03 April, 2023 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહાવીર ભગવાન
Mahavir Jayanti 2023: મહાવીર જયંતિને જૈનો દ્વારા ભગવાન મહાવીરના જન્મોત્સવના રૂપમાં મનાવવમાં આવે છે. આ દિવસે જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ થયો છે. જૈન ધર્મના લોકોનો સૌથી મોટો તહેવાર છે. આ પાવન અવસર પર જૈન સમાજના લોકો ઉત્સાહ અને ઉમંગથી મહાવીર જયંતિની ઉજવણી કરે છે. ભગવાન મહાવીરને વર્ધમાન નામે પણ ઓળખવામાં આવે છે. જેમના દ્વારા જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોની સ્થાપના થઈ હતી.
મહાવીર જયંતિ 2023 તિથિ અને મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના 13માં દિવસે અર્થાત ચૈત્ર શુક્લની ત્રયોદશી તિથિ પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 4 એપ્રિલ 2023ના રોજ મહાવીર ભગવાનની પાવન અવસરની ઉજવણી કરવામાં આવશે.
અઢી હજાર વર્ષ પહેલા મહાવીર ભગવાને આપેલા સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે. જેને સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવી રહ્યાં છે. તેમના સિદ્ધાંતમાં, કોઈ દુશ્મની નથી, માત્ર પ્રેમ છે.
આ પણ વાંચો: ધાર્મિક મૂલ્યો સમજાવવા જૈનપંથીઓ માટે `નાટક` કેમ શ્રેષ્ઠ માધ્યમ? વાંચો ખાસ અહેવાલ
ભગવાન મહાવીરે આપેલા પાંચ અમૂલ્ય મૂળભૂત સિદ્ધાંત
અહિંસા: ભગવાન મહાવીરે કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્યે પોતાના જીવનમાં હિંસાનો ત્યાગ કરવો જોઈએ
સત્ય: ભગવાન મહાવીરનું કહેવું છે કે દરેક મનુષ્યે સત્યના માર્ગનું અનુકરણ કરવું જોઈએ
અપરિગ્રહ: ભગવાન મહાવીરે કહ્યું હતું કે કોઈ પણ મનુષ્યે આવશ્યકતાથી વધુ વસ્તુઓનો સંગ્રહ કરવાથી બચવું જોઈએ
અસ્તેયા: ભગવાન મહાવીરે કહ્યું હતુંકે જીવનમાં અસ્તેયાનું પાલન કરનાર દરેક મનુષ્ય તમામ કાર્યને સદૈવ સંયમથી કરે છે. અસ્તેયાનો અર્થ થાય છે ચોરી ન કરવી, પરંતુ અહીં માત્ર ભૌતિક વસ્તુઓની ચોરીની વાત નથી,અન્ય લોકો પ્રતિ દુષ્ટ દ્રષ્ટિ પણ સામેલ છે, જેનાથી લોકોએ બચવું જોઈએ.
બ્રહ્મચર્ય: બ્રહ્મચર્ય વિશે ભગવાન મહાવીર કહે છે કે બ્રહ્મચર્ય ઉત્તમ તપસ્યા છે. બ્રહ્મચર્ય મોહ માયા છોડીને પોતાના આત્મમાં લીન થવાની પ્રક્રિયા છે.