midday

આ ગુજરાતી ગર્લનાં વેજ અને જૈન ક્રૉસોં ફેમસ છે

01 February, 2025 12:50 PM IST  |  Mumbai | Kajal Rampariya

થાણેના માનપાડા વિસ્તારમાં આવેલી હૅપી કપ કૅફે મિલ્કશેક, પાસ્તા અને ચીઝ કેક માટે તો લોકપ્રિય છે જ ત્યારે થોડા સમય પહેલાં પ્રાચી શાહે શરૂ કરેલાં વેજ ક્રૉસોં પણ ગુજરાતી ગ્રાહકોનાં હૉટ ફે​વરિટ બની ગયાં છે
હૅપી કપ કૅફે

હૅપી કપ કૅફે

દેશી સ્ટ્રીટફૂડ ખાઈ-ખાઈને કંટાળેલાને નવી વરાઇટીનો સ્વાદ માણવો ગમે જ છે. એમાંય વળી ઇટાલિયન અને ફ્રેન્ચ ફૂડની બોલબાલા અહીં વધી છે ત્યારે થાણેના માનપાડા વિસ્તારમાં આવેલી હૅપી કપ કૅફેની ફ્રેન્ચ ડિશ ક્રૉસોં અહીંના લોકોની ફેવરિટ બની ગઈ ગઈ છે. કૅફેની શરૂઆત ૨૯ વર્ષની પ્રાચી શાહે કોરોનાકાળમાં કરી હતી. ઇકૉનૉમિક્સમાં ડિગ્રી મેળવ્યા બાદ કુકિંગ પ્રત્યેના પૅશનને કારણે ચાર વર્ષ પહેલાં ફૂડ-બિઝનેસ શરૂ કર્યો અને આજે આ કૅફે ગુજરાતીઓ અને જૈનોનું ફેવરિટ ફૂડ સ્પૉટ બની ગયું છે.

આ કૅફેમાં ચીઝ કેક્સ અને મિલ્કશેકની ઘણી ફ્લેવર્સ મળશે પણ મુખ્ય આકર્ષણ વેજ ક્રૉસોં જ છે. એમાં પણ અહીં જોઈએ એટલી વરાઇટી મળી જશે. ચૉકલેટ આમન્ડ, લોટસ બિસ્કૉફ અને હેઝલનટ ફ્લેવરનાં ક્રૉસોંની બારેમાસ ડિમાન્ડ રહે છે. આ સાથે મૅન્ગો અને સ્ટ્રૉબેરી ફ્લેવરનાં ક્રૉસોં સીઝન હોય ત્યારે જ મળે છે.

લોટસ બિસ્કૉફ ક્રોસો

આ કૅફેમાં બાળકોથી લઈને વયસ્કોને ભાવે એવું બધું જ છે. મોટા ભાગની ચીજો કૅફેની અંદર જ હાઇજિનિક રીતે બને છે. આસપાસનો વિસ્તાર ગુજરાતી હોવાથી એના મોટા ભાગના ગ્રાહકો ગુજરાતી અને જૈન લોકો જ હોય છે. ક્રૉસોં ઉપરાંત અહીંનાં પીત્ઝા, સૅન્ડવિચ, ફ્રાઇસ, પાસ્તા અને ચીઝ કેક પણ બહુ ફેમસ છે.

બેક્ડ સ્ટ્રોબેરી નટેલા ચીઝ કેક

જૈન લોકો માટે પણ આ વાનગીઓ અલગથી બનાવાય છે. કૉમ્બો ફૂડની વાત કરીએ તો હૉટ ચૉકલેટ કૉમ્બો ફેમસ છે. એમાં હૉટ ચૉકલેટની સાથે બટર ક્રૉસોં સર્વ કરવામાં આવે છે.

ક્યાં મળશે? : શૉપ-નંબર 5/A, કૉસ્મૉસ હેરિટેજ, માનપાડા, ટાઇમ શું? : બપોરે ૧૨.૩૦થી રાત્રે ૧૧ સુધી

thane mumbai street food indian food mumbai food life and style gujarati mid-day columnists