આવી રીતે બનાવો જૈન ટમૅટો રાવીઓલી

29 August, 2019 03:33 PM IST  |  મુંબઈ | આજની વાનગી- ધર્મિન લા‌ઠિયા

આવી રીતે બનાવો જૈન ટમૅટો રાવીઓલી

જૈન ટમૅટો રાવીઓલી

સામગ્રી કવર માટે

☞ ૧ કપ મેંદો

☞ ૧ ટેબલસ્પૂન રાઇસ ફ્લોર

☞ ૪ ટી સ્પૂન તેલ 

☞ પા ટીસ્પૂન મીઠું 

☞ ખાવાનો લાલ રંગ જરૂર પ્રમાણે

☞ ટમેટાનો જૂસ લોટ બાંધવા માટે

પૂરણ માટે

☞ ૧ ટેબલસ્પૂન ઘી 

☞ ૧/ર કપ એકદમ બારીક સુધારેલું મિક્સ શાક (શિમલા મરચાં, બીન્સ વગેરે)

☞ ૧/ર ટીસ્પૂન ઑરેગનો 

☞ મીઠું, કાળાં મરી પાઉડર સ્વાદ અનુસાર

☞ પા કપ છીણેલું પનીર

બેકિંગ માટે

☞ બે કપ વાઇટ સૉસ 

☞ પા કપ છીણેલું પનીર

રીત

૧. મેંદો, રાઇસ ફ્લોર, તેલ, મીઠું અને લાલ રંગ મેળવીને ટમેટાના જૂસથી મધ્યમ કડક લોટ બાંધી ૩૦ મિનિટ માટે માટલા પર મૂકો જેથી ઠંડો થાય.

ર. ભરવા માટે ઘી ગરમ કરી એમાં શાક નાખીને એને ઢાંકીને થોડું નરમ થાય ત્યાં સુધી સીઝવો. એમાં ઑરેગનો, મીઠું, કાળાં મરી નાખી શાકનું પાણી સુકાય ત્યાં સુધી સીઝવો. શાક ઠંડું કરીને એમાં પનીર મિક્સ કરો.

૩. લોટના બે ભાગ કરીને એમાંથી પાતળી રોટલી વણી લો.

૪. એક રોટલી ઉપર થોડું પાણી લગાવીને એના પર થોડા-થોડા અંતરે ૧-૧ ટીસ્પૂન પૂરણ મૂકો. પછી એને બીજી રોટલીથી ઢાંકી દો. પૂરણ બધી બાજુથી દબાવીને બન્ને રોટલી ચીપકાવી દો. કુકીઝ કટર અથવા પીત્ઝા કટરથી નાના ગોળ અથવા ચોરસ ટુકડામાં રોટલીને એવી રીતે સમારો કે પૂરણ એની વચ્ચે આવી જાય અથવા લોટની નાની પૂરી વણીને એના વચ્ચે પૂરણ ભરી દો. ઉપરથી બીજી પૂરી ઢાંકીને એની કિનારીઓ દબાવીને પૂરણને પૅક કરી લો. પછી ગોળ કુકીઝ કટરથી સમારીને સારો આકાર આપો.

આ પણ વાંચો : પર્યુષણમાં તપ અને તન બન્નેનું ધ્યાન રાખે એવું શું બનાવી શકાય?

પ. એક કડાઈમાં થોડું વધારે પાણી લઈને એમાં થોડું મીઠું અને તેલ નાખીને ઉકાળી લો. પછી એમાં રાવીઓલી નાખીને ર-૩ મિનિટ સુધી સીઝવો. પાણી નિતારી ઠંડા પાણીમાં નાખો. એને ઠંડા પાણીમાંથી કાઢી લો.

૬. બેકિંગ ડિશમાં રાવીઓલી મૂકીને એના પર વાઇટ સૉસ નાખો. એના પર ખમણેલું પનીર નાખો. હવે ૧૮૦ ડિગ્રી તાપમાન રાખી ૧૦ મિનિટ સુધી ગ્રિલ કરો.

indian food