ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે? તો શું લેવું અને પૅકિંગ કેવું કરવું?

24 January, 2023 04:55 PM IST  |  Mumbai | Alpa Nirmal

છેલ્લા થોડા વખતથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્ન કે પછી પ્રી-વેડિંગનાં ફંક્શનો પોતાના શહેરથી દૂર કોઈ હિલ રિસૉર્ટ કે બીચ રિસૉર્ટ પર કરવાની પરંપરા વધી રહી છે

ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું છે? તો શું લેવું અને પૅકિંગ કેવું કરવું?

છેલ્લા થોડા વખતથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્ન કે પછી પ્રી-વેડિંગનાં ફંક્શનો પોતાના શહેરથી દૂર કોઈ હિલ રિસૉર્ટ કે બીચ રિસૉર્ટ પર કરવાની પરંપરા વધી રહી છે. એવા સમયે આમંત્રિત વ્યક્તિઓને ડેસ્ટિનેશન વેડિંગનું ઇન્વાઇટ મળવાની ખૂબ ખુશી તો હોય છે, પણ સાથે શું-શું મસ્ટ લઈ જવું? કઈ રીતે પૅકિંગ કરવું? જો તમને પણ આની ઍન્ગ્ઝાયટી હોય તો મેળવી લો કેટલીક ઉપયોગી ટિપ્સ

હવે મોટા ભાગનાં ફંક્શન્સ થીમબેઝ્ડ હોય છે. જેમ કે હલદીમાં યલો થીમ, એ જ રીતે મેંદીમાં ગ્રીન, બીચ-પાર્ટીમાં ફ્લોરલ, પૂલ-પાર્ટીમાં સ્વિમિંગ કૉસ્ચ્યુમ, ડાન્સ-પાર્ટીમાં ફૉર્મલવેઅર વગેરે... વગેરે. એટલે બધા મહેમાનો એ રીતનાં કપડાં જ ખરીદે છે. એમાં શું કરવું કે કેવાં કપડાં લેવાં એ વિશે બધાને ખબર જ હોય છે. જોકે અહીં ઉપયોગી ટિપ એ છે કે એ બધાં કપડાંને એકસાથે એક બૅગમાં ભરી નાખવાને બદલે દરેક ઇવેન્ટના ડ્રેસને સૅપરેટ ટ્રાન્સપરન્ટ પૉલિથિનની બૅગમાં પૅક કરવાં અને એના પર કયા ફંક્શનમાં પહેરવાનાં છે એનું લેબલ લગાવીને પછી બૅગમાં રાખવાં. જો પૉસિબલ હોય અને દરેક ઇવેન્ટ માટે ડિફરન્ટ ઍક્સેસરીઝ (જેમ કે જ્વેલરી, બેલ્ટ, બૅગ્સ, ફુટવેઅર) લેવાની હોય તો એ ઍક્સેસરીઝ પણ આ પૅકેટમાં રાખી શકાય. ઘણી વખત એવું થાય છે કે વારે-વારે કપડાં બૅગમાંથી કાઢતાં-મૂકતાં એની ગડી બગડે છે અને એ ચોળાઈ જાય છે. ત્યારે ડે વાઇઝ કે ઇવેન્ટ વાઇઝ પૅકેટ તૈયાર કરાતાં આવી તકલીફો થતી નથી. 
જો વેડિંગમાં કોઈ હિલ સ્ટેશને જવાનું છે તો કોઈ પણ સીઝનમાં સાંજ પછી ખુલ્લા સ્થળે ઠંડો પવન હોવાનો જ છે. એનાથી બચવા પ્રૉપર વિન્ટરવેઅર સાથે રાખવું જરૂરી છે. વિન્ટરવેઅર કહ્યું એટલે ઠંડીમાં પહેરાતું જાડું જૅકેટ અને ઘરનાં રેગ્યુલર સ્વેટર, શાલ અને સ્કાર્ફ નહીં. ઘણી વખત એવું થાય છે કે ડાન્સ-પાર્ટીમાં કોઈ બહેને સરસ અને મોંઘું વેસ્ટર્ન ગાઉન પહેર્યું હોય પણ ઠંડીથી બચવા એના પર ટિપિકલ સ્વેટર કે જૅકેટ ચડાવ્યું હોય. પ્લીઝ, ડોન્ટ ડૂ ધીસ. એને બદલે ઇનવેસ્ટ ઇન ગુડ બૉડી-વૉર્મર. થર્મલવેઅરમાં પગના અલગ-અલગ લંબાઈના સ્લેક્સ મળે છે. સાથે જ અપર બૉડીમાં સ્લીવલેસ, હાફ સ્લીવ, ફુલ સ્લીવનાં લુઝ અને ટાઇટ ટૉપ પણ મળે છે. આ બૉડી-વૉર્મર ટ્રેડિશનલ સાડી, ચણિયાચોળી કે સલવાર-કમીઝ સાથે પણ પહેરી શકાય છે. હવે ફૅન્સી બ્લાઉઝ સાથે બૉડી-વૉર્મરનું ટૉપ નથી જામી રહ્યું તો ચણિયાચોળી કે સાડીના પાલવના છેડાની નીચે ગરમ શાલ પ્રૉપર્લી સેફ્ટી પિનથી સેટ કરીને શરીરને ઠંડીમાં વૉર્મ રાખી શકાય. શાલ સાડી કે દુપટ્ટાની નીચે હોવાથી ડાયરેક્ટ દેખાતું નથી એટલે જૂની કે સાદી ચાલશે એવું નહીં વિચારતા. 

