જ્યારે કપડાં તમારા વતી કહેતાં હોય આઇ ઍમ ધ બૉસ!

17 July, 2024 12:18 PM IST  |  Mumbai | Heta Bhushan

પ્રોફેશનલ વર્લ્ડની સાથે-સાથે પાર્ટી લુકમાં પણ પૉપ્યુલર થઈ રહેલી આ નવી ડ્રેસિંગ સ્ટાઇલને સમજીએ

પ્રતીકાત્મક તસવીર

થોડાક સમય પહેલાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રેડ શૉર્ટ્‍સ વિથ બ્લેઝર લુકમાં અને આલિયા ભટ્ટ જીન્સ વિથ બ્લેઝર લુકમાં દેખાઈ. આજકાલ આ પ્રકારના ડ્રેસિંગને પાવર-ડ્રેસિંગ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. પ્રોફેશનલ વર્લ્ડની સાથે-સાથે પાર્ટી લુકમાં પણ પૉપ્યુલર થઈ રહેલી આ નવી ડ્રેસિંગ સ્ટાઇલને સમજીએ.

કરીઅરમાં આગળ વધવું અને ટૉપમોસ્ટ પોઝિશન મેળવવી આજકાલની યુવતીઓનું પૅશન બનતું જાય છે અને કરીઅરમાં પ્રોફેશનલ લુક મેળવવા અથવા જ્યાં જાઓ ત્યાં અલગ છાપ છોડવા માગો છો તો જાણી લો ફૅશન સ્ટાઇલ પાવર-ડ્રેસિંગ વિશે. તમારી ડ્રેસિંગ સ્ટાઇલ દ્વારા  તમારા કૉન્ફિડન્સ અને સેલ્ફ-એસ્ટીમને હાઇલાઇટ કરો. પર્ફેક્ટ બ્લેઝર સાથે જીન્સ, પૅન્ટ, સ્કર્ટ, શૉર્ટ્સ કઈ રીતે મૅચ કરવાં એ વિશે ૧૨ વર્ષથી વધારે અનુભવ ધરાવતાં બૉલીવુડ સેલિબ્રિટીઝનાં સ્ટાઇલિસ્ટ હેમલતા પારીવાલ કહે છે, ‘પાવર-ડ્રેસિંગ તમારા આત્મવિશ્વાસને વધારે છે. આ ડ્રેસઅપથી તમે તમારા આઉટલુક દ્વારા તમારી ઑથોરિટી સાબિત કરી શકો છો. પાવર-ડ્રેસિંગ માટે સૌથી જરૂરી છે વ્યવસ્થિત, તમારા મેઝરમેન્ટ પ્રમાણેનું એક સરસ બ્લેઝર. આ બ્લેઝર જ તમારા બૉસ લેડી લુકને એલિવેટ કરશે એટલે એની પસંદગી પર ખાસ ધ્યાન આપવું. બ્લેઝર લુક પૅન્ટ, સ્કર્ટ, ડેનિમ કે શૉર્ટ્સ સાથે કૉમ્બિનેશનમાં ક્રીએટ કરી શકાય છે.’

પૅન્ટ સાથે

નેવી બ્લુ બ્લેઝર સાથે સફેદ, ક્રીમ કે બીજું કોઈ લાઇટ કલર પેન્સિલ પૅન્ટ ક્રિસ્પ પ્રોફેશનલ લુક આપશે. બ્લૅક બ્લેઝર અને ડાર્ક વૉશ્ડ સ્ટ્રેટ ફિટ ટ્રાઉઝર ફૉર્મલ લુક આપશે. ગ્રે બ્લેઝર અને બ્લૅક પૅન્ટ કે બ્લુ પૅન્ટ હંમેશાં વર્સટાઇલ બિઝનેસ આઉટફિટ છે.

જીન્સ સાથે

નૉર્મલ બ્લુ ડેનિમ સાથે લાઇટ પેસ્ટલ કલર ટૉપ કે ટી-શર્ટ સાથે કોઈ પણ લાઇટ કલર બ્લેઝર એકદમ કૅઝ્યુઅલ યટ પાવરફુલ લુક આપે છે. ડાર્ક વૉશ્ડ બ્લૅક કે બ્લુ સ્કિની ડેનિમ સાથે વાઇટ શર્ટ કે ટૉપ અને ઉપર બ્લૅક કે નેવી બ્લુ બ્લેઝર નૉન-ફૉર્મલ પણ વર્કપ્લેસ પર અલગ ઇમ્પ્રેશન છોડતો લુક આપે છે.

શૉર્ટ્‍સ સાથે

શૉર્ટ્સ સાથે બ્લેઝર પાવર પ્લસ પાર્ટી લુક ગણાય છે. ટ્રેન્ડી લુક માટે સફેદ કે બેજ કલરની શૉર્ટ્સ સાથે ગ્રાફિક ફૅન્સી ટી-શર્ટ પર કોઈ પણ લાઇટ વેઇટ પેસ્ટલ કલરનું બ્લેઝર પસંદ કરવું. સ્ટાઇલિશ પાર્ટી લુક માટે હાઈ-વેસ્ટેડ શૉર્ટ્સ સાથે ફ્રિલવાળાં બ્લાઉઝ સાથે ડેનિમ બ્લેઝર પેર-અપ કરવું. મૅચિંગ શૉર્ટ્સ અને બ્લેઝર અને અંદર કૉન્ટ્રાસ્ટ રંગનું ટૉપ હંમેશાં ઇનથિંગ છે.

સ્કર્ટ સાથે

પેન્સિલ સ્કર્ટ સાથે મૅચિંગ ટૉપ પર ફિટેડ બ્લેઝર પૉલિશ્ડ પ્રોફેશનલ લેડી લુક આપે છે. લૉન્ગ મિડી કે મૅક્સી સ્કર્ટ સાથે ટી-શર્ટ કે ટૉપ પર બ્લેઝર સરસ લાગે છે. લૉન્ગ ડ્રેસ પર પ્રિન્ટેડ બ્લેઝર પણ પાર્ટી લુક આપે છે.

ઍક્સેસરીઝમાં શું પહેરશો?

પાવર-ડ્રેસિંગને એલિવેટ કરવા માટે ઍક્સેસરીઝની વાત કરતાં સ્ટાઇલિસ્ટ હેમલતા કહે છે, ‘આમ તો પાવર-ડ્રેસિંગમાં તમારો કૉન્ફિડન્સથી ચમકતો ચહેરો જ જરૂરી છે. આ સાથે સિમ્પલ લુક માટે મોતી કે ડાયમન્ડની પ્લૅટિનમ કે ગોલ્ડ નાની જ્વેલરી પહેરી શકાય. બોલ્ડ લુક માટે મોટાં મોતીનો કે સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ નેકલેસ કે ડિફરન્ટ એરિંગ્સ ઓકેઝન પ્રમાણે પહેરી શકો છો. હાથમાં એલિગન્ટ વૉચ ચોક્કસ પહેરવી જરૂરી છે. બૉસ લેડી લુકને વધુ પ્રોફેશનલ ટચ આપવા બ્રીફકેસ ડિઝાઇનની અથવા પ્રૉપર લંબચોરસ કે ચોરસ શેપની હૅન્ડબૅગ પસંદ કરવી. ફુટવેઅરમાં હાઈ હીલ્સ સૌથી સરસ લાગે છે, પણ એવરી ડે લુકમાં લોફર્સ શૂઝ પણ પેર-અપ કરી શકાય છે.’

fashion news fashion life and style columnists