26 January, 2025 07:38 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
જો તમે જીવનશૈલીમાં ફેરફાર નહીં કરો તો નાની-નાની આદતો પણ તમારી તબિયત બગાડી દેશે. ‘મેરા ટાઇમ આયેગા’ એવું માનીને બેસી રહેવાને બદલે પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવા માટે મહેનત કરજો. બ્રેકઅપ બાદ ફરીથી મેળાપ કરવા ઇચ્છતાં જાતકોએ પરિસ્થિતિને પૂરેપૂરી સમજી લેવી. જીવનમાં પછીથી કોઈ સમસ્યા ન આવે એ માટે અત્યારથી જ ધનનો સંગ્રહ કરવા પર લક્ષ આપજો.
ઍક્વેરિયસ જાતકો મિત્ર તરીકે કેવાં હોય છે?
ઍક્વેરિયસ જાતકો સામાજિક મેળમિલાપમાં કુશળ હોય છે. તેમને મિત્રો સાથે રહેવાનું અને આનંદ માણવાનું ઘણું ગમતું હોય છે. તેઓ મોકળું મન ધરાવતા હોવાથી પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડે છે. મિત્રવર્તુળમાં કોઈને મદદની જરૂર હોય તો તેઓ દોડતા આવે એવા હોય છે. પોતાની સાથે જેમના વિચારોનો મેળ બેસતો ન હોય એવા દોસ્તારોને પણ તેઓ મદદ કરવામાં પાછળ રહેતા નથી. આ જ કારણ છે કે તેમની સાથેની દોસ્તી ગાઢ અને લાંબી ચાલનારી હોય છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાઈ જવાને બદલે એ સમયે જે આવશ્યક હોય એ જ કરજો. ખાસ કરીને મોટી રકમના નાણાકીય વ્યવહારો ઉતાવળે કરવાનું ટાળજો.
કારકિર્દી વિશે સલાહ ઃ મોટી કંપનીમાં કામ કરનારાં જાતકોએ ત્યાંના વણલખ્યા નિયમો અને વણકહ્યા શિષ્ટાચારનું પાલન કરવું. જો તમારા પર વધારાની જવાબદારી નાખવામાં આવી હોય તો સમયની શિસ્ત રાખીને કામ કરજો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
ખર્ચની બાબતે સાવધાની રાખજો અને રોકાણ ક્યાં કરી રહ્યા છો એ પૂરેપૂરું સમજી લીધા બાદ જ આગળ વધજો. તમારા કાબૂની બહાર હોય એવી પરિસ્થિતિને બદલવાની કોશિશ કરતા નહીં.
કારકિર્દી વિશે સલાહ ઃ કોઈ કૉન્ટ્રૅક્ટનો ભંગ થવાની સ્થિતિને પહોંચી વળવા માટે તમારી પાસે પૂરતી કાનૂની તૈયારી હોવી જરૂરી છે. ભવિષ્યની ચિંતા કરવાને બદલે હાથમાં જે કામ છે એના પર લક્ષ કેન્દ્રિત કરજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
વધુપડતો ખર્ચ થઈ ન જાય એની તકેદારી લેજો. કોઈ નકામો ખર્ચ કરતા નહીં અને ઓછા ભાવમાં મળે છે એવું જાણીને કોઈ ખરીદી કરતા નહીં. સર્જનશીલ નવા વિચારમાં ઘણી સંભાવના રહી છે.
કારકિર્દી વિશે સલાહ ઃ સમયપત્રકને ચુસ્તપણે વળગી રહેજો. વિવાદોથી દૂર રહેજો અને ભાવનાત્મક રીતે ક્યાંય સંડોવાઈ ન જાઓ એનો ખ્યાલ રાખજો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પડકારભરી કોઈ પરિસ્થિતિને તમે જો જાતે વધુ ગૂંચવી નહીં નાખો તો એ આપોઆપ સુધરી જશે. સગાઈ થઈ ગઈ હોય તો લગ્નનો યોગ છે.
કારકિર્દી વિશે સલાહઃ ક્લાયન્ટ્સ અને સહ-કર્મચારીઓ સાથેનો વ્યવહાર પ્રોફેશનલ રાખજો અને તેમની સાથે જેટલું જરૂરી હોય એટલું જ બોલજો. બિનજરૂરી કામ પાછળ સમય બગાડતા નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમે ક્યાં આત્મવિશ્વાસી છો અને ક્યાં વધુપડતો આત્મવિશ્વાસ ધરાવો છો એ બન્ને સ્થિતિ વચ્ચે સંતુલન જાળવી રાખજો. ખર્ચ કરવાને બદલે બચત અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરજો.
