23 November, 2024 01:00 PM IST | Mumbai | Darshini Vashi
બેસ્ટી ટોસ્ટી , પેસ્તો પનીર
આજની પેઢી પરિ-પરિ હેલ્થ-કોન્સિયસ બની રહી છે. તેમને નવી નવી વરાઇટીની દેશી-વિદેશી દિશ ખાવાની તો ગમે છે અને એને ટ્રાય કરવા ગમે ત્યાં જવા તૈયાર પણ થઈ જાય છે પણ સાથે-સાથે પોતાની હેલ્થ પ્રત્યે પણ તેઓ સજાગ બની રહ્યા છે. ફાસ્ટ ફૂડની સાથે હેલ્થી ફૂડ ઓપ્શન પણ શોધે છે. તો પછી તેમને કદાચ અહીં મળતી નવી અને થોટી યુનિક કરી શકાય એવી ફૂડ આઇટમ પસંદ પડી શકે છે.
મહાવીરનગરમાં બેસ્ટી ટોસ્ટી નામે એક નાનો ફૂડ સ્ટોલ થોડા મહિના પહેલાં જ શરૂ થયો છે. બે મહિલાઓએ સાથે મળીને શરૂ કરેલા આ સ્ટોલમાં બધું જ નવું અને યુનિક છે. જે તમને શાઈન ડાઈન રેસ્ટોરાંમાં મોંધા ભાવે મળે એ અહીં તેમણે પણ એક્સપરિમેન્ટ કર્યા છે. સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલમાં મળે છે. એવું નથી કે તેઓ ઓછું ભળ્યા છે કે જરૂરિયાતમંદ છે. તેઓ ઉચ્ચ એજયુકેશન ધરાવવાની સાથે ફૂડ ક્ષેત્રે સારોએવો અનુભવ પણ પરાવે છે જેનો ઉપયોગ તેમણે છેલ્લી અને નવી વાનગી લાવવા માટે કર્યો છે. લોકોને જીમે ચડી જાય એવી વાનગી બનાવવા એક્સેસ બટરના બદલે ઓછા બટરનો મલ્ટિોનના લોફનો ઉપયોગ કરે છે તેમ જ એડ તરીકે અવાકાડો, બેબી ટમેટો તેમ જ અન્ય હેલ્ધી વસ્તુઓનો ઉપયોગ કરે છે.
આ સ્ટોલની સૌથી ફેમસ આઈટમ છે અવાકાડો ટોસ્ટ, હેલ્થી રેસિપીઝમાં આ વાનગી ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ છે. નોર્મલ લોકને ગાર્લિક બ્રેડના શેપમાં કટ કરી એને શેકવામાં આવે છે અને એના પર અવાકાડોને સ્પ્રેડ કરી હર્બ્સ નાખો એટલે અવાકાડો ટોસ્ટ તૈયાર. એવી રીતે ટોસ્ટ પર અવાકાડોની સાથે ઉપર સાંતળેલું પનીર નાખીને પણ આપવામાં આવે છે જે પનીર પરતો તરીકે ઓળખાય છે. આવી જ રીતે બુરાટા સેન્ડવિચ જે સ્ટ્રીટ ઉપર બહુ પર જોવા મળે છે. એ પણ અહીં મળે છે. બુરાય ચીઝ દેખાવમાં પણ યુનિક હોય છે. મોઝરેલા અને પીપી ચીઝનું મિશ્રણ કરીને એક પોટલી જેવું બને છે, જે બુચટા તરીકે ઓળખાય. આ પોટલીને કાપો એટલે અંદરથી લિક્વિડ ચીઝ બહાર આવે. સેન્ડવિચમાં ચીઝની સાથે વૈજિટેબારલ્સ પણ નાખેલો હોય છે.
સ્વીટ ડિશમાં અહીં રંભલ મળે છે, જે અલગ જ રીતે બનાવવામાં આવે છે. આવી રીતે અહીં વિવિધ ટોસ્ટ અને સેન્ડવિચ મળે છે જે દરેક અલગ-અલગ ટેસ્ટ અને સામગ્રી સાથે બનાવવામાં આવે છે.
ક્યાં મળશે? : બેસ્ટી ટોસ્ટી. ડીમાર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ) સમય : સાજે ૪થી રાત્રે ૧૨ સુધી