તમારા વૉર્ડરોબમાં આ કૉમ્બિનેશન છે કે નહીં?

11 September, 2023 04:00 PM IST  |  Mumbai | Heta Bhushan

પૅન્ટ અને શર્ટનાં કેટલાંક ક્લાસિક કૉમ્બિનેશન જે કદી ફેલ ગયાં નથી અને જવાનાં પણ નથી

પ્રતીકાત્મક તસવીર

બ્લૅક ઍન્ડ વાઇટ

મેન્સ ફૅશનમાં સૌથી કૉમન અને સેફ ચૉઇસ છે પૅન્ટ અને શર્ટ. અમુક કલર કૉમ્બિનેશન વર્ષોથી એવાં ફિક્સ અને ફૅશનમાં છે જે ક્લાસિક ગણાય છે, જે ક્યારેય ફેલ જતાં નથી. બધાં એજ ગ્રુપ પર સરસ દીપી ઊઠતાં આ કૉમ્બિનેશન્સ જાણી લો.

કૉમ્બિનેશન નંબર વન | આ ઑલટાઇમ ક્લાસિક કૉમ્બિનેશન છે. બ્લૅક ઍન્ડ વાઇટ કૉમ્બિનેશન મોસ્ટ ટ્રસ્ટેડ અને હંમેશાં હિટ છે. આ કૉમ્બિનેશનમાં બંને રંગ વચ્ચે હાઇએસ્ટ કૉન્ટ્રાસ્ટ છે જે વેલડિફાઇન્ડ, ક્લીન અને એલિગન્ટ લુક આપે છે. એ ફૉર્મલ અને કૅઝ્યુઅલ બંને સ્ટાઇલ અને ઓકેઝન પર સૌથી સેફ કૉમ્બિનેશન છે સાથે-સાથે એમાં ઘણાં વેરિએશન ટ્રાય કરી શકાય છે. સિમ્પલ બ્લૅક પૅન્ટ-વાઇટ શર્ટ, બ્લૅક જીન્સ-વાઇટ ટી-શર્ટ, બ્લૅક પૅન્ટ સાથે પ્રિન્ટેડ શર્ટ કે ટી-શર્ટ, બ્લૅક પૅન્ટ સાથે ફૉર્મલ વાઇટ શર્ટ વિથ બ્લૅક બટન કૉમ્બિનેશન ઇન ટાઇમ ઇન થિંગ છે. આ સાથે ક્રીએટિવ ડિઝાઇનર લુક માટે બ્લૅક જીન્સ, બ્લૅક ઍન્ડ વાઇટ સ્ટ્રાઇપ્ડ ટી-શર્ટ અને વાઇટ જૅકેટ, બ્લૅક પૅન્ટ, બ્લૅક ઍન્ડ વાઇટ પ્રિન્ટેડ કે પોલકા ડૉટેડ શર્ટ ઉપર વાઇટ બ્લેઝર જેવા યુનિક કૉમ્બિનેશન સ્ટાઇલ કરી શકાય છે.

કૉમ્બિનેશન નંબર ટૂ - નેવી બ્લુ ઍન્ડ વાઇટ | નેવી બ્લુ અને વાઇટ કલર કૉમ્બિનેશન મેન્સ ડ્રેસિંગમાં ફાઇનેસ્ટ ચૉઇસ ગણાય છે. નેવી બ્લુ અને વાઇટ કલર વચ્ચે સુપર પ્રનાઉન્સ્ડ એટલે કે આંખે ઊડીને વળગે એવો ફરક છે જે બંને રંગોને ઉઠાવ આપે છે. આ કૉમ્બિનેશન આઉટફિટને એકદમ સ્મૂધ સેલિંગ ઇફેક્ટ આપે છે. સોબર લુક માટે નેવી બ્લુ પૅન્ટ પર સેલ્ફ પ્રિન્ટવાળું વાઇટ શર્ટ, ડાર્ક નેવી બ્લુ ડેનિમ પર વાઇટ શર્ટ કે ટી-શર્ટ બેસ્ટ ચૉઇસ સાબિત થાય છે. હટકે ફૅશનેબલ લુકમાં વાઇટ જીન્સ પર ડાર્ક ડેનિમ શર્ટ, વાઇટ ડેનિમ પર લાઇટ બ્લુ ટી-શર્ટ, નેવી બ્લુ બ્લેઝર, વાઇટ ડેનિમ પર નેવી બ્લુ ટી-શર્ટ સરસ ઉઠાવ આપે છે. આ કૉમ્બિનેશન પણ ટાઇમલેસ છે. હંમેશાં સરસ લાગે છે.

કૉમ્બિનેશન નંબર થ્રી - ગ્રે ઍન્ડ બ્લૅક | આ કૉમ્બિનેશન કૅરફ્રી ફૅશનમાં ફર્સ્ટ ચૉઇસ છે, જે કોઈ કોશિશ કર્યા વિના હંમેશાં સરસ લાગે છે. બ્લૅક અને ગ્રે બંને એક જ ગ્રુપના રંગો છે અને બંને વચ્ચે બહુ ઓછો તફાવત છે. લાઇટ ગ્રે  અને બ્લૅક કે પછી એકદમ ડાર્ક ગ્રે અને બ્લૅક બંને કૉમ્બિનેશન સારાં લાગે છે. ગ્રે રંગ, સાથે પહેરેલા બ્લૅક આઉટફિટને વધુ ઉઠાવ આપે છે. આ કૉમ્બિનેશન એક કૉન્ટ્રાસ્ટ ઍઝ વેલ ઍઝ કૉમ્પ્લીમેન્ટરી લુક ક્રીએટ કરે છે. બ્લૅક જીન્સ અને ગ્રે ટી-શર્ટ કે બ્લૅક પૅન્ટ અને ગ્રે શર્ટ હંમેશાં ફૅશન ફિટ રહે છે. હટકે લુક માટે બ્લૅક જીન્સ પર લાઇટ ગ્રે ટી-શર્ટ અને બ્લૅક જેકેટ, ડાર્ક ગ્રે પોલો શર્ટ વિથ બ્લૅક જીન્સ ટ્રાય કરવા જેવાં છે.

