પાકિસ્તાની સ્ટાઇલનાં પૅન્ટ્સ છે ઇનથિંગ

11 June, 2024 09:56 AM IST  |  Mumbai | Heta Bhushan

ફૅશનમાં કુરતા, ટૉપ કે બ્લાઉઝમાં જાતજાતની નેકલાઇન, ડિઝાઇન્સ, સ્લીવ્સ અને આર્ટવર્ક થતાં હોય છે; પણ હવે બૉટમવેઅર એટલે કે કમરથી નીચે પહેરાતાં પૅન્ટ, પાયજામા, ચૂડીદારમાં પણ ફૅન્સી ક્રીએટિવિટી થાય છે.

પાકિસ્તાની ટ્રાઉઝર

છેલ્લા ઘણા સમયથી ઍન્કલ-લેન્ગ્થ ટ્રાઉઝર્સ બહુ ફેમસ છે. આવાં પૅન્ટ પહેરવાથી મળતો એ-લાઇન લુક અને પેન્સિલ-સ્ટ્રેટ લુકમાં હવે પૅન્ટમાં ફૅન્સી કલર્સ, કટ્સ, હેવી મટીરિયલની ડિઝાઇન ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પાકિસ્તાની ટ્રાઉઝર ડિઝાઇન તરીકે એ ઓળખાય છે. સારા અલી ખાન છાશવારે આવી ડિઝાઇન્સમાં જોવા મળે છે અને બીજી પણ ઘણી અભિનેત્રીઓમાં એથ્નિક લુકમાં ફૅન્સી કૉમ્બિનેશન તરીકે ફર્સ્ટ ચૉઇસ છે. ચાલો આજે જાણીએ પાકિસ્તાની ટ્રાઉઝર લુક ૨૦૨૪ માટે સ્ટ્રેટ પૅન્ટને સ્ટૅન્ડ આઉટ લુક આપવા કેવા-કેવા નવા ફૅન્સી તડકા આજકાલ ઇનથિંગ છે.

અત્યારે લગભગ દરેક એજ ગ્રુપની ફીમેલ્સ દરેક સ્ટાઇલ, દરેક આઉટફિટ કુરતા, કુરતી, લૉન્ગ ટૉપ સાથે રોજ આ ઍન્કલ-લેન્ગ્થ ટ્રાઉઝર જ પહેરવાનું પસંદ કરે છે એમ જણાવતાં કાંદિવલી વેસ્ટનાં ફૅશન-ડિઝાઇનર પ્રીતિ જગડા કહે છે, ‘એનું કારણ એ છે કે એ કમ્ફર્ટેબલ છે. સ્માર્ટ અને ફૅશનેબલ લુક પણ આપે છે અને અત્યારે સ્ટાઇલિશ પાકિસ્તાની ટ્રાઉઝર લુક એકદમ ઇનથિંગ છે, બધાની પહેલી પસંદ છે. ઍન્કલ-લેન્ગ્થ ટ્રાઉઝરમાં કટ પ્રમાણે સ્ટ્રેટ-કટ ટ્રાઉઝર, સ્લિમ ટ્રાઉઝર કે પેન્સિલ પૅન્ટ, ફ્લેર્ડ ટ્રાઉઝર, વાઇડ-લેગ ટ્રાઉઝરની વરાઇટી મોટા ભાગે નૉર્મલ અને સ્ટ્રેચેબલ કૉટન કે રેયૉનમાંથી બને છે અને સૉલિડ કલર્સમાં મળી જાય છે.’

