લિટલ બ્લૅક ડ્રેસ

28 December, 2012 06:51 AM IST  | 

લિટલ બ્લૅક ડ્રેસ



કૅઝ્યુઅલ કે ફૉર્મલ બન્ને પ્રકારની પાર્ટીઓમાં લિટલ બ્લૅક ડ્રેસ એટલે કે ટૂંકો કાળો ડ્રેસ સ્ત્રીઓનો ફેવરિટ છે. આ ડ્રેસ એલબીડી તરીકે ઓળખાય છે અને કહેવાય છે કે દરેક સ્ત્રીના વૉર્ડરોબમાં ઓછામાં ઓછો એક એલબીડી તો હોવો જ જોઈએ, પરંતુ સૌથી સેફ ઑપ્શન લાગતો આ ડ્રેસ પહેરવામાં થોડો ટ્રિકી છે અને જો યોગ્ય રીતે મૅચ ન કરવામાં આવે તો ખરાબ લાગી શકે છે. માટે જાણી લો, કેટલીક ટિપ્સ.

બેસ્ટ ફ્રેન્ડ

એલબીડીને સ્ત્રીઓના બેસ્ટ ફ્રેન્ડ સમાન ગણી શકાય છે, કારણ કે આવો ડ્રેસ દરેક બૉડી ટાઇપ પર સારો લાગે છે અને સ્ત્રીઓ સૌથી સુંદર અને સેક્સી આ જ ડ્રેસમાં લાગે છે. આ ડ્રેસને ઘણી રીતે પહેરી શકાય છે અને વેસ્ટર્નવેઅરમાં પરફેક્ટ લાગે છે. જોકે સાઇઝ અને શેપ પ્રમાણેની પૅટર્ન જ વધુ શોભે છે. વળી, આ ડ્રેસમાં ફિગર હોય એના કરતાં પાતળું લાગતું હોવાથી મોટા ભાગની યુવતીઓની પહેલી ચૉઇસ બને છે.    

વર્સટાઇલ

એક જ ડ્રેસને અનેક રીતે પહેરી શકાતો હોવાથી એલબીડીને વર્સટાઇલ કહેવામાં આવે છે. ડ્રેસ બ્લૅક અને ટૂંકો હોવો જરૂરી છે. બાકી પૅટર્ન અને ડિઝાઇન કોઈ પણ ચાલશે. બેઝિક રૂલ છે એક વર્સટાઇલ એલબીડી અને જુદા-જુદા લુક્સ. ખરીદતાં પહેલાં પોતાને અને ડ્રેસનો સ્ટડી કરો અને ત્યાર બાદ ખરીદો. એ સિવાય એના પર જૅકેટ, સ્ટૉલ, સ્ક્ટર્‍, નેકલેસ વગેરે પહેરીને એને વધુ ડેકોરેટિવ બનાવી શકાય છે.

પૅટર્ન અને ડિઝાઇન

ડ્રેસ શૉર્ટ અને બ્લૅક હોવો જરૂરી છે. બાકી ડિઝાઇન અને પૅટર્ન કોઈ પણ કરાવી શકાય. સ્ટ્રેપલેસ, હોલ્ટર નેક, ફુલ સ્લીવ, લેસ્ડ ટૉપ, પેપ્લમ, ફ્રૉક સ્ટાઇલ અને મિની ડ્રેસ આમ ઘણી પૅટર્ન એલબીડીમાં શક્ય છે. એલબીડી પ્લેન હોવો જરૂરી છે. એમાં બીજો કોઈ જ કૉન્ટ્રાસ્ટ કે સેમ કલર પ્લેટનો રંગ ન હોવો જોઈએ. જોકે સ્લીવ પર અથવા બ્રેસ્ટની ઉપરના ભાગમાં નેટ અથવા લેસ લગાવી શકાય, પરંતુ એ પણ બ્લૅક જ હોવી જરૂરી છે.

ઍક્સેસરીઝ

એલબીડી સિમ્પલ છતાં સેક્સી લાગે છે એટલે એની સાથે પહેરવામાં આવતી ઍક્સેસરીઝ પર ખાસ ધ્યાન આપો. એલબીડીને મોટી અને જાડી બંગડીઓ, સ્ટેટમેન્ટ નેકલેસ અથવા બ્રેસલેટ સાથે પહેરી શકાય. ઍક્સેસરીઝ મારફતે આ પ્લેન બ્લૅક કૅનવાસ પર રંગ ઉમેરી શકાય. આજકાલ ખૂબ ચાલી રહ્યો છે એવો કુંદનનો હેવી નેકલેસ પણ એલબીડી પર સારો લાગશે. જો એક કરતાં વધુ ઍક્સેસરીઝ પહેરવી હોય તો એની ડિઝાઇનમાં સામ્યતા હોય એ ધ્યાનમાં રાખો.

લેયરિંગ

જો ફક્ત એક મિની ડ્રેસ પહેરી લેવો તમારી સ્ટાઇલ અને કમ્ફર્ટ લેવલમાં ન હોય તો એની સાથે પહેરવાના ગાર્મેન્ટ્સ સાથે પણ એક્સપરિમેન્ટ કરી શકાય. જો ફિગર સ્લીમ હોય તો એલબીડી પર્હેયા બાદ એના પર એક હાઈ વેસ્ટ પેન્ટ પહેરો. અહીં તમારો ડ્રેસ એક ટૉપની ગરજ સારશે. આની સાથે સ્કાર્ફ અને હાઈ હીલ પમ્પ્સ પહેરો. આ સિવાય એલબીડી સાથે એક શ્રગ કે જૅકેટ પણ પહેરી શકાય. નીચે કલરફુલ ફ્લેરવાળું સ્ક્ટર્‍ પણ સારું લાગશે.