12 October, 2022 02:15 PM IST | Mumbai | Rachana Joshi
રોનક કામદાર શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
‘ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડર’, ‘૨૧મું ટિફિન’, ‘નાડી દોષ’ અને ‘ચબૂતરો’ ફૅમ અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું વ્યવસાયે આર્કિટેક્ટ પણ છું એટલે મારા વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું. જ્યારે નવું વૉર્ડરૉબ બનાવવાનું હોય ત્યારે નવી ડિઝાઇન સાથે એક્સપ્રિમેન્ટ કરતો હોવ છું. હમણા થોડાક સમય પહેલા જ મારું નવું વૉર્ડરૉબ બનાવ્યું છે. આ વખતે ફુલ વૉલમાં વૉકિંગ વૉર્ડરૉબ સ્ટાઇલનું બનાવ્યું છે. આ નવા વૉર્ડરૉબમાં હજી તો અડધા કરતા વધુ કપડાં ગોઠવવાના પણ બાકી છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : વૉર્ડરૉબમાં સામાન્ય રીતે વુડનના દરવાજા હોય છે. જ્યારે મારા આ નવા વૉર્ડરૉબના દરવાજા પર બહારની બાજુ ફુલ લેન્થ મિરર છે. જે મોર્ડન લૂખ તો આપે જ છે. પરંતુ સાથે-સાથે તૈયાર થવામાં પણ બહુ મદદરુપ થાય છે. તે સિવાય વ્યવસ્થિત રીતે મુકેલા કપડાંને પણ મારો યુએસપી કહી શકાય.
આ પણ વાંચો : હું વૉર્ડરૉબ ગોઠવવાનો કૉન્ટ્રેક્ટ લઇ શકું છું : ઈશા કંસારા
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : મહિનામાં કદાચ એકાદ વાર વૉર્ડરૉબ ગોઠવતો હોઈશ. એક તો મને કપડાનો બહુ શોખ એટલે હું કપડા ખરીદતો જ હોવ છું. ભલે હું મારું વૉર્ડરૉબ જાતે ડિઝાઇન કરું છું તો પણ ક્યારેક છે ને કપડાં માટે જગ્યા ઓછી પડે છે.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : કપડાના કલેક્શનની વાત તો ન કરો એ જ સારુ. કારણકે મને કપડાનો બહુ જ ગાંડો શોખ છે. હું કપડાની ખરીદીમાં જ ઇનવેસ્ટમેન્ટ કરતો હોવ છું. ક્યારેક તો મારો રુમ જ મારું વૉર્ડરૉબ બની જાય છે. રુમના ખુણે-ખુણે કપડા પડ્યા હોય. જ્યારે મમ્મી-પપ્પાની વઢ પડેને તેમા પણ ખાસ કરીને પપ્પાની ત્યારે તરત જ કપડા એની જગ્યાએ ગોઠવવા જ પડે. મારા પપ્પા અલ્ટ્રા ઓર્ગનાઇઝ્ડ વ્યક્તિ છે અને મારા રુમમાં જો ક્યારેક આ રીતે આડા-અવળા અને ખુણે-ખુણે કપડાં પડ્યા હોય તે તેમને સહેજ પણ ન ચાલે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : જ્યારે પણ હું મારું વૉર્ડરૉબ ગોઠવું ત્યારે દરેક પ્રકારના કપડાની અલગ થપ્પીઓ કરું. ટી-શર્ટ હોય તો તેમા પ્રિન્ટેડ બધા એકસાથે અને પ્લેન એકસાથે. શર્ટ્સમાં પણ એ જ રીતે ફોર્મલ્સ અલગ અને કેઝ્યુલ શર્ટ્સની થપ્પી જુદી. મને મારું વૉર્ડરૉબ એકદમ ઓર્ગેનાઇઝ્ડ રાખવું ગમે. ભલે અમુક કપડાં બહાર પડ્યા હોય પણ અંદર જેટલા હોય એ વ્યવસ્થિત જ હોય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : એક ટિપ છે જે હું પણ નથી ફૅલો કરતો, પણ મારે કરવી જોઈએ એવું મને લાગે છે. તમે દરરોજ જે કપડાં કાઢો-મૂકો એને તે જ દિવસે તે જગ્યાએ વૉર્ડરૉબમાં પાછા મૂકી દો ને તો વૉર્ડરૉબ ગોઠવવું પડશે એવો પ્રશ્ન જ ન રહે જીવનમાં.
