આસ્થાનું એડ્રેસ: નાયગાંવમાં ટેકરી પર બિરાજેલાં શ્રી ચંડિકા દેવીનો ભક્તોમાં છે અનેરો મહિમા

25 June, 2024 09:35 AM IST  |  Mumbai | Dharmik Parmar

Aastha Nu Address: પથ્થરની ગુફાની અંદર દેવી શ્રી ચંડિકા, શ્રી કાલિકા અને શ્રી મહિષાસુર મર્દિની તેમ જ ભગવાન શ્રી ગણેશની પથ્થર માંથી નિર્મિત મૂર્તિઓના દર્શન થાય છે.

શ્રી ચંડિકાદેવી મંદિર (નાયગાંવ)

આજે આસ્થાનાં એડ્રેસ (Aastha Nu Address)માં તમને લઈ જવા છે વસઈના જુચંદ્ર વિસ્તારમાં શ્રી ચંડિકા દેવી મંદિરમાં. આ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. માતા ચંડિકા અહીં સૌની મનોકામના પૂર્ણ કરતાં હોવાનું મનાય છે. 

આ સ્થળ વિશે શું કહે છે પુરાણ?

આ સ્થળનું પૌરાણિક મહાત્મ્ય એમ છે કે આ જગ્યા મહાભારત કાળથી જ અસ્તિત્વમાં હતી. એમ કહી શકાય કે તેની પર પાંડવ કાળનો પ્રભાવ હોય શકે. વળી, પથ્થરની ગુફાની અંદર દેવી શ્રી ચંડિકા, શ્રી કાલિકા અને શ્રી મહિષાસુર મર્દિની તેમ જ ભગવાન શ્રી ગણેશની પથ્થર માંથી નિર્મિત મૂર્તિઓના દર્શન થાય છે. 

મા ચંડિકાને શું અર્પણ કરવામાં આવે છે?

Aastha Nu Address: ન માત્ર મુંબઈ પરંતુ મહારાષ્ટ્રના આવતા ભક્તો શ્રી ચંડિકા માતાના દર્શને આવે છે. વળી, માનતા પૂરી થતાં જ અહીં સોના અને ચાંદીમાંથી બનેલી આંખો, હાથ, પગ, અથવા તો પારણાની પ્રતિકૃતિઓ માતાને અર્પણ કરવામાં આવે છે, તે ઉપરાંત અનેક ભક્તો માતાને શણગાર પણ અર્પણ કરે છે. જેમાં દેવીને નારિયેળ, સાડી, વેણી અર્પણ કરવાનું મહાત્મ્ય છે, 

આ રીતે થયો મંદિરનો વિકાસ

આજે જે ભવ્ય મંદિર (Aastha Nu Address) જોવા મળે છે તેના વિકાસ તરફ નજર કરીએ. એવું કહેવાય છે કે 70થી 75 વર્ષ પહેલા આ મંદિરમાં એક સમયે માત્ર એક જ ભક્ત પથ્થરવાળો સાંકડો માર્ગ પકડીને માતાના દર્શન કરવા જઇ શકતો હતો. પરંતુ જુચંદ્ર અને પંચક્રોશીમાં શ્રી ચંડિકાદેવીના ભક્તો, સામાજિક કાર્યકરો, ઉદ્યમીઓ અહીં વર્ષ 2002માં પાકું મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો અને તેમાંથી જ રાત-દિવસના પરિશ્રમને પ્રતાપે તેમ જ બાલયોગી શ્રી સદાનંદ મહારાજના આશીર્વાદથી ટેકરીણી ટોચ પર પાંચ માળનું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે. 

હવે તો આ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

મંદિરના વિકાસણી સાથે જ અહીં ઓડિટોરિયમ, જય ચંડિકા થિયેટર, શ્રી ચંડિકાદેવી મહાપ્રસાદાલય, જય ચંડિકા ભવન, વિશાળ દર્શન સભાગૃહ, લિફ્ટ, પાણીના પંપ, શૌચાલય, પાર્કિંગ લોટણી સાથે જ કેમેરાથી સુરક્ષાનો પણ ઇન્તજામ કરવામાં આવ્યો છે.

કઈ રીતે પહોંચી શકાય છે આ મંદિરમાં?

અહીં પહોંચવું ખૂબ જ સરળ છે. પ્રાઇવેટ વેહિકલ લઈને જતાં લોકો માટે પણ સરળતા રહે છે. ટેકરીની એક બાજુએ મંદિર સુધી જતો રસ્તો છે. વસઈ રોડ રેલ્વે સ્ટેશનથી અથવા થાણે વસઈ-દિવા માર્ગ પરના જુચંદ્રા રેલ્વે સ્ટેશન પર ઉતરીને ચાલતા પણ આ મંદિરમાં જય શકાય છે. અથવા તો નાયગાંવ રેલ્વે સ્ટેશને ઊતરીને વસઈથી રીક્ષા લઈને જુચંદ્રા ગામમાં આ શ્રી ચંડિકામાતાના મંદિરમાં જઈ શકાય છે.

ક્યારે ખુલ્લુ અને ક્યારે બંધ રહે છે આ મંદિર?

શ્રી ચંડિકાદેવી મંદિર રોજ સવારે 6.30થી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે. દરરોજ સવારે 8.30 અને સાંજે 7.00 કલાકે માતાની આરતીનો લાભ પણ લેવા જેવો છે. આ સાથે જ મંગળવારે સાંજે 7.00 કલાકે સામુદાયિક આરતી કરવામાં આવે છે. અહીં (Aastha Nu Address)ના પ્રસાદાલયમાં પણ ભંડારામાં આવનાર ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. 

અહીં ઉજવાતા આ ઉત્સવો વિશે જાણો છો?

શ્રી ચંડિકા દેવી મંદિરમાં દર વર્ષે વિવિધ ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ખાસ કરીને અશ્વિન અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી અનોખી રીતે ઉજવાય છે. અહીં ચૈત્ર મહિનામાં મોટી પાલખી યાત્રાનું પણ આયોજન થાય છે. અહીની નાટકમંડળી પણ ખૂબ જ પ્રખ્યાત છે. દત્ત પ્રાસાદિક બાવંચલ નાટ્ય મંડળ છેલ્લા 115 વર્ષથી અહીં વિવિધ નાટકોણી પ્રસ્તુતિ કરે છે.

aastha nu address vasai naigaon religious places mumbai culture news