અનંત અંબાણી સાથે લગ્ન બાદ પહેલી વખત મંગળસૂત્ર-સિંદુર વગર દેખાઈ રાધિકા મર્ચન્ટ, જુઓ આ તસવીર

26 November, 2024 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Radhika Merchant flaunts her look at friend’s wedding: તેણે ફ્રેન્ડના લગ્નમાં પીચ કલરનો એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો હતો. જ્યારે લહેંગાને ભારે લુક આપવામાં આવ્યો છે, ત્યારે સ્ટ્રેપી સ્લીવ્ઝ સાથે બોડિસ પર વેવ્સ જેવી સિક્વિન ડિઝાઇનમાં મસ્ત લગતી હતી.

રાધિકા મર્ચન્ટ તેના ફ્રેન્ડના લગ્નમાં (તસવીર: ઇનસ્ટાગ્રામ ambani_update)

દેશના સૌથી મોટા બિઝનેસમૅન મુકેશ અંબાણીના (Radhika Merchant flaunts her look at friend’s wedding) નાના દીકરા અનંત અંબાણી તેના લગ્ન પહેલાથી અને લગ્ન પછી પણ ખૂબ જ ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તો દેશ સહિત દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાથે રાધિકા અને અનંતના લગ્ન બાદ પણ તેમની દરેક પળો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે. અનંત અને રાધિકાની કેટલીક ટ્રીપની તસવીરો પણ તરત સંપૂર્ણ ઇન્ટરનેટ અને મીડિયામાં છવાઈ ગઈ હતી અને હવે હાલમાં ફરી એક વખત રાધિકા મર્ચન્ટની એક બાબતે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. રાધિકા હાલમાં તેના મિત્રના લગ્નમાં પહોંચી હતી અને તેના લૂકની ચર્ચા હવે શરૂ થઈ છે.

રાધિકા મર્ચન્ટે (Radhika Merchant flaunts her look at friend’s wedding) અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ તે ટ્રેન્ડ થતી હોય છે. તે જ્યાં પણ જાય છે, તેના સ્ટાઇલિશ લૂક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. હાલમાં રાધિકા તેના મિત્રના લગ્નમાં પહોંચી હતી. જ્યાં લગ્ન બાદ તે પહેલીવાર લગ્નન ડ્રેસ વગર જોવા મળી હતી. જોકે આ લગ્નની તસવીરોને કારણે તે ફરી હેડલાઇનમાં આવી છે, કારણ કે લગ્ન પછી રાધિકા મંગળસૂત્રને માત્ર ટ્રેડિશનલ જ નહીં પરંતુ વેસ્ટર્ન કપડાં સાથે પણ પહેરવાનું ભૂલતી નથી એવું જોવા મળ્યું હતું. લગ્ન બાદ રાધિકાની દરેક તસવીરોમાં તે મંગળસૂત્ર સાથે જ જોવા મળે છે. જોકે તાજેતરમાં વાયરલ થઈ રહેલી તસવીરોમાં રાધિકા, જે લહેંગા પહેરીને તેના મિત્રના લગ્ન સમારોહમાં આવી હતી, તે હીરાના ઘરેણાંથી લદાયેલી જોવા મળી હતી અને તેણે મંગળસૂત્ર નહોતું પહેર્યું એવું દેખાઈ રહ્યું છે.

રાધિકાએ તેના ફ્રેન્ડના લગ્નમાં પીચ કલરનો એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો હતો. જ્યારે લહેંગાને ભારે લુક આપવામાં આવ્યો છે, ત્યારે સ્ટ્રેપી સ્લીવ્ઝ સાથે બોડિસ પર વેવ્સ જેવી સિક્વિન ડિઝાઇન અદભૂત લગતી હતી. તે જ સમયે, તેણે દુપટ્ટાને એક બાજુએ પહેર્યો હતો. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી અને તે અભિનેત્રી અનન્યા પાંડે (Radhika Merchant flaunts her look at friend’s wedding) અને તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. રાધિકા લગ્ન પછી દરેક જગ્યાએ મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી, પરંતુ આ લહેંગા લુકમાં તેના લગ્નના કોઈ સંકેત દેખાતા નથી. મંગળસૂત્ર ન પહેરવાની સાથે સાથે તેણે સિંદુર પણ લગાવ્યું નહોતું. રાધિકાએ તેના આ આઉટફિટમાં એક મોટો હીરાનો હાર પહેર્યો હતો અને ઇયરિંગ્સ પણ પહેરી હતી. તે જ સમયે, બન્ને હાથમાં ડાયમંડ સ્ટાઈલના બ્રેસલેટ અને તેના લગ્નની વીંટી જોવા મળી હતી. રાધિકાએ તેના વાળને મિડલ પાર્ટીશન સાથે હાઈ પોનીટેલમાં રાખીને તેનો લાઇટ મેકઅપ રાખ્યો હતો. જેમાં માથાથી પગ સુધી તેની સ્ટાઈલ એકદમ અદભૂત લાગી રહી હતી.

radhika merchant Anant Ambani Radhika Merchant Wedding Anant Ambani Ananya Panday mumbai news fashion news fashion