કારકિર્દી વિશે સલાહ ઃ કોઈ કૉન્ટ્રૅક્ટ પર સહી કરવાના હો તો એને લગતી તમામ ઝીણી વિગતો ચકાસી લેજો. વિદેશમાં કારકિર્દી ઘડવા ઇચ્છુક જાતકો માટે સમય સારો છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ક્યાંય વિલંબ થઈ ગયો હોય કે પછી પરિસ્થિતિ તમારા કાબૂની બહાર હોય એવા સંજોગોમાં પોતાનાથી થાય એટલું ઉત્તમ કાર્ય કરજો. જો લાંબા સમયની બીમારી હોય તો ખાસ ધ્યાન આપજો.
કારકિર્દી વિશે સલાહ ઃ તમારે રાબેતા મુજબનું કામ કરવા માટે થોડી વધારે મહેનત કરવાની જરૂર પડી શકે છે. સમયપત્રકનું પાલન જરા મુશ્કેલ બનશે. કામમાં ઉતાવળ ન કરતા, કારણ કે એમાં ભૂલ થવાનું જોખમ છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ એક પરિસ્થિતિમાં તમારે પ્રામાણિકપણે સંવાદ સાધવો જરૂરી બની રહેશે. જોકે એમાં ઉદ્ધતપણે વાત ન કરતા. તમે ભલે સમસ્યા સર્જી ન હોય, પરંતુ હલ તમારે લાવવાનો છે એવું માનીને કામ કરજો.
કારકિર્દી વિશે સલાહઃ તમારે કોઈ વાટાઘાટ કે આર્બિટ્રેશનમાં સંકળાવું પડે તો બોલાયેલા દરેક શબ્દ પર લક્ષ આપજો. ઑફિસના રાજકારણ કે નાટકબાજીથી દૂર જ રહેજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
એકસામટું વધુપડતું કામ માથે આવી ગયું હોય તો દરેકની પ્રાથમિકતા નક્કી કરીને જ એ પતાવજો. મર્યાદિત બજેટ ધરાવતાં જાતકોએ બિનજરૂરી ખર્ચ કરવો નહીં.
કારકિર્દી વિશે સલાહ ઃ પોતાના પ્રોફેશનલ નેટવર્કનો સારામાં સારો ઉપયોગ કરી લેજો. નાના વિચારમાં પણ ભરપૂર સંભાવના રહેલી હોય છે, પરંતુ એને સાકાર કરવા માટે એની પાછળ મહેનત લેવી પડતી હોય છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ એક પરિસ્થિતિમાં તમારે પરંપરાગત રીતે અને ઝડપથી કામ લેવું પડી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો એ બાબતે પૂરેપૂરી સ્પષ્ટતા રાખવી.
કારકિર્દી વિશે સલાહઃ અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવે ત્યારે સમજદારીપૂર્વક વર્તજો. બોલતાં પહેલાં વિચાર કરજો અને સંવેદનશીલ બની શકે એવી પરિસ્થિતિને ગૂંચવી ન નાખતા. પોતાના કામથી કામ રાખજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જીવનની સમીક્ષા કરવા માટે અને ભાવિ દિશા નક્કી કરવા માટે સારો સમય છે. રોકાણો સહિતની નાણાકીય બાબતોમાં યોગ્ય સલાહ મળે એની તકેદારી લેજો.
કારકિર્દી વિશે સલાહ ઃ કામ કે પ્રોજેક્ટ ભલે નાનાં હોય, તમારે એ બધું જ સમયસર પતાવી દેવું. ઈ-મેઇલ તથા અન્ય દસ્તાવેજો તપાસી લીધા બાદ જ આગળ મોકલજો અને એને જાતે બરોબર સમજી લેજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ક્યારેક જતું કરીને પોતાના માર્ગ પર આગળ વધતા રહેવું એ જ વિકલ્પ હોય છે. આથી તમારે પોતાના માટે સારો હોય એ જ માર્ગ નક્કી કરવો. તબિયત સાચવવા પર લક્ષ આપજો અને પૂરતી ઊંઘ લેજો.
કારકિર્દી વિશે સલાહ ઃ કોઈ નવી તક સામે આવી હોય તો ઝડપથી ઝડપી લેજો. જબરા સહ-કર્મચારીઓ તમારું નુકસાન કરે અથવા તો તમારી મહેનત વ્યર્થ જાય એવું થવા ન દેતા.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
દરેક પરિસ્થિતિને તટસ્થપણે નિહાળજો અને તમારા વિચારોને લીધે તમે વાસ્તવિકતા જોઈ ન શકો એવું થવા ન દેતા. રોકાણો સહિતની પારિવારિક નાણાકીય બાબતો માટે સારો સમય છે.
કારકિર્દી વિશે સલાહ ઃ કોઈ નાના પ્રોજેક્ટમાં પણ ઘણી બધી સંભાવનાઓ રહેલી હોઈ શકે છે. વર્ક ફ્રૉમ હોમ કરનારાઓએ શિસ્તબદ્ધ રહેવું અને સમયનો સદુપયોગ કરવો.