03 September, 2024 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આ પાવન અવસરે કેટલાના મનમાં એમ છે કે ‘પ્રભુ મારા હૃદયમાં પધારે!’
બધાના મનમાં ભાવ છે કે પ્રભુ મારા હૃદયમાં બિરાજે, પણ પ્રભુ હૃદયમાં ક્યારે બિરાજે?
એક હોય છે, ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવો અને એક હોય છે, ધર્મનો હૃદયક્ષેત્રમાં પ્રવેશ કરાવવો! ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરવો તો સહજ છે, પણ ધર્મને હૃદયક્ષેત્રમાં પ્રવેશ કરાવવો હોય, પ્રભુને હૃદયમાં બિરાજમાન કરવા હોય તો પ્રથમ તો હૃદયક્ષેત્ર શુદ્ધ હોવું જોઈએ.
પ્રભુએ એક સૂત્ર આપ્યું છે;
‘तस्स भंते, पडिक्काम्मामि, निंदा, गरिहामि, अप्पान वोसिरामि !’
જેમની પોતાના દોષોને, પોતાની ભૂલોને, પોતાના અજ્ઞાનને સ્વીકારવાની તૈયારી હોય છે, એના જ હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય છે.
જેમ હંમેશાં આપણને આપણાં નસકોરાં નથી સંભળાતાં, પણ બીજાનાં સંભળાય છે, એમ આપણને આપણી ભૂલો નથી દેખાતી, પણ બીજાની ભૂલો, બીજાના દોષો, બીજાની ખામીઓ તરત જ દેખાય છે.
માટે જ, ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવાવાળા લાખો વ્યક્તિઓ હોય, પણ ધર્મને પોતાના હૃદયક્ષેત્રમાં પ્રવેશ કરાવનારા બહુ જ અલ્પ હોય. વર્ષોનાં વર્ષોથી ધર્મધ્યાન કરતા હોય, પેઢીઓની પેઢી ધર્મધ્યાન કરતી હોય, પણ ધર્મની સમ્યક્ અનુભૂતિ ન હોય, કેમ કે ધર્મનો હૃદયમાં પ્રવેશ થયો ન હોય.
એનું મુખ્ય કારણ છે સ્વીકાર કરવાની તૈયારી નથી.
આપણી મોટામાં મોટી ભૂલ શું હોય છે? આપણે ભૂલનો સ્વીકાર કરતા નથી.
ભૂલ એ ભૂલ નથી, ભૂલનો અસ્વીકાર એ સૌથી મોટી ભૂલ છે!
પ્રભુને હૃદયક્ષેત્રમાં બિરાજમાન કરવાનો, પ્રભુના સ્વાગતનો એક જ મંત્ર છે... argumentsless
acceptance!!
Argumentsless acceptance પરમાત્માને હૃદયમાં પ્રવેશ કરાવવાનો path છે.
આટલું clear સત્ય સમજાયા પછી પણ કોઈ તમારી ભૂલ બતાવે, તમારા દોષો બતાવે ત્યારે તમારો જવાબ શું ‘જી, હા જી, આ મારી mistake છે, મારાથી ભૂલ થઈ છે’ એવો હોય છે કે arguments હોય છે? એવી જ રીતે તમે પણ કોઈને તેની ભૂલ બતાવો છો ત્યારે તે તરત જ સ્વીકાર કરી લે છે? ના!
જેમને ‘As you say’ કહેતા આવડે, પ્રભુ તેના હૃદયદ્વારે પધારે!
હૃદયમાં ધર્મનો પ્રવેશ કરાવવા માટેનો સર્વ પ્રથમ ગુણધર્મ છે સ્વીકારવાની તૈયારી! સ્વીકાર કોણ કરી શકે? જેનામાં સરળતા હોય!
જેમના હૃદયમાં સરળતા હોય, તેમની પાસે સહજ સ્વીકાર હોય; જેમની અંદરમાં અહંકાર હોય, તેમની પાસે arguments હોય.
