમારેલી, થોડી કોથમીર ઝીણી સમારેલી, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી બેકિંગ સોડા, તળવા માટે તેલ
રીત
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, મરચું, આમચૂર પાઉડર બધું સરખું મિક્સ કરી લેવું. હવે એમાં ભાંગનાં પત્તાં હોય તો ધોઈ ઝીણાં સમારી મિક્સ કરવાં, ન હોય તો ભાંગનો પાઉડર પણ લઈ શકાય. ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર બધું મિક્સ કરવું. હવે એમાં અજમો હાથમાં થોડોક ઘસીને મિક્સ કરો. હવે થોડું-થોડું પાણી ઉમેરી બૅટર તૈયાર કરવું. હવે બૅટરમાં બેકિંગ સોડા અને ભાંગનો પાઉડર મિક્સ કરી લેવાં. હવે એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે પકોડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. મીડિયમ તાપે પકોડાને તળવા જેથી એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. કૂબ જ ટેસ્ટી ભાંગના પકોડા તૈયાર થશે. ભાંગ પકોડાને કેચપ અથવા ચટણી સાથે પીરસી શકો છો અને સાથે-સાથે હોળીની મજા માણો.
બે વાડકી ઘઉંનો લોટ, ૧ વાડકી ગોળ, ૧ વાડકી પાણી, ઘી તળવા માટે (તેલ પણ લઈ શકાય), ૧ ચમચી ખસખસ, ૧ ચમચી વરિયાળી, ૧ ચમચી એલચી પાઉડર, ચપટી જાયફળનો પાઉડર, બે ચમચી કોપરાનું છીણ, ૧/૨ ચમચી ભાંગ પાઉડર
રીત
ઘઉંના લોટમાં ગોળનું પાણી નાખી આખી રાત માટે પલાળી રાખો. પાણીમાં ગોળ ઓગાળીને ગાળી લેવું. સવારે જ્યારે ગુલગુલા બનાવવા હોય ત્યારે એમાં ખસખસ અને કોપરાનું છીણ, વરિયાળી, એલચી અને જાયફળ પાઉડર, ભાંગનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. તમને લોટમાં જાળી દેખાશે. હવે ઘી ગરમ થાય એટલે ગુલગુલાને ગોલ્ડન બ્રાઉન તળી લો. આ ગુલગુલાને ઠંડા દહીં સાથે સર્વ કરો.