પહેલી જ નજરમાં સહુનું ધ્યાન ખેંચશે

21 October, 2024 04:28 PM IST  |  Mumbai | Heta Bhushan

મોર, હાથી, ગાય, સિંહ, ગરુડ, હંસ, ઊંટ, મોરના મોટિફ્સવાળી જ્વેલરી ફૂલપાન, કેરી, વેલ, ઘડા અને કમળ જેવી મોટિફ્સ જ્વેલરી હવે આઉટડેટેડ થઈ ગઈ છે.

મૉડર્ન જ્વેલરી

ફૂલપાન, કેરી, વેલ, ઘડા અને કમળ જેવી મોટિફ્સ જ્વેલરી હવે આઉટડેટેડ થઈ ગઈ છે.  હવે કંઈક હટકે પહેરવાની શોખીન યુવતીઓ માટે ટ્રેડિશનલ ડિઝાઇનમાં વિવિધ પ્રકારનાં બર્ડ્‍સ અને ઍનિમલ્સના મોટિફ વધુ ટ્રેન્ડમાં છે.

જ્વેલરી અને ઍક્સેસરીઝ સ્ત્રીઓનો પહેલો પ્રેમ છે અને તહેવારોના દિવસોમાં તૈયાર થવાની શોખીન યુવતીઓ એકદમ યુનિક અને કોઈએ ન પહેરી હોય એવી જ્વેલરી પહેરવાની ઇચ્છા ધરાવે છે. તમે પણ કૈંક અલગ પહેરવા ઇચ્છતા હો તો ટ્રેડિશનલ પણ મૉડર્ન ડિઝાઇનર જ્વેલરીનો લેટેસ્ટ ટ્રેન્ડ અજમાવી શકો છો. આ નવો ટ્રેન્ડ છે પશુ-પંખીના મોટિફ્સવાળી જ્વેલરી.

ફૅશનેબલ, સેમી-પ્રેશિયસ જ્વેલરીમાં અનેક જુદી-જુદી ડિઝાઇન હવે અવેલેબલ છે. આજુબાજુની વસ્તુઓમાંથી, પ્રકૃતિમાંથી, ઇતિહાસમાંથી પ્રેરણા લઈને એમાં ડિઝાઇનર પોતાની કલ્પના અને કળા ઉમેરી સુંદર સર્જન કરે છે. મોટિફ એટલે કોઈ વસ્તુનું ચિત્ર, આકાર કે ડિઝાઇન. આવી ચોક્કસ ડિઝાઇનને ઘરેણાનું રૂપ આપવામાં આવે એને કહેવાય છે મોટિફ જ્વેલરી. હમણાં પારંપરિક આભૂષણોમાં અને મૉડર્ન સ્ટાઇલ જ્વેલરીમાં પશુ અને પંખીના મોટિફવાળી જ્વેલરી એકદમ ધ્યાન ખેંચી રહી છે.

પશુઓના મોટિફ્સ

ગાય અને કમળના કૉમ્બિનેશનવાળી ઑક્સિડાઇઝ‍્ડ બુટ્ટી કે ડ્યુઅલ ટોન ચાંદ અને ગાયવાળી બુટ્ટી કે ગાય અને કમળના પેઇન્ટિંગવાળી પિછવાઈ જ્વેલરી ટ્રેડિશનલ આઉટફિટ સાથે એકદમ સુંદર લાગે છે. ગાય અને લાલ સ્ટોનવાળો નેકલેસ, ગાયની પ્રતિકૃતિઓ જોડેલો ઑક્સિડાઇઝ્ડ નેકલેસ એકદમ હટકે લુક આપે છે. આ જ્વેલરી
ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન લુકમાં સરસ મૅચ થાય છે.

શિંગડાવાળા હરણની ડિઝાઇનવાળું પોલકી અને કુંદનનું મોતીવાળું ચોકર હોય કે હાથીની ડિઝાઇનવાળાં ઝુમ્મર, ડ્યુલ ટોન ઑક્સિડાઇઝ્ડ અને ગોલ્ડ હરણવાળી બુટ્ટી, ટર્કોઇઝ સ્ટોન સાથે પંખી અને ઊંટના મોટિફવાળું પેન્ડન્ટ આ તહેવારની મોસમમાં કોઈ પણ હાઉસ પાર્ટી કે ડિનરમાં આંખે ઊડીને વળગશે. 

મૉડર્ન જ્વેલરી

મૉડર્ન યુવતીઓ વેસ્ટર્ન આઉટફિટ સાથે ઓછી અને નાની જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે અને ફેસ્ટિવલમાં તો તેઓ નાની જ્વેલરી તો પહેરે જ છે. ફેસ્ટિવલમાં અને ડે-ટુ-ડે લાઇફમાં એકદમ યુનિક લાગે એવી પશુપંખીઓથી ઇન્સ્પાયર્ડ મૉડર્ન ડિઝાઇનની જ્વેલરી ડિફરન્ટ લુક આપે છે.

નાનકડા સસલાની ડિઝાઇનની બુટ્ટી કે પછી શેરની જેવી યુવતીઓના કાનમાં લટકતાં સિંહનાં ઇયરરિંગ્સ કે ગળામાં ચમકતું પેન્ડન્ટ કે ડ્યુઅલ ટોન લાયન ઇયરરિંગ્સ, નાનકડી ડૉલ્ફિન કે ફિશ કે બટરફ્લાયનાં બુટ્ટી-પેન્ડન્ટ બહુ સરસ લાગે છે.

પંખીઓના મોટિફ્સ

ટ્રેડિશનલ ડિઝાઇનમાં ગોલ્ડ, સિલ્વર, ઑક્સિડાઇઝ્ડ, કુંદન કોઈ પણ જ્વેલરી ડિઝાઇનમાં મોર તો એવરગ્રીન હિટ છે અને બધાને ગમે છે અને બહુ જ સુંદર લાગે છે. અત્યારે મોરની સાથે-સાથે પોપટ, હંસ, ચકલી, ઘુવડ, લવબર્ડ્‍સના મોટિફવાળી બુટ્ટીઓ, ઝુમ્મર, ચોકર, નેકલેસ, પેન્ડન્ટ, હાથનાં બ્રેસલેટ વગેરે ટ્રેન્ડમાં છે. મીનાકારી કે સ્ટોનવાળી ચકલીના મોટિફવાળી બુટ્ટી બહુ જ ક્યુટ લુક આપે છે. યંગ ગર્લ્સને એ બહુ જ શોભે છે અને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બન્ને આઉટફિટમાં સરસ લાગે છે. ડ્યુઅલ ગ્રીન અને બ્લુ કૉમ્બિનેશનમાં પોપટની જોડીવાળાં ઇયરરિંગ્સ, લવબર્ડ્‍સવાળાં ગોલ્ડ ઇયરરિંગ્સ, ઊડતા પંખીના મોટિફવાળો બુટ્ટી-પેન્ડન્ટનો સેટ બહુ સરસ લુક આપે છે. ડ્યુઅલ ટોન પોપટ અને મોરવાળાં ઇયરરિંગ્સ અને ગોલ્ડનો મોરની ડિઝાઇનનો નેકલેસ બહુ ટ્રેન્ડિંગ છે. પોપટ કે મોરના મોટિફવાળું કંગન, પંખીવાળી કે મોરવાળી વીંટી પણ કલેક્શનમાં વસાવવા જેવા જ્વેલરી પીસ છે.

fashion news fashion life and style diwali festivals columnists heta bhushan