સંસારમાં તો વ્યક્તિ દરેકને પહેલા માપે છે, જાણે છે અને પછી પણ સ્વીકાર કરવો હોય તો કરે. સંસારમાં વ્યક્તિમાં પહેલા તો શંકા જ આવે પછી શ્રદ્ધા આવે અને એ જ ગુણધર્મ લઈને આપણે pastમાં લાખો વાર પ્રભુ પાસે ગયા છીએ. પ્રભુ પાસે જઈને પણ શ્રદ્ધા કરવાના બદલે શંકા કરી, arguments કરી એટલે આજે પ્રભુ મોક્ષમાં છે અને આપણે અહીંયા છીએ.
જો મેં પ્રભુ પર શ્રદ્ધા કરી હોત તો આજે હું અને પ્રભુ સરખા હોત, સરખા સ્થાન પર હોત, સરખી સ્થિતિમાં હોત, સરખા આત્મસ્વરૂપમાં હોત!
પણ જ્યારે જ્યારે પ્રભુ મળ્યા ત્યારે ત્યારે शंका, कंखा, वितिगच्छा, परपासंड पसंसा અને परपासंड संथवो કર્યાં છે.
પ્રભુએ કહ્યું, પાણીમાં અસંખ્ય જીવો છે.
પહેલાં તો શંકા આવી, પાણીમાં અસંખ્ય જીવો શું હશે? પછી argument કરી, પાણીમાં કેવી રીતે અસંખ્ય જીવો હોય? શું એનું કોઈ scientific proof છે?
Science કહે તો સ્વીકાર છે, પણ ત્રિકાળજ્ઞાની પ્રભુની પ્રજ્ઞા માટે શંકા છે. આજે science એ જ પ્રભુના સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા prove કરે છે જેને પ્રભુએ 2600 વર્ષ પહેલાં એમના શ્રીમુખેથી પ્રગટ કર્યા હતા.
આજે આ પર્વાધિરાજ મહાપર્વના અવસરે અંદરથી એક ભાવ પ્રગટ કરો... ‘હે પ્રભુ! જ્યારે મને તારું સાંનિધ્ય મળે, તારું શરણ મળે ત્યારે હું તારા દરેક વચનને પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારું, એવી પાત્રતા આપી દે!’
તમને લાગે છે કે એક દિવસમાં તમારો nature acceptanceનો થઈ જશે? ના! તો શું કરવાનું? આજથી સરળ બનવાનો પુરુષાર્થ કરવાનો!
સરળતાના ગુણધર્મને develop કરવા, કોઈની વાતમાં interfere નહીં કરવાનું!
જેનામાં માથું મારવાની habit હોય, તે પ્રભુ સમક્ષ ગમે એટલું માથું નમાવે, તે ક્યારેય સફળ ન થાય.
ધર્મનો હૃદયમાં પ્રવેશ કરાવવા માટે જૈનધર્મનો શ્રેષ્ઠ સિદ્ધાંત છે આલોચના અર્થાત્ confession!
જ્યાં સુધી આલોચના ન થાય ત્યાં સુધી હૃદયપાત્રની શુદ્ધિ ન થાય. આલોચના માટે પ્રથમ પોતે પોતાની ભૂલને જોવી અને પછી એ ભૂલની ગુરુ સમક્ષ આલોચના કરવી, સાચા દિલથી ક્ષમા માગવી અને ભૂલનું પ્રાયશ્ચિત માગવું. ફરી એવી ભૂલ ન થાય, એનો નિર્ણય કરવો અને સાવધાની રાખવી.
આલોચના એ જ કરી શકે જે સરળ હોય.
જેનામાં ego હોય, અહંકાર હોય તે ક્યારેય confession ન કરી શકે.
આલોચના એટલે પાપ-દોષો અને ભૂલોના કારણે મનમાં, હૃદયમાં જે ભાર હોય એ ગુરુનાં ચરણોમાં સોંપી દેવો અને હળવાશ અનુભવવી. જેનામાં ego હોય તે વિચારે કે મારી ભૂલો, મારા દોષો ગુરુને કહી દઈશ તો તેઓ બધું જાણી જશે અને પછી હું તેમની નજરમાંથી ઊતરી જઈશ, તો?
