વાળ બહુ ઑઇલી થઈ જતા હોય તો સ્કૅલ્પ પર ટૂથબ્રશ ઘસો

12 November, 2024 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક હૅક વાઇરલ થયો છે જેમાં સ્કૅલ્પમાંથી એક્સેસ આ‌ૅઇલ રિમૂવ કરવા માટે ટૂથબ્રશ ઘસવાની સલાહ આપવામાં આવી છે. આ હૅક ખરેખર કેટલો ફાયદાકારક છે એ વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકોને એવી સમસ્યા થાય છે કે વાળને શૅમ્પૂથી ધોયા પછી તરત બીજા દિવસે વાળ જેવા હતા એવા ઑઇલી અને ચીકણા થઈ જાય છે. ખાસ કરીને જેમની ઑઇલી સ્કિન હોય તેમને આ સમસ્યા વધુ થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સોશ્યલ મીડિયા પર એક હૅક વાઇરલ થયો છે. એ અનુસાર વાળમાંથી વધારાના ઑઇલને દૂર કરવા માટે ટૂથબ્રશથી માથું ધોવાની સલાહ આપવામાં આવી છે.

ઑઇલી સ્કૅલ્પની સમસ્યા માટે વધુપડતું સિબમ પ્રોડક્શન જવાબદાર છે. સિબમના ઓવર પ્રોડક્શન પાછળ  જિનેટિક્સ, હૉર્મોનલ ચેન્જિસ, ડાયટ અને કેટલીક એન્વાયર્નમેન્ટ્સ કન્ડિશન્સ જેમ કે ધૂળ, પ્રદૂષણ વગેરે જેવાં કારણો હોય છે. આપણા સ્કૅલ્પને હેલ્ધી રાખવા માટે થોડીક માત્રામાં સિબમ પ્રોડક્શન થવું ખૂબ જરૂરી પણ છે, કારણ કે એ જ ત્વચાને મૉઇશ્ચર અને પ્રોટેક્શન પૂરું પાડે છે. પણ જો સિબમ પ્રોડક્શન વધુપડતું થતું હોય તો સ્કૅલ્પમાં ડૅન્ડ્રફ અને ખંજવાળની સમસ્યા થઈ શકે. હેર ફોલિકલ્સમાં ગંદકી જામી જાય છે, વાળ ખરવા લાગે અને નવા વાળ ઊગે નહીં. એ જ કારણોસર સ્કૅલ્પને સ્વચ્છ રાખવું જરૂરી છે.’ 

સ્કૅલ્પને સ્વચ્છ રાખવા માટે એના પર ટૂથબ્રશ હળવેકથી ઘસવાથી સ્કૅલ્પનું ડીપ ક્લીનિંગ થાય છે. ગંદકી, ડેડ સ્કિન સેલ્સને કારણે બ્લૉક થયેલા પોર્સ ખૂલી જાય છે. સ્કૅલ્પમાં જે એક્સેસ ઑઇલ હોય એ સાફ થઈ જાય છે. એટલે તમારું સ્કૅલ્પ વધુ હેલ્ધી અને હાઇજીનિક રહે છે. એ સિવાય સ્કૅલ્પમાં બ્લડ-સર્ક્યુલેશન પણ સારું થાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે સ્કૅલ્પ પર ઘસવા માટેના ટૂથબ્રશનાં બ્રિસલ એકદમ સૉફ્ટ હોવાં જોઈએ. એ સિવાય ટૂથબ્રશને એકદમ હળવા હાથે સ્કૅલ્પ પર ફેરવવું જોઈએ. ડીપ ક્લીનિંગ માટે ઑઇલ અથવા ઍપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને ટૂથબ્રશને સ્કૅલ્પ પર ઘસી શકો છો.’

આ હૅક ટ્રાય કરવાનાં કયાં સંભવિત નુકસાન છે અને એ ટ્રાય કરવાનું કોણે ટાળવું જોઈએ? નિષ્ણાતનો મત છે કે જે લોકોની સ્કિન એકદમ સેન્સિટિવ છે તેમણે સ્કૅલ્પ પર ટૂથબ્રશ ઘસવાથી બચવું જોઈએ. ટૂથબ્રશ ડીપ ક્લીનિંગ તો કરે છે, પણ એનાથી હેર ફોલિકલ્સને સંભવિત નુકસાન પણ થઈ શકે છે. એને કારણે તમારી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.’

જો ડીપ સ્કૅલ્પ ક્લીનિંગ માટે ટૂથબ્રશ જેવો હૅક ન વાપરવો હોય તો સ્કૅલ્પ સ્ક્રબર મળે જ છે જે સ્પેશ્યલી સ્કૅલ્પ માટે જ ડિઝાઇન કરેલાં હોય છે. એ સિવાય એક્સફોલિએટિંગ શૅમ્પૂ આવે છે જે સ્કૅલ્પમાંથી એક્સેસ ઑઇલ અને ડેડ સ્કિન સેલ્સને રિમૂવ કરી નાખે છે.

fashion fashion news life and style columnists