તમારે પૂલ-પાર્ટી અટેન્ડ કરવાની છે અને તમે સ્વિમિંગ કૉસ્ચ્યુમ ગ્રેસફુલી કૅરી કરી શકો છો. છતાં ટેક સ્વિમસૂટ કવર-અપ. કવર-અપ એટલે હોટેલના ટૉવેલ કે બાથરોબ નહીં. અહીં શિફોન, લાઇટ સિલ્કના કલરફુલ સરોંગ કે પોંચો વધુ ગ્રેસફુલ વાગે છે. રિમેમ્બર, યુ આર ઇન સમ ફંક્શન. તમે હૉલિડે પર નથી આવ્યા. કવર-અપ સાથે યોગ્ય ફ્લૅટ સ્લીપ-ઑન ચંપલ પણ જોઈશે. હીલવાળાં, ચમકીલાં ચંપલ કે બેલીઝ નહીં ચાલે. સો, ડોન્ટ ફર્ગેટ ટુ પૅક ધીસ. 

ઘણી બહેનોને આદત હોય છે કે ક્યાંય બહારગામ જાય એટલે એક મોટું પર્સ લે. એમાં દવા, મેકઅપનો સામાન, જ્વેલરી, પૈસા, ઇમ્પોર્ટન્ટ કાગળો, ઘરની ચાવી વગેરે ભરે. પછી આખો દિવસ દરેક જગ્યાએ એ લઈ-લઈને ફરે. જાણે રક્ષાકવચ હોય. બેનડીઓ, ન કરો આવું. દરેક પ્રસંગ, દરેક ડ્રેસિંગને અનુરૂપ પર્સ, ક્લચ, બૅગ સાથે રાખો અને એમાં મોબાઇલ ફોન અને રૂમની 
ચાવીથી વિશેષ કંઈ ન રાખો. હા, નાનું બાળક સાથે હોય તો તેને જોઈતાં ડાઇપર, વૉટર બૉટલ, મિલ્ક બૉટલ રાખવા માટે સ્પેશ્ય કિડ્સ બૅગ આવે છે એ જરૂર લો, પણ એમાં પણ એ સમય માટે જેટલું જોઈતું હોય એટલું જ ભરો. 

દરેક અવસરે ડ્રેસ અનુસાર જેન્ટ્સ, લેડીઝ, બાળકોનાં ચંપલ જોઈશે. ખાસ કરીને બાળકો માટે સૅન્ડલ, શૂઝ સાથે સ્લિપર અવશ્ય પૅક કરો; કારણ કે તેમને ત્યાં બીજાં બાળકો સાથે રમવું હોય, ભાગદોડ કરવી હોય ત્યારે વારંવાર ચંપલ કાઢવા-પહેરાવવા માટે તમારી પાસે આવશે, જે તમને પણ કંટાળજનક લાગશે અને બચ્ચાંઓ પણ ત્રાસી જશે.

જો શક્ય હોય તો લેડીઝ, જેન્ટસ, કિડ્સ દરેકની સૅપરેટ બૅગ પૅક કરો અને એ જો પૉસિબલ ન હોય તો ચાર દિવસના કાર્યક્રમમાં પહેલા બે દિવસનાં અને ત્રીજા અને ચોથા દિવસનાં કપડાં, સામાન વગેરે માટે બે જુદી બૅગ રાખો.

આ પણ વાંચો : જનરેશન ‘ઝી’એ દિલથી અપનાવી છે થ્રિફ્ટ ફૅશન

બાળકો સાથે હોય તો તેમની ઉંમર અને શોખ પ્રમાણે તેમને ગમતી બુક્સ, ઇન્ડોર ગેમ્સ, ડ્રૉઇંગ-ક્રાફ્ટ 

મટીરિયલ લેવાનું ભુલાય નહીં. જો પ્રસંગમાં તેમને મજા નહીં આવે તો તેઓ તમને પણ એન્જૉય કરવા નહીં દે. આઉટડોર ક્રિકેટ, બૅડ્મિન્ટન વગેરેના બૅટ લેવાની જરૂર નથી; પણ બેસીને બીજાં બાળકો સાથે રમી શકાય એવી રમતો જરૂર લેવી.

ઍન્ડ લાસ્ટ બટ નૉટ લીસ્ટ. તમારા આધાર કાર્ડની કૉપી સાથે એની ઝેરોક્ષ કૉપી લેવી, કારણ કે હોટેલ કે રિસૉર્ટમાં અકૉમોડેશન માટે ઈચ ઍન્ડ એવરી વ્યક્તિનું આઇડેન્ટિફિકેશન આપવું કમ્પલ્સરી હોય છે. 