મટીરિયલ 
ફૅન્સી લુક માટે ટ્રાઉઝરના મટીરિયલમાં વેરિએશન્સ હવે જોવા મળે છે; જેમ કે સ્ટ્રેચેબલ કૉટન, રેયૉન, કૉટનમાંથી બનાવેલાં પૅન્ટ તો બધા જ પહેરે છે પણ સ્ટાઇલિશ અને હેવી લુક માટે આ મટીરિયલના સ્થાને સિલ્ક, લિનન, બનારસી, જામેવાર, સાટીન વપરાય છે. શિફોન, ઑર્ગેન્ઝા વગેરે મટીરિયલ સૉલિડ સિલ્ક મટીરિયલ સાથે કૉમ્બિનેશનમાં ઇન્ડો-ફ્યુઝન આઉટફિટનાં ટ્રાઉઝર બનાવવામાં વપરાય છે. એક્સપરિમેન્ટલ ડિઝાઇનમાં ફોક્સ લેધરમાંથી પૅન્ટ બનાવવામાં આવે છે.  

બ્રાઇટ કલર્સ 
બ્લૅક, વાઇટ, બ્રાઉન અને બ્લુ જેવા કૉમન કલર સાથે કોઈ પણ કુરતી મૅચ કરી લેવાય એ કૉમન થિન્કિંગ છે અને દરેક કલરનાં રેડીમેડ પૅન્ટ મળે છે અને સેમ કલર મૅચિંગ હંમેશાં કરવામાં 
આવે છે. પણ હાઈ ફૅશન આઉટફિટ સાથે ફૅન્સી બૉટમ માટે અનયુઝ્અલ બ્રાઇટ કલર્સનો ઉપયોગ થાય છે. એક નહીં પણ બે કલર-કૉમ્બિનેશન સાથે ડિઝાઇનર ગાર્મેન્ટ અનુરૂપ પૅન્ટ 
બનાવે છે.

પ્રિન્ટ્સ 
પ્લેન કુરતી સાથે પ્રિન્ટેડ ટ્રાઉઝર એક્સપરિમેન્ટલ છે, જે કંઈક અલગ પહેરવા માગતા લોકો ટ્રાય કરી શકે છે. સ્ટાઇલિશ અનયુઝ્અલ કટ ધરાવતા પ્લેન કુરતા સાથે પ્રિન્ટેડ, ફ્લાવર પ્રિન્ટ, ઇક્કત પ્રિન્ટ, ટાઇ ઍન્ડ ડાઇ, ઍનિમલ પ્રિન્ટ, સ્ટ્રાઇપ, બાંધણી, પટોળાં, ફુલ પૅન્ટ પ્લેન હોય અને નીચે કે વચ્ચે કે સાઇડમાં કોઈ સ્ટાઇલિશ કટ આપી પ્રિન્ટેડ કાપડ ઍડ ઑન કરવામાં આવે છે.

લેસવર્ક 
નાની લેસની ચારથી પાંચ લાઇનની પૅનલ કે પછી બ્રૉડ લેસ કે કટવર્ક લેસ એન્ડમાં ઍડ કરવાથી સિમ્પલ ટ્રાઉઝર ડિઝાઇનર લુક આપે છે. બ્રૉડ ટ્રાન્સપરન્ટ વર્કવાળી લેસ એકદમ સૉફિસ્ટિકેટેડ લુક ઈઝીલી આપે છે. આ લેસવર્કમાં ઘણા ઑપ્શન્સ છે અને સેમ મૅચિંગ લેસ કે કૉન્ટ્રાસ્ટ લેસ પણ સરસ લાગે છે. હેવી ડ્રેસ અને કુરતી સાથે ટ્રાઉઝર પર પણ હેવી લેસવર્ક પૅનલ ક્રીએટ કરવાથી ડિફરન્ટ લુક મળે છે. એક બૉર્ડર એમ્બ્રૉઇડરી લેસવર્ક અને એક કટવર્ક લેસનું કૉમ્બિનેશન કે સાઇડમાં બ્રૉડ લેસ ડિફરન્ટ લુક આપે છે.

