એક સમયે માત્ર દુલ્હનની જ મોનોપોલી ગણાતી માથાપટ્ટી હવે ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં ટ્રાય કરો

25 June, 2024 08:07 AM IST  |  Mumbai | Heta Bhushan

આ મૉડર્ન માથાપટ્ટીથી માથા પર સ્ટાઇલ ઍડ ઑન કરવામાં આવે છે એટલે આ લુકમાં હેરસ્ટાઇલની પસંદગી પર ધ્યાન આપવું જરૂરી છે

માથાપટ્ટી

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટે ઇન્ડો-ફ્યુઝન લુકમાં સાડી સાથે મેસી હેર અપડૂ હેરસ્ટાઇલમાં ડબલ માથાપટ્ટી પહેરી કરી હતી અને એ લુક બધાએ વખાણ્યો હતો. માત્ર કુંદન માથાપટ્ટી બ્રાઇડ પહેરી શકે અથવા ટ્રેડિશનલ પ્રસંગમાં જ પહેરી શકાય એ વિચારને બદલી નાખતો આ ઇન્ડો- ફ્યુઝન મૉડર્ન લુક અત્યારે કોઈ પણ ફંક્શનમાં તમને આઉટસ્ટૅન્ડિંગ બનાવી શકે છે. 
છેલ્લાં ૧૫થી વધારે વર્ષોથી બ્રાઇડલ બ્યુટી અને મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઇલિસ્ટ તરીકે કાર્યરત બોરીવલીનાં કવિતા મહેતા-વાયડા કહે છે, ‘બ્યુટી અને મેકઅપ ટ્રેન્ડમાં નવી-નવી ટેક્નિક્સ અને ટ્રેન્ડ આવે જ છે. માથાપટ્ટી તરીકે ઓળખાતું ઑર્નામેન્ટ મૂળ રાજપૂત ટ્રેડિશન છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં બ્રાઇડલ લુકમાં એ એટલી હિટ રહી કે દરેક બ્રાઇડ ટ્રેડિશનલ કુંદન અને મોતીની માથાપટ્ટી જ પહેરવાનું પસંદ કરતી હતી. પછી સતત કંઈ નવું કરવાની ચૅલેન્જમાં ટ્રેડિશનલ બ્રાઇડલ લુકમાં માથાપટ્ટીના સ્થાને માત્ર મોટા માંગટીકા ઇનથિંગ બન્યા છે અને હવે ફરી ફૅશન સ્વિચ છે. ઇન્ડિયન ટ્રેડિશનલ ઘરેણું ગણાતી માથાપટ્ટીને મૉડર્ન ટ્‍વિસ્ટ સાથે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ અને ગાઉન સાથે સંગીત, રિસેપ્શન, કૉકટેલ પાર્ટીમાં પહેરવામાં આવે છે. મૉડર્ન ટ્વિસ્ટમાં આ માથાપટ્ટી સ્વરોવ્સ્કી સ્ટોન, ડાયમન્ડ, મોતી, અનકટ ડાયમન્ડમાંથી બનાવવામાં આવે છે. મૉડર્ન નેકલેસને પણ માથાપટ્ટી લુક આપવામાં યુઝ કરી શકાય છે. હવે માથાપટ્ટી લુક માટેના હેરબૅન્ડ પણ મળે છે જે તમે કોઈ સ્ટાઇલિસ્ટની મદદ વિના ઓપન હેર સાથે પહેરી આઉટસ્ટૅન્ડિંગ લુક મેળવી શકો છો.’

આ મૉડર્ન માથાપટ્ટીથી માથા પર સ્ટાઇલ ઍડ ઑન કરવામાં આવે છે એટલે આ લુકમાં હેરસ્ટાઇલની પસંદગી પર ધ્યાન આપવું જરૂરી છે એમ જણાવીને કવિતા કહે છે, ‘મૉડર્ન માથાપટ્ટી તમે ઓપન હેરમાં મિડલ પાર્ટિંગ સાથે ટોટલી ઓપન કર્લ સાથે કે ફ્રન્ટ ટાઇટ પિનઅપ અને સ્ટ્રેટ ઓપન હેર સાથે પહેરી શકો છો. બીજી સ્ટાઇલમાં એકદમ સિમ્પલ બન, મેસી હેર અપડૂ સાથે આ સ્ટાઇલ મૅચ કરી શકાય છે. ઓછી હાઇટ હોય તો આ લુક હાઈ બન સાથે થોડી હાઇટનું ઇલ્યુઝન પણ આપે છે. નાનકડા ફેસ પર બહુ સરસ લાગે છે. ફેસ બહુ મોટો રાઉન્ડ શેપનો હોય તો આ લુક બહુ સારો લાગતો નથી તેથી અમે મોટો ફેસ ધરાવતી બ્રાઇડને આ લુક સજેસ્ટ કરતાં નથી.’

fashion news fashion life and style cannes film festival