યાદ રાખો કે તમે શહેરથી બહુ દૂર છો એટલે આ ચીજો સાથે રાખવાનું ભૂલતા નહીં
 
 પૅકિંગ કરતી વખતે ક્યારેક એવું થાય કે આ બધું અહીંથી ક્યાં ઉપાડીને જવું, જે-તે સ્થળે જઈને લઈ લઈશું. જોકે બહુધા એ શક્ય નથી થતું, કારણ કે મોટા ભાગે આવાં વેન્યુ નજીકના શહેર કે નગરથી બહુ દૂર હોય છે. બજાર સુધી પહોંચવા વાહનો મળવાં મુશ્કેલ હોય છે અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ આવી ઇવેન્ટમાં દરેક ટાઇમે કોઈ ને કોઈ ઍક્ટિવિટી કે ફંક્શન ચાલતું જ હોય છે. ત્યારે એ બધું છોડીને જોઈતી વસ્તુ બજારમાં ખરીદવા જવું એ વાત કરેક્ટ નથી. તમે જેમને ત્યાં પ્રસંગમાં આવ્યા છો તેમના દરેક અવસરમાં હાજર રહેવું એ તમારી ફરજ છે. વળી જલદી-જલદી પાછા આવી જવાનું પ્રૅક્ટિકલી પૉસિબલ પણ નથી હોતું. 
 
 જરૂરી દવા સાથે તાવ, દુખાવો, પેટની ગરબડ માટેની, ઍસિડિટી, ઍન્ટિ-વૉમિટિંગ, ડાયજેશન માટેની એક્સ્ટ્રા મેડિસિન લેવી. એ સાથે બામ, પેઇન ઓઇનમેન્ટ અને કંઈ વાગી જાય તો ડ્રેસિંગ માટે ઍન્ટિ-સેપ્ટિક ક્રીમ, ક્લોથ પૅડ-કૉટન સાથે કીપ ડેટોલ ઑર સેવલોન ટુ, જેથી નાની Fન્જરી માટે નાહકની દોડાદોડી ન કરવી પડે. 
 
 બાળકોને ભાવે એવું અને પોતાને માફક આવે એવું લાઇટ ફૂડ પણ સાથે રાખવું. પ્રસંગોનો ભારે ખોરાક ન ફાવે તો યજમાનને હેરાન કરવા કે હોટેલમાં ડિમાન્ડ કરવા કરતાં પોતાની પાસે યોગ્ય ખાવાનું હોય તો સારું પડશે.
 
 ઍક્સેસરીઝ સાથે સોય, દોરો, હુક અને નાનકડી ઇસ્ત્રી પણ મૂકવી ભૂલવી નહીં. ઘણી વખત આ વસ્તુઓ હોટેલમાં મળી રહે છે, પણ જો ન હોય અને કંઈ તૂટ્યું-ફાટ્યું તો સોય-દોરો વિલ બી લાઇફ હેક. એ જ રીતે કપડાંમાં ક્રીઝ પડી ગઈ હોય તો પોર્ટેબલ ઇસ્ત્રી યુઝફુલ બની રહે છે.

 નાનાં બાળકો માટે ડાયપરનો ફુલ સ્ટૉક અને લેડીઝ સૅનિટરી નૅપ્કિન પણ પૅક કરજો. આગળ કહ્યું એમ માર્કેટમાંથી લેવા જવાનું એવરી ટાઇમ પૉસિબલ નથી થતું.

બ્રેકફાસ્ટ ઇન લાઉન્જવેઅર 

આપણે હૉલિડે પર ગયા હોઈએ અને હોટેલની રેસ્ટોરાંમાં બહેનો નાઇટ ડ્રેસમાં અને ભાઈઓ ટી-શર્ટ-ચડ્ડીમાં બ્રેકફાસ્ટ કરવા પહોંચી જાય છે. એ એથિકલી યોગ્ય નથી જ. જોકે આવા પ્રસંગે કોઈના મહેમાન બનીને આવ્યા હો ત્યારે તો જરાય આવું કરવું નહીં. નાઇટ ડ્રેસને બદલે લેડીઝ લાઉન્જવેઅર પહેરી શકો. એમાં હવે બહુ વરાઇટી આવે છે. એ ન ખરીદવા હોય તો સિમ્પલ રેગ્યુલર સલવાર-કમીઝ પણ ચાલે. તો ભાઈઓ ડીસન્ટ શૉર્ટ્સ સાથે શર્ટ, ટી-શર્ટ પહેરી શકે. આવી ઇવેન્ટમાં ફોટોગ્રાફરની ટીમ દરેક ક્ષણને અને દરેક ઇવેન્ટને કૅમેરામાં કૅપ્ચર કરતી હોય છે. ત્યારે તમે આડાંઅવળાં કપડાંમાં કૅમેરાના લેન્સમાં કેદ થઈ જશો તો તે તમારા માટે એમ્બેરેસિંગ બની જશે. સો નો બ્રેકફાસ્ટ ઇન નાઇટવેઅર.

columnists fashion news fashion