જૈન કોકોનટ કરી-રાઇસ

15 October, 2019 05:55 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા

જૈન કોકોનટ કરી-રાઇસ

જૈન કોકોનટ કરી-રાઇસ

આજની વાનગી

સામગ્રી 

☞ બે કપ બાસમતી ભાત
☞ ૧ ટેબલસ્પૂન તેલ અથવા ઘી
☞ ૧/ર કપ પાતળાં લાંબાં સમારેલાં શિમલા મરચાં
☞ ૧/૪ કપ ખમણેલું પનીર
☞ ૧/ર ટી સ્પૂન ઑરેગનો
☞ મીઠું, કાળાં મરી પાઉડર સ્વાદનુસાર
કોકોનટ સૉસ બનાવવા માટે
☞ ૧ કપ ખમણેલું તાજું કોપરું
રીત
૧. ચોખાને ધોઈને એનું પાણી નિતારીને ૧૦-૧પ મિનિટ રાખો. પછી એમાં ૪ કપ પાણી અને થોડું મીઠું નાખીને સીઝવો. ભાત થોડા ઠંડા થાય એટલે થાળીમાં પાથરી છૂટા કરો.
ર. તેલ અથવા ઘી ગરમ કરી એમાં શિમલા મરચાં નાખીને થોડું સાંતળો. પછી રાંધેલા ભાત, પનીર, ઑરેગનો, મીઠું અને કાળાં મરી નાખીને હળવેથી ભેગું કરો. તૈયાર ભાતને રિંગ મોલ્ડમાં નાખીને ઢાંકી દો. મોલ્ડને ગરમ તવા અથવા અવનમાં રાખી પાંચથી ૭ મિનિટ ગરમ કરો.
૩. કોકોનટ સૉસ માટે ના‌રિયેળના કોપરામાં બે કપ ગરમ પાણી નાખી મિક્સરમાં ફેરવો. એને ગાળીને નારિયેળનું દૂધ કાઢો.
૪. ઘી ગરમ કરી એમાં મેંદો નાખીને સાંતળો. પછી એમાં નારિયેળનું દૂધ નાખીને ચમચીથી હલાવીને સૉસ ગાઢો થાય ત્યાં સુધી સીઝવો. એમાં મીઠું, કાળાં મરી અને ખાંડ નાખો.
પ. કરી માટે તેલ ગરમ કરી એમાં ટમેટાં, શાક, લાલ મરચું, જીરું પીસેલું, ઑરેગનો, મીઠું, ખાંડ નાખી સાંતળો. છેલ્લે કોકોનટ સૉસ નાખી સીઝવો.
૬. એક પ્લેટમાં રિંગ મોલ્ડ પલટાવીને એમાંથી ભાત કાઢો. વચ્ચે ખાડો કરો. એમાં કરી નાખી એની ઉપર ખમણેલું પનીર અને પાર્સલી નાખી સજાવો. ગરમાગરમ પીરસો.

Gujarati food mumbai food indian food