22 March, 2023 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચૈત્રી નવરાત્રિ
ચૈત્રી નવરાત્રિ (Chitra Navratri 2023)22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે પિંગલ નામના સંવત્સર એટલે કે હિંદુ નવું વર્ષ પણ શરૂ થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં માતાનું વાહન હોડી રહેશે.નવરાત્રિ ઉત્સવ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. આસો અને ચૈત્રી માસની નવરાત્રિ સૌથી વધુ લોકપ્રિય છે. ચૈત્રી નવરાત્રીથી જ નવા યુગની શરૂઆત થઈ.
ચેત્રી નવરાત્રિ આ વર્ષે નવે નવ દિવસ ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન 3 સર્વાર્થ સિદ્ધિ યોગ 23 માર્ચ, 27 માર્ચ અને 30 માર્ચના રોજ છે. જયારે કે અમૃત સિદ્ધિ યોગ 27માર્ચના રોજ લાગશે. રવિ યોગ 24 માર્ચ, 26 માર્ચ અને 29 માર્ચના રોજ લાગશે. નલરાત્રિના અંતિમ દિવસે રામનવમીના દિવસે ગુરુ પુષ્ય યોગ પણ રહેશે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનાથી કરવામાં આવશે. ચાલો જાણીએ કે નવરાત્રિ પર ઘટસ્થાપના ના નિયમ અને સાચું મુહૂર્ત શું છે.
કળશ સ્થાપના મુહૂર્ત
આ વખતે નવરાત્રિની પ્રતિપદા 22 માર્ચે આવી રહી છે. આ દિવસે કળશની સ્થાપના પણ કરવામાં આવશે. ઘટસ્થાપન માટેનો શ્રેષ્ઠ સમય 06:23 થી 07:32 સુધી રહેશે.
આ પણ વાંચો: Chaitra Navratri 2023: કરો આ વાસ્તુ ટિપ્સનો ઉપાય, મળશે લાભ
કળશ સ્થાપન વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
કળશ સ્થાપનની વિધિ શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ એક સ્વચ્છ જગ્યા પર લાલ રંગનું કપડું પાથરી દેવી માતાની પ્રતિમાનું સ્થાપન કરો. આ કપડાં પર થોડા ચોખા રાખો. માટીના વાસણમાં જવ વાવો. આ વાસણ પર પાણી ભરેલું કળશ સ્થાપિત કરો. કળશ પર સ્વસ્તિક બનાવો અને તેના પર કલવ બાંધો. કળશમાં આખી સોપારી, સિક્કો અને અક્ષત મૂકીને અશોકના પાન રાખો. એક નાળિયેર લો અને તેના પર ચુન્રી લપેટી અને તેને કાલવથી બાંધી દો.એક નાળિયેર લો અને તેના પર ચુદંડી લપેટી અને તેને કાલવથી બાંધી દો. આ નારિયેળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો. નવરાત્રિમાં દેવી પૂજા માટે સોનું, ચાંદી, તાંબુ અથવા માટીનો કુંભ મુકવામાં આવે છે.