આ પણ વાંચો : મારા વૉર્ડરૉબ સિક્રેટ્સને સિક્રેટ જ રહેવા દો તો સારું : યશ સોની
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : હું કપડા બાબતે થોડોક ચૂઝી છે. મારા બોડી સટ્રક્ચર એટલે કે હાઇટ-બોડીને કારણે હું ચોક્કસ પ્રકારના ફિટિંગ વાળા કપડા જ પહેરું છું. હું જલ્દી કોઈના કપડામાં ફીટ થાવ નહીં. મારા કપડાં જો કોઈ ફ્રેન્ડ કે ફૅમેલી મેમ્બર લઈ જાય અને તેને પ્રોપર ફિટિંગ આવતું હોય તો મને વાંધો નહીં. પણ જો કોઈને મારા ફિટિંગ વાળા કપડાનું ફિટિંગ વ્યવસ્થિત ન થાય અને તેમને કટોકટ થાય તો પછી મારી બોડી પર એ યોગ્ય રીતે ન ફિટ થાય એટલે મને મજા ન આવે. જ્યારે આવું બને ત્યારે હું મારા મિત્રને કહી દઉં કે ભાઈ હવે આ કપડાં તું જ રાખી લે, તું પહેરજે.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : જો હું ગણતરી કરીશને કે મારી પાસે કેટલા જોડી કપડાં છે તો મને ગિલ્ટ થશે કારણકે મારી પાસે બહુ કપડા છે. મને કપડાનો ગાંડો શોખ છે. હું થોડાક સમય પહેલા શૂટિંગ માટે યુએસ ગયો હતો. ત્યારે મેં શોપિંગ મટે ખાસ સમય કાઢ્યો હતો. મેં મારી ટ્રીપ પણ એ રીતે પ્લાન કરી હતી કે, ત્યાં ઇન્ડિયન મેમોરિયલ ડે અને ઇન્ડિપેન્ડન્સ ડેની આસપાસ ટ્રીપ પ્લાન કરી હતી. જેથી સેલમાં હું સારા કપડાંની ખરીદી કરી શકું. હું યુએસથી આવ્યો ત્યારે ૭૬ કિલોના તો ફક્ત કપડાં લઈને આવ્યો હતો. આના પરથી અંદાજો લગાડો મારી પાસે કેટલા જોડી કપડાં હશે!
શૂઝની વાત કરું તો આ યુએસ ટ્રીપમાંથી હું ૧૧ જોડી શૂઝ લાવ્યો હતો. લગભગ ૨૮થી ૩૦ જોડી શૂઝ છે. તે સિવાય ચપ્પલ, સેન્ડલ, એ તો બધુ પાછું અલગ.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સામાન્ય રીતે જે એક્સપેન્સિવ કે ફેસ્ટિવ એડિશન કપડાં હોય છે તે હું જાતે ડિઝાઇન કરું છું અને સ્ટીચ કરાવું છું. મને ખ્યાલ છે કે, રેડીમેડ સસ્તું પડે પણ ફેશન ઇન્ડસ્ટ્રીમાં બહુ હાઇ માર્જિન હોય છે. એટલે તમે જાતે સિવડાવો ત્યારે તમને વધુ સારી ક્વૉલિટીનું આઉટફિટ મળી રહે. તેમજ મારી હાઇટના કારણે મને અમુક ટાઇમે બ્લેઝર ફિટ આવે તો પેન્ટનું ફિટિંગ ન આવે એટલે હું જાતે ડિઝાઇન કરીને કપડાં સિવડાવવામાં વધુ માનું છું.
