10 May, 2019 12:45 PM IST | મુંબઈ
તમને ખબર છે ગુજરાતી થાળીમાં શું પીરસવામાં આવે છે?
ગુજરાતી ભોજનમાં તમને ખાટો, મીઠો, તીખો તમામ સ્વાદ મળી રહેશે. દાળ, શાક કે કઢીમાં તમને ખાંડ કે ગોળનો સ્વાદ મળશે. જેટલા મીઠા ગુજરાતીઓ હોય છે એટલું જ મીઠું તેમનું ભોજન હોય છે. ચાલો જોઈએ શું છે આ થાળીની વિશેષતા.
શું હોય છે ગુજરાતી થાળીમાં?
જો તમે લંચ માટે ગુજરાતી થાળી ટ્રાય કરો તો તેમાં હોય છે, રોટલી, ત્રણ થી ચાર જાતના શાક, પાપડ, અથાણાં, છાશ, દાળ-ભાત, મિઠાઈ અને ફરસાણ તો ખરું જ.
ડીનર માટેની ગુજરાતી થાળીમાં રોટલીની જગ્યાએ રોટલા અથવા ભાખરી હોય છે. તેની સાથે સેવ ટામેટા, બટેટા અથવા ઓળો હોય છે. સાથે કઢી-ખીચડી, સલાડ પણ.
રોટલી અથવા રોટલા
રોટલી ઘઉંના લોટમાંથી બને છે જ્યારે રોટલા બાજરાના લોટમાંથી. બંને પોષણની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે.
ગુજરાતી શાક
ગુજરાતી શાકમાં તેમને ગળપણ મળશે. ગુજરાતી થાળીમાં તમને લસણિયા બટેટા, ઢોકળીનું શાક, ઉંધિયું, રિંગણાનો ઓળો, ભરેલાં ભીંડા હોય છે. આ તમામ શાક સિઝનલ હોય છે અને સ્વાદમાં ખૂબ જ ચટાકેદાર હોય છે.
ગુજરાતી ફરસાણ
ઢોકળા, ખાંડવી, પાત્રા, ચાટ, હાંડવો, દાબેલી, ખ્ણ, દાળવડા અને બીજું શું નહી! ફરસાણ તો તમને જોઈને જ ખાવાનું મન થઈ જશે.
મિઠાઈ
લાપસી, શ્રીખંડ, કેરીનો રસ, બાસુંદી, સુખડી, લાડૂ...તમને ગુજરાતી થાળીમાં આ વસ્તુઓ જોવા મળશે. જે તમારી જીભને મજા કરાવી દેશે.
આ પણ વાંચોઃ એવી વાતો કે જે ગુજરાતીઓ સાંભળી-સાંભળીને કંટાળી ગયા છે...
છાશ
ગુજરાતીઓને ભોજન સાથે છાશ તો જોઈએ જ. એમાં પણ અલગ અલગ હોય. મસાલા છાશ, ફુદીના વાળી છાશ. છાશ ઉત્તમ પીણું છે અને પાચનમાં મદદ કરે છે.