Navratri 2024: જાણો આ વર્ષે નવરાત્રીના નવરંગ, કયા દિવસે પહેરવો કયો કલર

23 September, 2024 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri Colors 2024: નવરાત્રીના 9 દિવસોમાં અંબેમાના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. 9 દિવસની 9 દેવીઓના પ્રિય રંગ, ભોગ અને પૂજાવિધિ છે. જાણો 9 દિવસમાં ક્યારે કયો રંગ પહેરવાથી શુભ ફળો મળે છે.

નવરાત્રીના નવરંગ

Navratri Colors 2024: નવરાત્રીના 9 દિવસોમાં અંબેમાના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. 9 દિવસની 9 દેવીઓના પ્રિય રંગ, ભોગ અને પૂજાવિધિ છે. જાણો 9 દિવસમાં ક્યારે કયો રંગ પહેરવાથી શુભ ફળો મળે છે.

નવરાત્રિ પર્વ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે, જે 11મી ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે અને દેવી દુર્ગાની વિશેષ પૂજા કરે છે. 9 દિવસમાં કયો રંગ ક્યારે પહેરવો તે જાણો. આ શારદીય નવરાત્રીના 9 દિવસના રંગોની યાદી જુઓ.

3 ઓક્ટોબર, નવરાત્રિનો પ્રથમ દિવસ: નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની પૂજા કરો.

4 ઓક્ટોબર, નવરાત્રિનો બીજો દિવસ: (Navratri Colors 2024) નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે અને તેમને લીલો રંગ પસંદ છે. તેથી, લીલા રંગના કપડાં પહેરો અને બીજા દિવસે નવરાત્રિની પૂજા કરો.

5 ઓક્ટોબર, નવરાત્રિનો ત્રીજો દિવસ: માતા ચંદ્રઘંટાની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે અને તેનો પ્રિય રંગ ભૂરો છે. ચંદ્રઘંટા માતાના આશીર્વાદ મેળવવા માટે ત્રીજા દિવસે ભૂરા વસ્ત્રો ધારણ કરો.

6 ઓક્ટોબર, નવરાત્રિનો ચોથો દિવસ: નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, તેમને નારંગી રંગ પસંદ છે. આ દિવસે કેસરી રંગના કપડાં પહેરો.

7 ઓક્ટોબર, નવરાત્રિનો પાંચમો દિવસ: નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. જેનો પ્રિય રંગ સફેદ છે. આ દિવસે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરો.

8 ઓક્ટોબર, નવરાત્રિનો છઠ્ઠો દિવસ: નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરો.

9 ઓક્ટોબર, નવરાત્રિનો સાતમો દિવસઃ (Navratri Colors 2024)નવરાત્રિના સાતમા દિવસે, મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે, જેઓ વાદળી રંગને પસંદ કરે છે. સાતમા દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરો.

10 ઓક્ટોબર, નવરાત્રીનો આઠમો દિવસ: નવરાત્રિનો આઠમો દિવસ માતા મહાગૌરીને સમર્પિત છે, તેમને ગુલાબી રંગ પસંદ છે. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવાથી શુભ ફળ મળે છે.

11 ઓક્ટોબર, નવરાત્રીનો નવમો દિવસ: નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નવમી તિથિ મા સિદ્ધિદાત્રીને સમર્પિત છે, જેનો પ્રિય રંગ જાંબલી છે. આ દિવસે તમારે જાંબલી રંગના વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવી જોઈએ.

નોંધનીય છે કે, મૉન્સૂને હાલ પોરો ખાધો છે અને મુંબઈગરા ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હવે જે કુદરતી પરિબળો સર્જાઈ રહ્યાં છે એ જોતાં આજથી બે-ત્રણ દિવસ ફરી એક વાર ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ પણ આવનારા દિવસોમાં મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ ​સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરી છે તથા પાલઘર અને થાણેમાં બુધવારે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.

navratri festivals astrology mumbai news mumbai gujarati community news gujaratis of mumbai