બ્લેક આઉટફિટ્સથી ભરપૂર છે કિંજલ પંડ્યાનું વૉર્ડરૉબ

28 December, 2022 12:15 PM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેત્રી શોપોહૉલિક છે એટલે કપડાં રાખવા માટે બે વૉર્ડરૉબ પણ ખાલી પડે છે

કિંજલ પંડ્યા શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

અનેક હિન્દી સિરિયલમાં અભિનયનો જાદુ પાથરનાર અને ‘વાલમ જાઓ ને’ ફિલ્મ દ્વારા દર્શકોમાં લોકપ્રિય થનાર અભિનેત્રી કિંજલ પંડ્યા આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

 

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : સ્લાઇડિંગ ડૉર વાળા ફુલ સાઇઝના બે વૉર્ડરૉબ છે મારા અને આ બન્ને હંમેશા ફુલ જ હોય છે. દરેક છોકરીઓનો જે પ્રોબ્લેમ હોય ને, કપડાં રાખવા જગ્યા ઓછી પડે છે. બસ, મારા જીવનમાં પણ આ તકલીફ છે જ.

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : બ્લેક આઉટફિટ્સનો ખજાનો જોવા મળે એ વૉર્ડરૉબ મારું. આમ તો મારા વૉર્ડરૉબની બીજી ખાસિયત એ છે કે, મૅસી હોય. હું મૅસી રાખું છું એવું નથી. મને તો અતિશય વ્યવસ્થિત રાખવા જોઈએ. પરંતુ મારી પાસે કપડાં એટલા બધા છે કે રાખવા માટે જગ્યા ઓછી પડે અને પછી વૉર્ડરૉબ મૅસી લાગે.

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : હું મુંબઈમાં રહું છું અને મારા પેરેન્ટ્સ અમદાવાદ. એટલે મમ્મી મુંબઈ આવે ત્યારે કહે કે, ‘કિંજલ બેટા આ વૉર્ડરૉબ કેટલું અસ્તવ્યસ્ત છે.’ મમ્મી આમ કહે અને પછી પોતે જ ગોઠવી આપે. બાકી, સામાન્ય રીતે વૉર્ડરૉબ ગોઠવવાનો સ્પેશ્યલ સમય છ મહિને કાઢી જ લેતી હોવ છું.

 

આ પણ વાંચો - વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : સતત ટ્રાવેલિંગ અને શૂટિંગને કારણે વૉર્ડરૉબ ગોઠવવા સમય ફાળવવો બહુ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જ્યારે સમય મળે ત્યારે એક-એક ખાનું સાફ કરું એટલે એકસાથે મુશ્કેલી ઓછી પડે.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : હું સેક્શન મુજબ કપડાં ગોઠવું છું. જીન્સની એક થપ્પી, ટી-શર્ટ એક બાજુ, એક બાજુ ટ્રેડિશનલ બસ એ જ રીતે.

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : વૉર્ડરૉબમાં મૅસ ન થાય એટલે તમે જ્યારે જે કપડું લો એ ત્યારે જ મુકી દેવાનું. આજે એક કપડું બહાર કાઢો તો કાલે કાઢેલું કપડું આજે જ અંદર મુકી દેવાનું અને એ પણ તેની જગ્યાએ. આમ કરવાથી તમારે એકસાથે કપડાં ગોઠવવામાં સમય વધુ નહીં ફાળવવો પડે અને ગોઠવાઈ પણ જલ્દી જશે.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : સાચું કહું તો ના. પણ હા, હું જ્યારે શરુઆતમાં મુંબઈ આવી ત્યારે પીજીમાં અપાર્ટમેન્ટમાં રહેતી હતી એટલે મારી રુમમેટ સાથે શૅર કરવું પડતું હતું.

 

આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ :હું શોપોહૉલિક છું. એટલે કપડાંની ખરીદીમાં તો ગણતરી હોતી જ નથી. એટલે પછી કપડાંની ગણતરી તો ક્યાંથી હોય! (ખડખડાટ હસે છે). હા પણ મારી પાસે શૂઝ/ચપ્પલ ૧૦૦ જોડી છે. પણ એ વાત જુદી છે, જેમાંથી હું પહેરું માત્ર ચારથી-પાંચ જોડી જ છું.

