20 August, 2019 03:29 PM IST | મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા
ઠંડાઈ પાઉડર
સામગ્રી
૧૦૦ ગ્રામ બદામ
બે ચમચા તરબૂચનાં બી
બે ચમચા ગુલાબની પત્તી
૧ ચમચો કાળાં મરીના દાણા
બે ચમચી વરિયાળી
૧ ચમચી ઇલાયચીના દાણા
અડધી ચમચી કેસર
૩૦૦ ગ્રામ ખાંડ
રીત
બદામ થોડી શેકી ઠંડી કરો. પછી તરબૂચનાં બી, ગુલાબની પત્તી અને વરિયાળી અલગ-અલગ થોડાં શેકી લો. કેસર છોડીને બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં વાટી પાઉડર કરવો. ઝીણી ચાળણીથી ચાળવું. કડાઈ ગરમ કરી એક મિનિટ સુધી કેસર શેકવું. શેકાઈ ગયા પછી એનો પાઉડર કરવો. મિક્સ કરી ડબ્બામાં ભરવો.
આ પણ વાંચો : બનાવો બટાટા, રતાળુ અને શક્કરિયાની કેક
નોંધ : ઠંડાઈ બનાવવા પહેલાં આ પાઉડર ૧૦ મિનિટ દૂધમાં પલાળવો જેથી એનો સ્વાદ વધારે સારો આવે.