હું કપડાની ખરીદી બહુ જ કરું છું ને એટલે મોંધા કપડાં લેવાનું ટાળું. કારણકે જો મોંઘા કપડાં લઈશ તો હું તો મરી જઈશ. એટલે હું સેલ દરમિયાન શોપિંગ કરું. સેલ દરમિયાન બ્રાન્ડેડ કપડાં સારી ડિલમાં મળી જાય છે. તેમજ હું ઓનલાઈન શોપિંગ પણ બહુ કરું છું કારણકે ઓનલાઈન તમને કોઈકને કોઈક ડિલ મળી જ રહે. જો સસ્તી અને સારી શોપિંગની વાત કરું ને તો મને દિલ્હી અને મુંબઈની જે ફેમસ ફેશન સ્ટ્રીટ્સ છે ત્યાંથી શોપિંગ કરવું બહુ ગમે.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : સનગ્લાસિસનું સેક્શન. મને સનગ્લાસિસનો બહુ જ શોખ છે. મારી પાસે ૨૮ સનગ્લાસ છે.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : મારા હિસાબે બે સારા ડેનિમ, કૉટન પેન્ટ જે કેઝ્યુલ અને ફોર્મલ બન્ને લૂકમાં ચાલે, બેઝિક ટી-શર્ટ અને શોર્ટ્સ હોવા જ જોઈએ.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટને મહત્વ આપીશ. હું મારા કમ્ફર્ટ પ્રમાણે સ્ટાઇલિંગ કરીશ. તમને જાણીને નવાઈ લાગશે કે, મારી આગામી ફિલ્મના પ્રમોશન સમયે મેં પહેલી વાર કોઈ ડિઝાઇનરના કપડાં પહેર્યા છે. બાકી હું મારા કપડાં જાતે જ ડિઝાઇન અને સ્ટાઇલ કરું છું.
આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : એ ટ્રેન્ડ્સ પર આધાર રાખે છે. અત્યારે પેલા ઓવર-સાઇઝ્ડ ટી-શર્ટનો જે ટ્રેન્ડ છે એ મને બહુ ગમે છે. કારણકે એ કમ્ફર્ટેબલ છે. પણ પેલો ટ્રેન્ડ છે ને અતિશય ભડક રંગના પકડાં પહેરે એ મને જરાય નથી ગમતું. તમે કોઈ એકાદ ઇવેન્ટમાં પહેરો તો ઠીક છે. આમેય આવા કપડાં તમે એકાદ ઇવેન્ટમાં જ પહેરવાના છો. બાકી તો એ ટોટલ વેસ્ટ જ છે અને મને વેસ્ટ કરવું જરાય ગમતું નથી. એક જ વાર પહેરાય એવા ટ્રેન્ડિ કપડા ખરીદવા કરતા તો હું કોઈ મિત્ર પાસેથી ઉધાર લઈને એકવાર પહેરીશ એ મને ચાલશે.
મારી સ્ટાઇલ આમ તો ફ્યુઝન છે. મને વર્સેટાઇલ ક્લોથિંગ સ્ટાઇલ પણ બહુ ગમે છે. હું હંમેશા મિક્સ એન્ડ મેચ કરીને કપડાં પહેરતો હોવ છું. મને કૉટન, લિનન અને ખાદી મટિરિયલના કપડાં પહેરવા બહુ ગમે છે.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : હું હંમેશા કર્મ્ફટેબલ કપડાં પહેરું છું એટલે Malfunctions જેવું ક્યારેય થયું નથી.
ફેશન ફોપાની વાત કરું તો એ એક્ઝેટલી ફોપા ન કહેવાય પણ, એકવાર એક ફંક્શનમાં મેં અલગ જ પ્રકારનું સ્ટાઇલિંગ કર્યું હતું જેના માટે મને બહુ જ સારી કૉમેન્ટ્સ મળી હતી. ડેનિમ બૅગી જોગર્સની ઉપર શોર્ટ કુર્તો પર્હેયો હતો. પછી તેના પર બ્લેક શ્રગ અને ઉપર દુપટ્ટો રાખ્યો હતો. પછી નીચે લેધર બૂટ્સ પહેયા હતા. ત્યારે મને ઘણા લોકોએ પૂછયું હતું કે આ કોની પાસે સ્ટાઇલ કર્યું છે. પણ એમાં પેલું જોર્ગસ મેં મારા મિત્રનું લીધું હતું કારણકે મને ચોક્કસ પ્રકારનું જ જોર્ગસ જોઈતું હતું એટલે. વિચાર્યા કરતા બહુ જ સરસ લૂક ક્રિએટ થયો હતો.
આ પણ વાંચો : નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે કમ્ફર્ટ અને એ પ્રકારના કપ[ax જે તમારા પર સારા દેખાય. દરેક વ્યક્તિની બૉડી ટાઇપ અલગ હોય છે. દરેકે દરેક પ્રકારના કપડાં પહેરવા જોઈએ. પણ બધા પર બધું જ શોભે એ જરુરી નથી. એટલે જે શોભે એ પહેરો.