ચપ્પલનો એક કિસ્સો સાંભળશોને તો તમને મારું ચપ્પલ પ્રત્યેનું ગાંડપણ સમજાશે. એકવાર મને ‘ફૉરેવર 21’ના હિલ્સવાળા ડેનિમ બૂટ્સ હતા જે બહુ જ ગમી ગયા પણ સ્ટૉરમાં મારી સાઇઝ નહોતી. મને બહુ જ અફસોસ થયો. પણ બસ મને આ બૂટ્સ જોઈતા હતા મેં ઓનલાઈન ચૅક કર્યું પણ ઓનલાઈન પણ નહોતા. તમે નહીં માનો એ બૂટ્સ માટે મેં ઇન્ડિયાના બધા જ ‘ફૉરેવર 21’ના સ્ટૉરમાં ફોન કરીને પુછ્યું કે આ અવેલેબલ છે કે નહીં. તો પણ ન મળ્યા. એટલે મેં આશા છોડી દીધી. પછી થોડાક સમય બાદ મેં મારી ફ્રેન્ડને એ જ બૂટ્સ પહેરેલી જોઈ. ત્યારે હું શૉક થઈ ગઈ અને મેં એને પુછ્યું ત્યારે ખબર પડી કે, તેને એ જ સ્ટોરમાંથી મળ્યા જ્યાં મેં પહેલીવાર જોયા હતા. પછી એ સ્ટોરમાં હું પાછી ગઈ અને રિક્વેસ્ટ કરી કે આ બૂટ્સ આવે તો મને કૉલ કરજો. પણ થોડાક દિવસ સુધી કોઈ જ રિપોન્સ ન આવ્યો અને હું હતાશ થઈ ગઈ. પણ પછી હું ૧૫-૨૦ દિવસ બાદ શોપિંગ કરવા ગઈ ત્યારે મને એ બૂટ્સ મળી ગયા અને હું જે ખુશ થઈ હતી. જોકે, એ બૂટ્સ મેં આજ સુધી એક જ વાર પહેર્યા છે.

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : લગભગ ત્રણ વર્ષ પહેલા મેં એક એવૉર્ડ ફંક્શનમાં પહેરવા માટે ગાઉન બનાવડાવ્યું હતું. જેની કિંમત ૨૪,૦૦૦ જેટલી હતી અને બસ મેં એ એક જ વાર પહેર્યું છે.

સસ્તાંમાં તો સ્ટ્રીટ શોપિંગ કરી હોય ત્યારના અનેક આઉટફિટ્સ છે. હું શોપોહૉલિક છું પણ બ્રાન્ડહૉલિક નથી. એટલે તમને મારા વૉર્ડરૉબમાં સસ્તાં અને સેલમાંથી લીધેલા કપડાં પણ જોવા મળશે જ.

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : ડેનિમનું સેક્શન.

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : બ્લૂ ડેનિમ, વાઇટી-શર્ટ, ક્લાસી બ્લેક ડ્રેસ, ક્લાસી ઇન્ડિયન સાડી અને એક ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ તો વૉર્ડરૉબમાં હોવું જ જોઈએ.

 

આ પણ વાંચો - હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : મારું માનવું છે કે, કમ્ફર્ટ હોવું જરુરી છે. જો તમે કમ્ફર્ટેબલ હશો તો સ્ટાઇલ ઑટૉમેટિકલી કૅરી કરી જ શકશો.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : ટ્રેન્ડ્સ ફૉલૉ હું કરતી હોવ છું. પહેલાં એ ટ્રેન્ડ્સ ટ્રાય કરું અને પછી જો મારા પર સૂટ થાય તો ફૉલૉ કરું.

મારી સ્ટાઇલ હું ઇન્ડો-વેસ્ટર્ન કહી શકું. ઇન્ડિયન અને વેસ્ટર્નનનું મિસ મેચ કરીને હું ઘણીવાર પહેરતી હોવ છું અને મને આ મિસ-મેચ કરવામાં સૂઝ પણ બહુ પડે છે. મારા ફૅમેલી અને ફ્રેન્ડસ મને હંમેશા મિસ-મેચ અને ઇન્ડો-વેસ્ટર્ન લૂક્સ માટે કૉમ્પલિમેન્ટ્સ પણ આપે જ છે.

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : ના એવું ક્યારેય નથી થયું. પણ હા તાજેતરમાં એકવાર ફિલ્મના પ્રમોશન માટે અમારે કૉલેજમાં જવાનું હતું ત્યારે હું કેઝ્યુલ ડ્રેસ પહેરીને ગઈ હતી અને પછી ત્યાંપ હોંચ્યા ત્યારે ખબર પડી કે ઇવેન્ટ તો ઓપન ગ્રાઉન્ડમાં હતું. તડકો એટલો બધો હતો કે ટેન થઈ જવાય. ત્યારે મને થયું કે યાર આ શું કપડાં પહેરી લીધા!

 

આ પણ વાંચો - વૉક-ઇન વૉર્ડરૉબ મારી વિશલિસ્ટમાં છે : અંજલી બારોટ

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : ફેશન માટે હું એક જ બાબતમાં માનું છું, ‘Shop Your Shape’. તમારી બૉડીના શૅપને આધારે ફેશન કરશો તો તે વસ્તુ તમારા પર વધુ નિખરશે.

life and style fashion fashion news dhollywood news gujarati film wednesday wardrobe rachana joshi