17 June, 2019 12:17 PM IST | ગાંધીનગર
ચોમાસામાં ખાઓ આ ગુજરાતી વાનગીઓ, પડી જશે લહેજત
એક બાજુ વરસાદ પડતો હોય અને બીજી બાજુ તમે વરસાદને નિહાળતા નિહાળતા ગરમ ચા સાથે નાસ્તો લઈને બેઠા હોવ..કેટલી મજા આવે? ચાલો યાદ કરીએ આવી જ ગુજરાતી વાનગીઓને.
દાલવડા
વરસાદ પડે એટલે યાદ આવ દાલવડા. પલાળેલી ચણાની દાળ, તેમાં પડે કાંદા અને આદૂની પેસ્ટ સાથે મસાલાઓ. જ્યારે દાલવડા તળવામાં આવતા હોય ત્યારે તેની સુગંધ એટલી લોભામણી હોય છે કે તમે પોતાની જાતનો રોકી જ નહીં શકો.
ભજિયા
ચોમાસામાં એકપણ ગુજરાતી ઘર એવું નહીં હોય જ્યા ભજિયા ન બને. મરચાના ભજિયા, બટેટાના ભજિયા, કાંદાના ભજિયા...સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય.
મેથીના ગોટા
ભજિયાનો જ ભાઈ કહી શકાય એવી વાનગી એટલે મેથીના ગોટા. ખાસ કરીને ડાકોરના ગોટા વખણાય છે. ચટણી સાથે મેથીના ગોટા ખાવાની મજા પડી જાય.
મેથીના ઢેબરા
ઢેબરા મેથી, ચણાના લોટ અને બાજરામાંથી બનાવવામાં આવે છે. આ ઢેબરા ટેસ્ટી છે તેની સાથે હેલ્ધી પણ છે. દહીં સાથે ખાવામાં મજા આવી જશે.
કઢી ખિચડી
કઢી ખિચડી એટલે ગુજરાતીઓનું ફેવરિટ જમણ. ગરમા ગરમ ખિચડી અને મીઠી કઢી,જેમાં લીમડાના વઘારની સુગંધ આવતી હોય..બસ પછી તો શું જોઈએ?
મુઠિયા
દુધીના મુઠિયા એક એવી વાનગી છે જે ટેસ્ટી અને હેલ્ધી છે.. તેને બાફવામાં આવે છે અને બાદમાં તેનો વઘાર થાય છે. મુઠિયાનો સ્વાદ તો બસ શું કહેવું!
આ પણ વાંચોઃ ઝટપટ બની જાય એવા ગુજરાતી નાસ્તા, તમે પણ કરો ટ્રાય