અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

29 September, 2024 07:06 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....

તમારું ગાડું ક્યાંક અટકી ગયું હોય તો એકાગ્રતા અને ખંત રાખીને આગળ વધજો. તમારી સામેના વિવિધ વિકલ્પોની ચકાસણી કરજો, પરંતુ ભૂતકાળમાં અટવાઈ જતા નહીં. અંતરાત્માનો અવાજ સાંભળજો. તમારા જીવનમાં ફેરફાર લાવવાની જરૂર વર્તાતી હોય એવા સંજોગોમાં આ અભિગમ આવશ્યક રહેશે. આરોગ્ય સુધારવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે સારો સમય ચાલી રહ્યો છે.

લિબ્રા જાતકો મિત્ર તરીકે કેવાં હોય છે?
લિબ્રા જાતકો બીજાઓને ખુશ કરવામાં ખુશી અનુભવતાં હોય છે. આ રીતે તેઓ પોતાની આસપાસ સારું વાતાવરણ રચી લેતાં હોય છે. મૂળભૂત રીતે તેઓ મુત્સદ્દી હોય છે અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઊતરતા નથી. આવા સ્વભાવને લીધે તેઓ ક્યારેક પોતાના મત કરતાં મિત્રોની જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપતાં હોય છે. તેઓ સામાજિક મેળમિલાપમાં રચ્યાંપચ્યાં રહેવામાં માને છે એથી તેઓ દોસ્તારોનાં અનેક ગ્રુપ ધરાવે છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમે કોઈ માહિતીના આધારે નિર્ણયો કે પગલાં લેવાના હો તો એની ચકાસણી ઝીણવટભરી રીતે કરી લેજો. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે અથવા જેકંઈ શીખ્યા છો એમાં ઉમેરો કરવા માટે સાનુકૂળ સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : કોના પર વિશ્વાસ મૂકવા જેવું છે એ સૌથી પહેલાં જોઈ લેવું અને પછી જ કોઈ યોગ્ય વિશ્વાસપાત્ર વ્યક્તિની પસંદગી કરજો. નવી મૈત્રી કે બીજા સંબંધમાં બંધાવાની ઉતાવળ ન કરતા.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

તમે જેકંઈ બોલો એમાં સ્પષ્ટતા અને ચોકસાઈ હોવી જરૂરી છે. ખાસ કરીને તમે તમારાથી વિપરીત મત ધરાવતી વ્યક્તિ સાથે વ્યવહાર કરી રહ્યા હો એવા સમયે આમ કરવું જરૂરી છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : જેમના પ્રિયકર કે જીવનસાથી તેમનાથી દૂર રહેતા હોય તેમણે સંબંધની ઉષ્મા ટકાવી રાખવા માટે થોડી વધુ જહેમત ઉઠાવવી પડી શકે છે. કુંવારાઓએ પોતાની પસંદગી બાબતે પૂરેપૂરી સ્પષ્ટતા રાખવી.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પોતાની પાસેના સ્રોતોનો અસરદાર રીતે ઉપયોગ કરજો અને તમને જરૂર પડ્યે કોઈ મદદ મળે તો એનો મહત્તમ ઉપયોગ કરી લેજો. બૉસ અને ઉપરીઓ જોડેના સંબંધ સારા રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : તમારે બોલ્યે-ચાલ્યે સાચવવું. યાદ રહે કે દાઢમાં બોલવું બધાને ગમતું નથી. કુંવારાઓએ નવી મુલાકાત થઈ હોય એવી વ્યક્તિને કોઈ પણ અંગત માહિતી આપતી વખતે ઘણી સાવચેતી રાખવી.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારી સામે આવેલી કોઈ પણ તકને ત્વરિત ઝડપી લેવી જરૂરી બની રહેશે. પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટતા રાખજો અને એના સુધી પહોંચવાના માર્ગથી વિચલિત ન થતા. સ્વપ્નો સિદ્ધ કરવા માટે કાર્ય કરજો, પરંતુ વ્યવહારુ અભિગમ અપનાવજો.
સંબંધો સાચવવા માટે સલાહ : એકસાથે અનેક વ્યક્તિઓ સાથે ડેટિંગ કરી રહેલાં જાતકો સામે મુશ્કેલભરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ઑફિસના નિયમો અને શિષ્ટાચાર જૂનાપુરાણા લાગતા હોય તો પણ એનું અનુકરણ કરજો. રોકાણ કરવા માટે સમય સારો છે, પરંતુ પૂરતી ચકાસણી કરી લીધા બાદ જ આગળ વધવું.
સંબંધો સાચવવા માટે સલાહ: : ક્યારેક તમને જવાબદારીઓ નિભાવવામાં અન્યાય થતો હોય એવું લાગતું હોય તો પણ તમારાં કર્તવ્યોનું પાલન કરજો. સગાઈ થઈ ગઈ હોય એ જાતકો લગ્નસંબંધથી બંધાવાનું વિચારી શકે છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈને કામ લેવું અને પોતાની ખાસિયતોનો ઉત્તમ ઉપયોગ કરી લેવો. પ્રૉપર્ટી ખરીદવી હોય કે વેચવી હોય, એને માટે સમય સારો છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : વિપરીત સંજોગો વધુ વણસે એ પહેલાં એમાંથી માર્ગ કાઢી લેવો. હાલમાં કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય તો સંબંધને આગળ વધારવાની ઉતાવળ ન કરતા.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો તમારી સામે અનેક વિકલ્પ હોય તો તમારે ખરેખર શું જોઈએ છે એનો વિચાર કરી લેવો જરૂરી બની રહેશે. મીટિંગો, ઇન્ટરવ્યુ અને વાટાઘાટો માટે સાનુકૂળ સમય છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : તમારી સામે કોઈ કપરી પરિસ્થિતિ આવી ચડી હોય તો કોના પર વિશ્વાસ મૂકવા જેવો છે એ સૌથી પહેલાં જોઈ લેવું. બોલતાં પહેલાં વિચાર કરી લેવો અને નમ્રતા ક્યારેય છોડવી નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જીવન ઘણું રઘવાટભર્યું બની ગયું છે એવું લાગતું હોય તો જીવનશૈલીને લગતા ફેરફાર કરવાથી તમારા જીવનમાં વધુ સંતુલન આવશે. પોતાની પાસેનાં સંસાધનોનો ઉત્તમ ઉપયોગ કરી લેવો.
સંબંધો સાચવવા માટે સલાહ : ખોટું બોલનારાઓ અને તમને જેમના પર વિશ્વાસ બેસતો ન હોય એવા લોકોથી દૂર રહેવામાં જ સાર છે. જેમને ત્રાગાં કરવાનું ગમે છે એવા લોકો સાથે વાદમાં ન પડતા.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