ગુરુ એ હોય, જે મન મનની વાતને જાણતા જ હોય, માટે તેમનાથી છુપાવવું એ પણ ભૂલ જ હોય, તેમની સમક્ષ સ્વીકાર કરી લેવો, એ સરળતા હોય.
જે ભૂલોને છુપાવે છે, તેની ભૂલો વધે છે.
યાદ રાખવાનું,
ગુરુ ક્યારેય judge ન હોય, તેમનું mind તો mirror જેવું હોય. આજે તમે જેવા આવ્યા એવા જુએ, બીજી વાર જેવા આવો એવા જુએ.
જે પોતાના mindમાં કોઈની image કે impression રાખે, જે પોતાના heartમાં કોઈના માટે અભિપ્રાય રાખે, તે ક્યારેય ગુરુ ન બની શકે.
ગુરુ એ હોય, જેમનું heart અને mind clean હોય.
હૃદયમાં ધર્મનો પ્રવેશ ન થવાનું એક કારણ છે ભૂલને છુપાવી છે, પાપ-દોષોને છુપાવ્યાં છે.
જે પોતાની ભૂલો-દોષોને છુપાવે છે, તેને કર્મોની થપ્પડ પડે છે અને જે સ્વીકાર કરે છે, કર્મો તેને કર્મથી મુક્ત કરી દે છે.
Confession કર્મમુક્તિનો ઉપાય છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ - ક્ષમાપના ઉત્સવ, એમાં જે આ આલોચનાનો, confessionનો concept છે, એ જો ઘર-ઘરમાં સ્વીકાર્ય થઈ જાય તો પછી રાગ-દ્વેષ, ઝઘડા, problems, સંઘર્ષ આદિના આયુષ્ય ઓછા થઈ જાયને!!
જે ઘરમાં ભૂલ સ્વીકારવાની તૈયારી હોય એ ઘરમાં અશાંતિનું આયુષ્ય અતિ અલ્પ હોય અને જે ઘરમાં ભૂલો સ્વીકારવાની તૈયારી ન હોય એ ઘરમાં રાગ-દ્વેષ, ઝઘડા અને અશાંતિનું આયુષ્ય ઘણું લાંબું હોય.
ભૂલ ગમે એટલી મોટી હોય, પણ ભૂલનો સ્વીકાર કરવાથી ભૂલ નાની અને ક્ષમ્ય થઈ જાય છે.
ભૂલને ન સ્વીકારવી એ મોટી ભૂલ છે અને ભૂલને સ્વીકારવી એ ભૂલને સુધારવાની નિશાની છે.
Egoના કારણે વ્યક્તિ જ્યારે પોતાની ભૂલને accept નથી કરતી ત્યારે તે પોતાને master mind માને છે, પણ પ્રભુ કહે છે, master mind નહીં, mindના master બનો!
આજે સવારથી કેટલા છકાયના જીવોની હિંસા થઈ હશે, કેટલાય છકાયના જીવોને વેદના આપી હશે, કેટલાને એવું લાગે કે આ મારી ભૂલ છે, મારા દોષો છે!! માટે જ, અમારી પ્રેરણા છે કે એક વાર ગુરુ પાસે અત્યાર સુધીની ભૂલો અને દોષોની આલોચના કરી, ગુરુને વિનંતી કરો, ‘ગુરુદેવ! મારા હૃદયપાત્રને શુદ્ધ કરાવો, મારા હૃદયમાં પ્રભુનો પ્રવેશ કરાવો, મારા હૃદયમાં ધર્મનો પ્રવેશ કરાવો.’ આ confession, આ request ક્યારે થાય?
જ્યારે ભૂલ, ભૂલ લાગે અને ભૂલને સ્વીકારવાની તૈયારી હોય!