07 September, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
જેણે કંઈક પકડવું હોય તેણે કંઈક છોડવું પડે.
જેણે શ્રેષ્ઠ પામવું હોય તેણે સામાન્ય છોડવું પડે!
તમે બે હાથે અતિ મૂલ્યવાન એવો રત્નજડિત હાર પકડીને ઊભા છો અને એ જ સમયે પરમાત્મા તમારી સમક્ષ પધારે છે. તમારે પરમાત્માના ચરણસ્પર્શ કરવા છે તો કેવી રીતે કરશો?
તમારે પહેલાં પકડેલો હાર છોડવો પડશે, કેમ કે એ છોડ્યા વિના પ્રભુના ચરણસ્પર્શ તો કરી શકાશે નહીં!
જેની છોડવાની તૈયારી હોય છે તેને પ્રભુનાં ચરણ અને પ્રભુ જેવું આચરણ મળે છે.
હાથમાંથી છોડવું; વસ્તુનું, સંપત્તિનું દાન કરવું હજી પણ સહેલું છે; પણ heart અને brainમાંથી છોડવું અત્યંત અઘરું છે. બહારમાંથી છૂટે એને દાન કહેવાય, પણ મન અને મગજમાંથી છૂટે એને ‘ક્ષમાદાન... કહેવાય.
પર્વાધિરાજ પર્યુષણ જો બહારમાં, માત્ર વ્યવહારમાં પધાર્યા હશે તો તમે દાન, શીલ અને તપ કરશો; પણ પર્યુષણ જો તમારા અંદરમાં પધાર્યા હશે, તમારા અંતરાત્માને સ્પર્શ્યા હશે તો તમે ક્ષમાદાન કરશો.
એક કરોડ રૂપિયાનું દાન આપવા કરતાં પણ શ્રેષ્ઠ છે એક વ્યક્તિનાં ચરણોમાં ઝૂકીને તેને ક્ષમાદાન આપવું!
જે મન અને મગજમાં બાંધેલી વેરઝેરની અને દ્વેષની ગાંઠને છોડી શકે છે તે જ ક્ષમાદાન આપી શકે છે.
Brainમાં tumer, ગાંઠ કોને થાય?
જેનું બધા સાથે proper tunning ન હોય તેને tumer થાય!
ભગવાને પણ 2500 વર્ષ પહેલાં કહ્યું છે અને આજે scienceએ પણ proove કર્યું છે કે જેના મનમાં કોઈના પ્રત્યે દ્વેષની, negativityની, jealousyની, ક્રોધની કે અપમાનની ગાંઠ હોય તેના brainમાં ગાંઠ થાય.
જ્યાં સુધી મનમાં ગાંઠ ન હોય ત્યાં સુધી તનમાં ગાંઠ ન આવે.
એવી પણ ઘણી વ્યક્તિઓ છે જેમના brainમાં tumer હતી; પણ જેવા તેમણે સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને ક્ષમાના ભાવ વધારી દીધા, બધાને ક્ષમાદાન આપી દીધું ત્યારે વગર medicinesએ તેમનું tumer જતું રહ્યું.
માટે જ મનમાં બાંધેલી આ બધી ગાંઠોને છોડવાની તૈયારી કરવાની છે. આજે તમે જ તમારા doctor બનીને check કરો કે તમારા મનમાં કેટલી ગાંઠો છે અને confesion દ્વારા આજે એ બધી ગાંઠોને છોડી નાખો.
જ્યારે શરૂઆતમાં ગાંઠ નાની હોય ત્યારે કર્મોનો બંધ થાય, પણ જો એ ગાંઠ છોડવામાં ન આવે તો સમય જતાં એ મોટી થતી જાય અને કર્મોનો અનુબંધ થઈ જાય.
જ્યારે એક ગાંઠ હોય, શરૂઆત હોય ત્યારે નાનકડી હોય ત્યારે કર્મનો બંધ 100 કે 1000 હોય, પણ એ જ ગાંઠને વાગોળી-વાગોળીને તમે એને મોટી કરો એટલે એ કર્મો અબજો થઈ જાય. ઘણી વાર શું થાય? એ જ ઘટના, એ જ વાતને તમે બીજી પાંચ-દસ વ્યક્તિને કહો એટલે તે બધા પાછા તમારી એક ગાંઠ ઉપર બીજી, ત્રીજી, સાતમી ગાંઠ બાંધે.
તમારા સ્વજનો તમારી એક ગાંઠ ખોલવાને બદલે એના પર બીજી ગાંઠ મારે!
વિચાર કરો,
તમારી lifeમાં તમારાં 8 કર્મોને વધારે એવાં પાત્રો વધારે હોવાં જોઈએ કે તમારી ગાંઠને ખોલે એવા ગુરુ અને પ્રભુ હોવા જોઈએ?
ગાંઠ પર ગાંઠ મારે એવાં પાત્રો સાથેની મિત્રતા છેલ્લે જગતનાં અનેક પાત્રો સાથે શત્રુતા કરાવે છે.
ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં દર્શાવ્યું છે કે કેટલાક શિષ્યો એવા હોય જે શાંત ગુરુને પણ ક્રોધિત કરી દે અને કેટલાક શિષ્યો એવા હોય જે પોતાના વિનયયુક્ત વ્યવહારથી ક્રોધિત ગુરુને પણ શાંત કરી દે.
જેમની આસપાસ ગાંઠ ખોલવાવાળાં પાત્રો વધારે હોય તેણે સમજી લેવાનું કે તેનાં 8 કર્મો ક્ષય થશે અને તેની મોક્ષયાત્રા સફળ થશે.
જેને બાંધેલી ગાંઠ છોડતાં વાર નહીં, તેનો મોક્ષ થતાં વાર નહીં;
જેને SORRY કહેતાં વાર લાગે તેના માટે મોક્ષના દ્વાર પર પણ લખ્યું હોય, ‘SORRY, NO ENTRY!’
ક્યારેક ‘Let go’નો એક નાનકડો મંત્ર પણ નમસ્કાર મહામંત્ર કરતાં મોટો મંત્ર બની જાય છે.
‘જવા દેને!’ આ નાનકડો મંત્ર કોણ બોલી શકે?
જેની છોડવાની તૈયારી હોય!
જેની છોડવાની તૈયારી હોય તે જ ક્ષમાદાન આપી શકે, તે જ let go કરી શકે!
સંસારમાં છો, કોઈક ને કોઈક ઘટના તો બનવાની જ છે; પણ તમારે તમારા mindમાં બે gates રાખવાના : એક entryનો અને એક exitનો! કંઈ પણ entry થાય, તરત જ બીજા gateથી exit કરી દેવાનું! મારા જીવનનો એક મંત્ર છે એને તમે તમારી lifeનો મહામંત્ર બનાવી દો...
Mind અને brainમાં કંઈ stuck નહીં થાય, કોઈ stock ભેગો નહીં થાય એટલે ગાંઠ બની જ નહીં શકે!
તમારા divine mindમાં બીજાનો ગુસ્સો, jealousy, comparision અને દ્વેષનો કચરો ભરી એને dumping yard ન બનાવો.
જેવું આવે એવું છોડતા જાઓ! જો છોડવાની તૈયારી હશે તો stock જમા નહીં થાય અને તમારા ચહેરા પર સદાય હળવાશ અને પ્રસન્નતા હશે.
તમે tug of war જોઈ હશે. એમાં જે દોરડાને પકડી રાખે છે તે અંતે પડે છે અને જે છોડી દે છે તે સમજુ હોય છે, તેઓ lifeમાં ક્યારેય પડતા નથી.
આજે સંવત્સરી પહેલાં મનમાં જેટલી ગાંઠો છે એને છોડી નાખો, પ્રભુ અને ગુરુ સમક્ષ confession કરી લો અને બધા જીવોને ક્ષમાદાન આપી દો. બધા જીવો પ્રત્યે પ્રેમ અને મૈત્રીભાવ પ્રગટાવી દો.
આજે પ્રભુને કહી દો, ‘પ્રભુ! મારો જેટલો ભૂતકાળ વીત્યો છે એ મારો ભૂતકાળ નથી પણ મારી ભૂલોનો કાળ છે. પ્રભુ! મારા એ ભૂલકાળને હું આજે ક્ષમા માગીને મારી અંદરની બધી ગાંઠોને ખોલી નાખું છું. જે જેવા છે તે તેમનાં કર્મ પ્રમાણે છે. મારે મારાં કર્મ વધારવાં નથી!
પથ્થર ફેંકી દેવા માટે હોય અને gift રાખવા માટે હોય એમ કોઈની bad images, કોઈની negativity, કોઈનો દુર્ભાવ, કોઈનો દુર્વ્યવ્યહાર છોડી દેવા માટે હોય છે અને કોઈની સારી image સદ્ગુણો અને સદવ્યવહાર રાખવા માટે હોય છે.
જ્યારે દ્વેષની ગાંઠ છૂટે ત્યારે sorry થાય.
જ્યારે સ્વાર્થની ગાંઠ છૂટે ત્યારે પરમાર્થ થાય.
જ્યારે પરિગ્રહની ગાંઠ છૂટે ત્યારે દાન થાય.
જે અક્કડ રહે છે અને પક્કડ રાખે છે તે સંસારના પરિભ્રમણમાં અટકી જાય છે. જે ઝૂકે છે, જે ક્ષમાદાન આપે છે તે મોક્ષયાત્રામાં આગળ વધે છે.
માટે જ છોડવાની તૈયારી હોવી જોઈએ.
ભૂલ તેની હતી કે ભૂલ મારી હતી, મારે એના judge બનવું નથી; મારે તો તેને ક્ષમા આપીને જૈન બનવું છે.
બધું જ છોડવાની તૈયારી રાખો અને કર્મોના બંધનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરો એ જ પર્યુષણ મહાપર્વનો બોધ છે.
શ્રેષ્ઠ એવા પ્રભુને ક્યારે પામી શકાશે?
શ્રેષ્ઠતમ એવા મોક્ષની પ્રાપ્તિ ક્યારે કરી શકાશે?
જ્યારે તુચ્છ અને સામાન્ય એવું બધું છોડવાની તૈયારી હોય!