દરેક નવા આઇડિયામાં ઘણી સંભાવનારાઓ રહેલી હોય છે, પરંતુ તમારે એમાં વ્યવહાર્યતા લાવવી જરૂરી હોય છે. રાબેતા મુજબનાં કાર્યો સહિતનાં તમામ કામમાં પોતાનાથી થાય એટલું ઉત્તમ કાર્ય કરજો. 
સંબંધો સાચવવા માટે સલાહ : પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખજો. લોકો તમારું મન કળી લેશે એવી ધારણા બાંધવી નહીં. જેમના પ્રિયકર કે જીવનસાથી દૂર રહેતાં હોય તેમણે કોઈ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો વખત આવશે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારી ધારણા મુજબનું પરિણામ લાવી શકે નહીં એવો ઉતાવળિયો નિર્ણય ન લેતા. એને બદલે સમજીવિચારીને યોગ્ય નિર્ણય લેજો. પોતાનાં લક્ષ્યો તરફ એકાગ્રતાથી આગળ વધજો, માર્ગથી આડા ન ફંટાતા.
સંબંધો સાચવવા માટે સલાહ : સાચવીને બોલજો અને કોઈ ગપગોળા કે કુથલીના આધારે પ્રતિક્રિયા ન કરતા. તમે જે પાળી શકવાના ન હો એવું વચન આપતા નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ભૂતકાળમાંથી શીખવું જરૂરી છે, પરંતુ ભૂતકાળમાં રહેવાનું ન હોય. ઉપરી કે માર્ગદર્શકની સલાહને લક્ષમાં લેજો, પરંતુ નિર્ણય લેતી વખતે તમારાં ભાવિ આયોજનોને લક્ષમાં રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ પરિવારજન કે મિત્ર સાથે મતમતાંતર થઈ જાય તો મક્કમ રહેજો, પરંતુ દુરાગ્રહી ન બનતા. બિનજરૂરી દલીલબાજી 
કરતા નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ઑફિસમાં ચાલતા પૉલિટિક્સથી સાવધાન અને સતર્ક રહેજો અને શક્ય હોય ત્યાં સુધી એમાં પડતા પણ નહીં. જો તમારે બહાર ખાવાનું વધારે પડતું થતું હોય તો બને ત્યાં સુધી આરોગ્યપ્રદ ખોરાક લેવાનું રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ: તમારી સામે પડકાર ઊભા થશે તો એમાં સંકળાયેલી તમામ વ્યક્તિઓએ ઍડ્જસ્ટમેન્ટ કરવાં પડશે. એવામાં તેમણે નવા લોકોને મળવા માટેની તકનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

astrology life and style columnists