20 May, 2019 05:30 PM IST | ગુજરાત
ઈડરિયો ગઢ તસવીર સૌજન્ય - યૂ-ટ્યૂબ
ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે ઈડર, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે અમદાવાદથી 120 કિ.મી ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વિકસેલું નગર છે. ઈડરિયો ગઢ પણ ઈડરમાં આવેલો છે.
ઈડરિયા ગઢ પાસે ફરવાલાયક સ્થળ
ઈડરિયો ગઢ પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે જે ઈડર ગઢના બે-ચાર પગથિયાં ચઢતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. રાજ મહેલ, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાળ કુંડ, અને દિગમ્બર/શ્વેતામ્બર જૈના દેરાસરોની સુંદરતાનો આ ફરવાલાયક સ્થળમાં સમાવેશ થાય છે અને લોકો દૂરથી આ ગઢની મજા માણવા આવે છે.
રણમલ ચોકી પણ જોવાલાયક સ્થળ
અહીં આશરે ત્રણ કિલોમીટર અંતરો ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતુ શ્રીમદ્દ રાજચંદ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. સાથે જ ઈડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે. ત્યાં પાસે આવેલી રણમલ ચોકી પણ જોવા જેવું ફૅમસ સ્થળ છે.
ઈડરિયા ગઢ ઉપર જોવા જેવી જગ્યા
આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સાપ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જોવા જેવ રમણીય સ્થળો આવેલો છે.