નીતા અંબાણીએ ક્રૂઝ-પાર્ટીમાં પહેરેલી ૩ કરોડ રૂપિયાની વૉચની ખાસિયત શું?

05 June, 2024 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંબાણી-પરિવારના કોઈ પણ ફંક્શનમાં નીતા અંબાણીનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ હંમેશાં ચર્ચામાં રહે છે.

૩ કરોડ રૂપિયાની વૉચ

અંબાણી-પરિવારના કોઈ પણ ફંક્શનમાં નીતા અંબાણીનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ હંમેશાં ચર્ચામાં રહે છે. જામનગરમાં દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં નીતા અંબાણીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. હવે ક્રૂઝ પર યોજાયેલી બીજી પ્રી-વેડિંગ પાર્ટીનો લુક પણ વાઇરલ થઈ રહ્યો છે. ક્રૂઝ-પાર્ટીની છેલ્લી ઇવેન્ટ ‘લા ડોલ્સે વિટા’માં તેમણે સુંદર વાઇટ મૅક્સી ડ્રેસ પહેર્યો હતો. આ ફ્લોરલ ડિઝાઇનવાળા ડ્રેસની કિંમત ૬ લાખ રૂપિયા છે. જોકે તેમણે પહેરેલી વૉચ તો આ ડ્રેસ કરતાં અનેકગણી મોંઘી છે. નીતા અંબાણીએ જેકબ ઍન્ડ કો બ્રૅન્ડની ટ્રાન્સપરન્ટ વૉચ પહેરી હતી જેની કિંમત લગભગ ૩ કરોડ રૂપિયા છે. આ ટાઇમલેસ વૉચની ખાસિયત એ છે કે એના 18K રોઝ ગોલ્ડથી બનેલા ડાયલમાં રેઇનબો સફાયર જડેલા છે અને એની ઉપર ૨૮૮-ફેસેટ જેકબ-કટ ગ્રાસ-ગ્રીન ત્સાવોરાઇટ સ્ટોન છે. રંગબેરંગી છતાં સિમ્પલ દેખાતી વૉચ નીતા અંબાણીને એલિગન્ટ લુક આપતી હતી.

mumbai news mumbai nita ambani