વિક્રમ કાપડિયાના ટેલિ પ્લે બૉમ્બે ટૉકિઝમાં મુંબઈનો સ્વભાવ વર્તાય છે

11 April, 2023 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝી થિયેટરના ટેલિપ્લે `બૉમ્બે ટોકીઝ`માં સાત મુંબઈવાસીઓ તેમની અનોખી વાર્તાઓ કહે છે અને લેખક અને દિગ્દર્શક વિક્રમ કાપડિયાના જણાવ્યા મુજબ, દરેક વાર્તા મેટ્રોમાં જીવનના વિવિધ અનુભવોથી પ્રેરિત હતી

વિક્રમ કાપડિયા - તસવીર સૌજન્ય પીઆર

ઝી થિયેટરના ટેલિપ્લે `બૉમ્બે ટોકીઝ`માં સાત મુંબઈવાસીઓ તેમની અનોખી વાર્તાઓ કહે છે અને લેખક અને દિગ્દર્શક વિક્રમ કાપડિયાના જણાવ્યા મુજબ, દરેક વાર્તા મેટ્રોમાં જીવનના વિવિધ અનુભવોથી પ્રેરિત હતી. તે કહે છે, "મુંબઈ એવું શહેર છે જ્યાં લોકો તેમના સપનાને સાકાર કરવા આવે છે અને આ વાઇબ્રન્ટ શહેર સાથેનો તેમનો સંબંધ એ એક એવી કડી છે જે `બોમ્બે ટોકીઝ`ની સાત વાર્તાઓમાંથી પસાર થાય છે. મુંબઈમાં ફેરવાયેલા આ બૉમ્બેની બધાને વસાવી લેતી હૂંફ અને આત્મસાત કરેલી સંસ્કૃતિ જાળવી રાખી છે અને તે લક્ષણ આ ટેલિપ્લેમાં પણ પ્રતિબિંબિત થાય છે."
 
`બૉમ્બે ટોકીઝ` મુંબઈમાં વસેલા સાત લોકોના જીવનની વિગતવાર વાત કરે છે. મોનોલૉગ્ઝમાં કહેવાતી આ વાર્તાઓ 25મી એપ્રિલે ટાટા પ્લે થિયેટરમાં બપોરે 2 અને 8 વાગ્યે પ્રસારિત થશે.
 ટેલિપ્લેના કોન્સેપ્ટ વિશે વાત કરતાં વિક્રમ કહે છે, "મને 2008ના મુંબઈ આતંકવાદમાં જીવ ગુમાવનારાઓની યાદમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA) ખાતે એક કાર્યક્રમ માટે એકપાત્રીય નાટક લખવા માટે આમંત્રણ મળ્યું.  તે મંદિરા બેદી દ્વારા ભજવવામાં આવ્યું હતું અને પછી મેં વધુ એકપાત્રીય નાટક લખવાનું ચાલુ રાખ્યું હતું, જેમાંથી મોટા ભાગની વાર્તાઓ સાચી ઘટનાઓ પર આધારિત હતી, અને `બૉમ્બે ટોકીઝ` બનાવવા માટે આ વાર્તાઓ એક સાથે જોડી એક એન્થોલૉજી જેવું તૈયાર કર્યું. આ એકપાત્રી નાટક દ્વારા, સાત એક્ટર્સ ન માત્ર તેમના પોતાના અનુભવો શેર કરે છે પરંતુ પણ જીવનની બહુ મોટી સચ્ચાઇઓની વાત પણ કરે છે."
 જ્યારે કાસ્ટિંગની વાત આવી ત્યારે, વિક્રમ કાપડિયા માટે અમુક ચોઇસિઝ બહુ સાહજિક હતી. તે કહે છે, "હું રસિકા દુગલને ત્યારથી ઓળખતો હતો જ્યારે મેં યશ રાજ માટે ટીવી સિરીઝ લખી હતી અને તેની પ્રતિભા અને તેની સ્ક્રીન પ્રેઝન્સથી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નમિત દાસ અદ્ભુત છે એક્ટર છે. દર્શન, અનાહિતા અને મેં દાયકાઓથી સાથે કામ કર્યું છે અને હું નીલ સાથે કામ કરવા માટે એક્સાઇટેડ હતો. માનસીએ મારા એક બીજા નાટક માટે ઑડિશન આપ્યું હતું પણ મને ખ્યાલ આવ્યો એ તો રેર છે કારણકે તે ગાય પણ છે નૃત્ય પણ કરે છે અને અભિનેત્રી પણ છે. રત્નાબલી સ્ટેજ પર એક ધમાકો છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી."
 
`બૉમ્બે ટોકીઝ`ના સ્ટાર્સ દર્શન જરીવાલા, નમિત દાસ, નીલ ભૂપાલમ, માનસી મુલતાની, અનાહિતા ઉબેરોય, રત્નાબલી ભટ્ટાચારજી, રસિકા દુગલ અને તુષાર મેથ્યુઝ છે.

 

 

 

 

 

zee5 darshan culture news south mumbai