જ્યારે વસ્ત્રો પર ઊભરે યુરોપિયન આર્કિટેક્ચર

25 June, 2024 08:02 AM IST  |  Mumbai | Heta Bhushan

હીરામંડીમાં અભિનેત્રીઓના કૉસ્ચ્યુમમાં વપરાયેલી આર્ટ હવે ઇન્ડિયન બ્રાઇડના બ્લાઉઝમાં સ્થાન પામી રહી છે

પીએત્રા ડ્યુરા

સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી’ના કૉસ્ચ્યુમ ખૂબ જ વખણાયા છે. ‘હીરામંડી’માં ‘તિલસ્મી બાંહેં’ પાર્ટી-સૉન્ગમાં સોનાક્ષી સિંહાએ સ્પાર્કલિંગ સિલ્વર સાડી સાથે પહેરેલા સિલ્વર બ્લાઉઝની એલ્બો લેન્ગ્થ સ્લીવ્સ પરનું ક્લરફુલ ડિઝાઇન વર્ક શેનાથી પ્રે​રિત છે ખબર છે? આ વર્ક અને આઇડિયા એક આર્કિટેક્ચર કલાકારીગરીથી પ્રેરિત છે જેનું નામ છે પીએત્રા ડ્યુરા. સોનાક્ષી સિંહના આઉટફિટને ઇન્ડો-યુરોપિયન કનેક્શન બતાવવા માટે ડિઝાઇનર રિમ્પલ અને હરપ્રીત દ્વારા યુરોપિયન ઇન્ફ્લુઅન્સ સાથે સાડીમાં સ્પાર્કલિંગ સિલ્વર બ્લશ પિન્ક કલરના ૪૦ શેડ્સની સીક્વન્સ વાપરવામાં આવી છે. સાડી સાથે પહેરેલા સિલ્વર બ્લાઉઝની એલ્બો લેન્ગ્થ સ્લીવ્સ પર ક્લરફુલ ડિઝાઇન વર્ક આ સુંદર પીએત્રા ડ્યુરા કળા પરથી ઇન્સ્પાયર થઈને એવી જ કલરફુલ પૅર્ટન ક્રીએટ કરવામાં આવી છે.

 ૨૦ વર્ષનો લાંબો અનુભવ ધરાવતાં બોરીવલી મોક્ષ પ્લાઝામાં આવેલા નીલુ’સ બુટિકનાં ડિઝાઇનર નીલુ સંજીવ ભાર્ગવ બ્રાઇડલ બ્લાઉઝ અને કસ્ટમાઇઝ‍્ડ ડ્રેસ બનાવવામાં એક્સપર્ટ છે અને ભારતીય અને દેશવિદેશની કલાકારીગરી અને પેઇન્ટિંગ વિશે જાણકારી ધરાવે છે. તેઓ કહે છે, ‘હું અને બીજા બધા ડિઝાઇનર ઇન્સ્પિરેશન માટે કંઈક નવું કરવાની ઇચ્છા સાથે જૂની કળાકારીગરી, પેઇન્ટિંગ, મ્યુઝિયમના પીસ, જૂની બુક્સમાં કંઈક શોધતા જ રહીએ છીએ. ફૅશન-ટ્રેન્ડમાં આ બધી જ કારીગરી હંમેશાં દેખાતી હોય છે. એમાં અત્યારે પૉપ્યુલર બની રહેલી પીએત્રા ડ્યુરા એક યુરોપિયન કલાકારીગરી છે જેનાં મૂળ ઇટલીમાં છે અને ભારતમાં એને પચ્ચીમકારી કે પ્રાચીનકારીના નામે ઓળખવામાં આવે છે. આ ઇટલીની એક ઇનલે આર્કિટેક્ચર ટેક્નિક છે, ઇનલે એટલે એવી કારીગરી જેમાં બે મટીરિયલ એકબીજા સાથે ઇન્વૉલ્વ થઈને ડિઝાઇન કે પૅટર્ન બનાવી આપે. આજકાલ બ્રાઇડલ હેવી બ્લાઉઝમાં આ વર્ક પરથી ઇન્સ્પાયર થઈને હેવી એમ્બ્રૉઇડરી હૅન્ડવર્ક અને સ્ટોનવર્ક કરવામાં આવે છે.’

પથ્થર પરથી વસ્ત્ર પર

પીએત્રા ડ્યુરા નામની આ કારીગરીમાં બે પથ્થરો એકબીજા સાથે જોડવામાં આવે છે. કાળા પથ્થર, સફેદ માર્બલ, ગ્રીન પથ્થરને કોતરીને એ કોતરણીમાં કલરફુલ હીરા, મોતી, શીશા તથા ટર્કોઇઝ, એમરલ્ડ, જેડ સ્ટોન કે અન્ય કલરફુલ સ્ટોનને કટ કરીને જુદી-જુદી ડિઝાઇનમાં ફિટ કરી સુંદર પૅટર્ન તૈયાર કરવામાં આવે છે. મુગલ સમયમાં એ ભારતમાં આવી હતી. સૌપ્રથમ નૂરજહાંએ ઇતમાદુલ્લાના મકબરામાં કલાકૃતિનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તાજ મહલના સફેદ માર્બલ પરની ડિઝાઇન પર આ કળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારીગરી એટલી સફાઈથી કરવામાં આવે છે કે બેઝ પથ્થર કે માર્બલ અને કોતરણીની ડિઝાઇનમાં કટ કરીને ફિટ કરવામાં આવતા પથ્થરો વચ્ચે ક્યાંય જૉઇન્ટ દેખાતા નથી, એકદમ અદૃશ્ય થઈ જાય છે. આ જ કલાથી પ્રેરિત થઈ ટેપેસ્ટ્રી, જાજમ, ગાલીચાના વીવિંગ પણ થાય છે. 

fashion news fashion life and style