બોરીવલીનાં આ પૅટીસ-પાંઉ ટ્રાય કરવા જેવાં છે

06 July, 2024 10:33 AM IST  |  Mumbai | Darshini Vashi

વડાપાંઉ અને રગડા-પૅટીસનું કૉમ્બિનેશન ગણાતાં એવાં પૅટીસ-પાંઉ બહુ ઓછી જગ્યાએ મળે છે

પૅટીસ-પાંઉ

વડાપાંઉ અને રગડા-પૅટીસનું કૉમ્બિનેશન ગણાતાં એવાં પૅટીસ-પાંઉ બહુ ઓછી જગ્યાએ મળે છે. દરેક જ્ગ્યાના સ્વાદ અને સર્વ કરવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. યોગીનગરમાં એક પાંઉભાજીનો સ્ટૉલ છે, પણ ત્યાંની પાંઉભાજી કરતાં પૅટીસ-પાંઉ વધુ ફેમસ છે. ઘણા લોકોએ પૅટીસ-પાંઉ ખાધાં હશે પણ અહીં મળતાં પૅટીસ-પાંઉ થોડાં અલગ છે. સાંજના સમયે અહીં પબ્લિક પૅટીસ-પાંઉની ડિમાન્ડ કરતી જોવા મળશે, જ્યારે રાત્રે અહીં પાંઉભાજી ખાનારા લોકો જોવા મળશે.

બટરની અંદર પાંઉભાજીનો મસાલો અને અન્ય મસાલા નાખીને સાંતળવામાં આવે છે. પછી પાંઉ લઈને એને એ ગ્રેવીમાં બન્ને તરફ સાંતળવામાં આવે છે. ત્યાર બાદ તૈયાર કરેલી પૅટીસ લઈને એ પાંઉની વચ્ચે મૂકવામાં આવે છે. એની ઉપર ટમેટાંની સ્લાઇસ, બારીક સમારેલા કાંદા, પાતળી સેવ અને ચીઝ ખમણીને નાખવામાં આવે છે અને પ્લેટમાં સર્વ કરીને આપવામાં આવે છે.

ક્યાં મળશે?
દિનેશ પાંઉભાજી, યોગી વિહાર સોસાયટી પાસે, યોગીનગર, એક્સર રોડ, બોરીવલી (વેસ્ટ)
સમય : સાંજે ૪ વાગ્યા પછી.

mumbai food indian food mumbai borivali life and style