પૅચ અને એમ્બ્રૉઇડરી વર્ક 
સ્ટ્રેટ ટ્રાઉઝર પર પૅચવર્ક કે કપડાની પાઇપિન કે પટ્ટીથી સરસ પૅટર્ન ક્રીએટ કરવામાં આવે છે. 
સ્ટ્રેટ પૅન્ટના એન્ડને સ્ટ્રેટ નહીં પણ ફૅન્સી રાઉન્ડ કે વી કટ કે પેટલ કટ આપવામાં આવે છે, જે થોડો યુનિક લુક આપે છે. ફૅન્સી સ્ટ્રેટ ટ્રાઉઝર પર ની-લેન્ગ્થ સુધી નીચેથી ઉપર સુધી જતું હેવી એમ્બ્રૉઇડરી વર્ક હોય અને ઉપર પ્લેન અસિમેટ્રિકલ ટૉપ પહેરવાથી સુપર ફૅશનેબલ ફૅન્સી લુક મળે છે. બન્ને સાઇડ એમ્બ્રૉઇડરી ધરાવતાં પૅન્ટ પર સાઇડ કટવાળી સ્ટ્રેટ કટ કુરતી સુપર્બ કૉમ્બિનેશન બની શકે.

પિનટક્સ ડિઝાઇનિંગ 
પ્લેન ટ્રાઉઝરમાં પિનટક્સ વર્ક સાથે ઘણીબધી જુદી-જુદી બૉર્ડર ડિઝાઇન ક્રીએટ કરી શકાય છે જે સાવ સિમ્પલ પ્લેન ટ્રાઉઝરને સરસ ઉઠાવ આપી દે છે. કૅઝ્યુઅલ લુકમાં આ ડિઝાઇન લિટલ સ્ટાઇલિશ લુક આપે છે.

સ્ટ્રેટ ટ્રાઉઝર સાથે ધ્યાનમાં રાખવાની બાબત

સ્ટ્રેટ ટ્રાઉઝર બધા જ પહેરે છે પણ એ પહેરવા સાથે ધ્યાન રાખવા માટે ડિઝાઇનર સ્ટાઇલિંગ ટિપ્સ આપતાં પ્રીતિ કહે છે, ‘ફૅશન અને ક્લોધિંગ તમારી પર્સનાલિટી અને કૅરૅક્ટર દર્શાવે છે. એટલે સૌથી પહેલાં પ્રૉપર ફિટ અને ક્વૉલિટી સ્ટ્રેચેબલ કે હેવી મટીરિયલનું ટ્રાઉઝર પસંદ કરવું. કૉમ્બિનેશન મૅચિંગ કલર તમારા પર શોભે એવો પસંદ કરવો. કલર અને કટ સ્ટાઇલ તમારી બૉડી-ટાઇપ અને એજને અનુરૂપ પસંદ કરવા. બહુ હેવી કુરતો કે ટૉપ હોય તો પૅન્ટમાં ડિઝાઇનિંગ મિનિમલ રાખવું અને એકદમ વર્કવાળું કે ફૅન્સી લુકનું ટ્રાઉઝર પસંદ કર્યું હોય તો કુરતો પ્લેન પસંદ કરવો અથવા મિનિમલ ડિઝાઇનિંગ રાખવું. ટૉપ અને ટ્રાઉઝર બન્નેમાં હેવી એમ્બ્રૉઇડરી કે હેવી ફૅન્સી બટન વર્ક કે કટવર્ક ન કરાવવું. બૅલૅન્સ જાળવવું જરૂરી છે. સ્ટ્રેટ ટ્રાઉઝર અને ઍન્કલ પાસે થોડા બેલ શેપના ટ્રાઉઝર દરેક બૉડી-ટાઇપ પર સારાં લાગે છે. સ્લિમ ટ્રાઉઝર નૉર્મલ અને પાતળી બૉડી-ટાઇપ પર સારાં લાગે છે પણ બહુ પાતળી બૉડી- ટાઇપની ફીમેલે પેન્સિલ ટ્રાઉઝર પહેરવાથી બચવું.’

fashion news fashion life and style columnists gujarati mid-day