12 September, 2023 07:18 PM IST | Mumbai | Heta Bhushan
કવિતા મહેતાએ દાદાસાહેબ ફાળકે ઇન્ડિયન સંસ્કૃતિ બ્રાઇડલ કૉમ્પિટિશનમાં ટ્રેડિશનલ બ્રાઇડના મેકઅપ લુકમાં વાઇટ લાઇનર યુઝ કરી આવો હટકે પ્રાઇઝ વિનિંગ લુક આપ્યો હતો.
કામ કરીને કે ઉજાગરા કરીને થાકી ગયા છો છતાં બહુ ફ્રેશ અને બ્રાઇટ દેખાવું છે તો તમારી મેકઅપ કિટમાં ઉમેરો કરી દો વાઇટ આઇલાઇનરનો. યસ, આ એકદમ અનયુઝ્અલ આઇલાઇનરનો શેડ છે જે તમારી આંખોને ચમક આપશે અને આખા ચહેરાને યુથફુલ અને ફૅશનેબલ લુક પણ આપે છે.
આંખોને સુંદર દેખાવ આપવાથી સ્ત્રીની સુંદરતાને ચાર ચાંદ લાગે છે. નાની આંખોને મોટી દેખાડવા, થાકેલી આંખોને ફ્રેશ દેખાડવા, સુંદર આંખોને વધુ સુંદર ઉઠાવ આપવા અત્યારે વાઇટ આઇલાઇનર આઇ મેકઅપમાં એકદમ હીટ ટ્રેન્ડ છે. કાળા કાજલ કરતા વાઇટ આઇલાઇનર આંખોને પોપ અપ અટ્રેકટીવ લુક આપે છે.
હવે તો વાઇટ આઇલાઇનર લિક્વિડ, જેલ, આઇલાઇનર પેન્સિલ દરેક ટાઇપમાં મળે છે. મોટી આંખો સુંદરતાનું પ્રતીક છે. વાઇટ આઇલાઇનર મેકઅપ આર્ટિસ્ટની એક એવી છૂપી ટ્રિક છે જેનાથી તેઓ તમારી નાની આંખોને મોટી બતાવી શકે છે અને ચહેરા પર રોનક લાવે છે. આંખોને મોટી દેખાડવા આંખોની નીચેની વૉટર લાઇન પર કાળી નહીં પણ સફેદ લાઇનર લગાવવાથી આંખો મોટી લાગે છે. વૉટર લાઇન પર વાઇટ લાઇનર અને એની નીચે લૅશ લાઇન પર લાઇટ બ્રાઉન કે બેજ કે પીચ શેડ લગાવવાથી આંખોને વધારે સરસ ડેફિનિશન મળે છે. વાઇટ આઇ પેન્સિલથી આંખોના અંદરના ખૂણાને હાઇલાઇટ કરી હાથોની આંગળી દ્વારા એને બ્લેન્ડ કરવાથી આંખો ફેસનું સેન્ટર બને છે અને ઍટ્રૅક્ટિવ લાગે છે.
આંખોની ઉપર આઇલિડના અંદરના ખૂણામાં આઇશૅડો લગાવવા પહેલાં વાઇટ લાઇનર લગાડી પછી આઇશૅડો મિક્સ કરવાથી એની ચમક અલગ જ ખીલે છે.
ક્લાસિક રીતે જેમ બ્લૅક આઇલાઇનર આંખોની ઉપર ટૉપ લૅશ લાઇન પર થિક લાઇનર લગાડવામાં આવે છે એવી જ રીતે વાઇટ લાઇનર લગાડવામાં આવે છે, જે આંખોને બિગ અને બોલ્ડ લુક આપે છે.
કટ ક્રીઝ વે એક નવી આઇ મેકઅપની રીતમાં વાઇટ આઇલાઇનર ક્રીઝ પર લગાડવામાં આવે છે અને એ જુદા-જુદા શેપ અને લાઇન અને ડાઇમેન્શન ક્રીએટ કરવામાં મદદ કરે છે અને આંખો શાર્પ અને રેડિયન્ટ લાગે છે.
૧૫થી વધુ વર્ષોનો બ્રાઇડલ બ્યુટી અને મેકઅપ આર્ટિસ્ટનો અનુભવ ધરાવતાં બોરીવલીનાં કવિતા મહેતા વાયડા કહે છે, ‘બ્યુટી અને મેકઅપ ટ્રેન્ડમાં નવી-નવી ટેક્નિક્સ અને ટ્રેન્ડ આવે જ છે. ખાસ આઇ મેકઅપની વાત કરું તો આઇ મેકઅપ ટોટલ મેકઅપનો આત્મા છે. મને આઇ મેકઅપમાં એકદમ પ્રિસિઝનથી કામ કરવું ગમે છે. વાઇટ આઇલાઇનર એમાં અત્યારે હિટ ટ્રેન્ડ છે. નાની આંખોને મોટી દેખાડવા, બહુ અંદર ધસેલી આંખોને પૉપ અપ કરવા વાઇટ આઇલાઇનરનો ઉપયોગ કરવામાં આવે છે. કટક્રીઝ આઇ મેકઅપમાં થ્રી-ડી ઇફેક્ટ અને ડિફરન્ટ શેપ્સ માટે વાઇટ આઇલાઇનર ઇફેક્ટિવ અને સપોર્ટર સાબિત થાય છે. સ્પેશ્યલ મેકઅપમાં અને ફેસ ડિઝાઇન મેકઅપમાં પણ વાઇટ લાઇનર યુઝ કરવામાં આવે છે. કોઈ પણ ઓકેઝન પર વાઇટ આઇલાઇનર ડિફરન્ટ રીતે યુઝ કરી શકાય છે.
કવિતાબહેન કહે છે, ‘તમે દિવસના સમયે કે રાત્રે કોઈ પણ સમયે વાઇટ લાઇનર યુઝ કરી શકો છો. કોઈ પણ લગ્ન હોય કે રિસેપ્શન પાર્ટી કે ડિનર ડેટ, કોઈ પણ ઓકેઝન પર સરસ લાગે છે. તમે ડેઇલી મેકઅપમાં પણ સ્માર્ટ્લી વાઇટ લાઇનર જુદી-જુદી રીતે યુઝ કરી શકો છો. જેમ સફેદમાં બધા રંગો સમાયેલા છે એમ સફેદ આઇલાઇનર બધા રંગોના આઉટફિટ સાથે સારી લાગે છે.’