કૉમ્બિનેશન નંબર ફોર - બ્રાઉન ઍન્ડ ક્રીમ | આ કૉમ્બિનેશન એક એવું કૉમ્બિનેશન છે જે હંમેશાં દરેક આઉટફિટમાં, દરેક ઓકેઝન પર સરસ લાગે છે. બ્રાઉન અને ક્રીમ રંગો વચ્ચેનો કૉન્ટ્રાસ્ટ બંને રંગને ખીલવાનો મોકો આપે છે અને બંને રંગ એકસાથે ખીલી ઊઠે છે એટલે આઉટફિટ એકદમ સરસ લાગે છે. સોબર લુક માટે બ્લૅક ઍન્ડ વાઇટ કરતાં પણ વધારે આ કૉમ્બિનેશન પસંદ કરવામાં આવે છે. આ કૉમ્બિનેશનના પૅન્ટ-શર્ટ કે સૂટ કે બ્લેઝર બધું જ ક્લાસી લુક આપે છે. બ્રાઉન પૅન્ટના વિવિધ શેડ્સ પર ક્રીમના શેડ્સ, ક્રીમ સેલ્ફ-ડિઝાઇન કે ક્રીમમાં પ્રિન્ટેડ બધાં શર્ટ સરસ લાગે છે. બ્રાઉન ડેનિમ જીન્સ બહુ રૅર પ્રિફ્રરેબલ  છે પણ ક્રીમ ટીશર્ટ પર બ્રાઉન જૅકેટ બહુ સરસ લાગે છે.

કૉમ્બિનેશન નંબર ફાઇવ - મોનોટોન બ્લૅક ઍન્ડ બ્લૅક કે વાઇટ ઍન્ડ વાઇટ| કોઈ પણ એક જ રંગના ટૉપ અને બૉટમ બંને આઉટફિટ હોય એને મોનોટોન કૉમ્બિનેશન કહેવાય છે. મોનોટોન કૉમ્બિનેશન ડ્રેસિંગમાં સૌથી ટોપ પર છે બ્લૅક ઍન્ડ બ્લૅક કૉમ્બિનેશન. આ બેસ્ટ પાર્ટી ડ્રેસિંગ કૉમ્બિનેશન પણ કહેવાય છે. ઍની ટાઇમ અને એવરી ટાઇમ સુપર હિટ સાબિત થાય છે અને બધા પર શોભે છે. એવી જ રીતે વાઇટ ઍન્ડ વાઇટ કૉમ્બિનેશન પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. અમુક લોકો આ મોનોટોન કૉમ્બિનેશનને પોતાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી દે છે અને એ જ પહેરવાનું પ્રિફર કરે છે.

બોરીવલી વેસ્ટના કે. કે. ટેલરના ડિઝાઇનર અલ્પેશ ચૌહાણ કહે છે કે ‘મેન્સ ફૅશનમાં રંગોની પસંદગીમાં મોટા ભાગે બધા સેફ ઝોનમાંથી જ પસંદગી કરે છે. આ ઝોનમાં અમુક ક્લાસિક કૉમ્બિનેશન છે જે દરેક ઉંમરના ટીનેજરથી સિનિયર સિટિઝન સુધી, ફૉર્મલ કે કૅઝ્યુઅલ દરેક સ્ટાઇલમાં, દરેક ફૅશનબલ આઉટફિટ કે સિમ્પલ આઉટફિટમાં અને દરેક ઓકેઝન પર સરસ લાગે છે. એક સોબર, સેફ અને એલિગન્ટ લુક આપે છે. આ સેફ કલર કૉમ્બિનેશન હંમેશાં ક્લાસિક છે અને રહેવાના છે અને એ હંમેશાં બધાની પહેલી પસંદ રહેશે અને ફૅશન અને સ્ટાઇલમાંથી ક્યારેય આઉટડેટેડ નહીં થાય.

આ સાથે કંઈક નવું પણ સોબર, એલિગન્ટ અને ક્લાસી પહેરવા માગતા લોકો માટે અલ્પેશ ચૌહાણ ક્લાસિક કૉમ્બિનેશનના રંગોને થોડા વેરિએશન સાથે ન્યુ ક્લાસિક લુક ક્રીએટ કર્યા છે એ પણ નેવર ફેલ ક્લાસિક લુક આપે છે. જેમ કે-

વાઇટ ઍન્ડ ગ્રેઃ લાઇટ ગ્રે પૅન્ટ સાથે વાઇટ શર્ટ ક્લાસી લુક આપે છે.

ખાખી બ્રાઉન ઍન્ડ બ્લૅકઃ બહુ સરસ ફૉર્મલ લુક કૉમ્બિનેશન છે.

બેજ ટ્રાઉઝર અને સ્કાય બ્લુ શર્ટ, નેવી બ્લુ ટ્રાઉઝર સાથે બેબી પિન્ક શર્ટ પણ બહુ હિટ કૉમ્બિનેશન છે.

fashion fashion news life and style columnists