અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

24 November, 2024 07:45 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય
તમે અગાઉ ક્યારેય કોઈ સંભાવના વિશે વિચાર કર્યો ભલે ન હોય, હવે સામે આવનારી દરેક તકનો ઉપયોગ કરવા પર લક્ષ આપજો. સામે આવનારી દરેક તકને મૂલવજો. આરોગ્ય કે ફિટનેસ સુધારવા ઇચ્છુક જાતકોએ શિસ્તબદ્ધ રહેવું જરૂરી બની રહેશે. સંબંધોને એમની રીતે ખીલવા દેજો, પરંતુ એમાં તાજગી રાખવા માટે પોતાનાથી બનતા પ્રયાસ કરજો; બીજાઓ પાસેથી અપેક્ષા રાખતા નહીં. વધુ વળતર આપવાની લાલચ આપતા નાણાકીય જોખમોથી દૂર રહેજો.

સૅજિટેરિયસ જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
સૅજિટેરિયસ જાતકો આનંદિત રહેવામાં અને બીજાઓને આનંદિત રાખવામાં માને છે. તેઓ મોજીલા અને પ્રસન્ન મિત્ર હોય છે, જેમની સાથે રહેવાનું લોકોને ગમતું હોય છે. તેઓ સહેલાઈથી મિત્રો બનાવી લે છે અને જીવનને ભરપૂર માણી લે છે. આ જાતકો અતિશય સારા દિલના હોય છે અને જરૂર હોય ત્યારે મિત્રના પડખે અડીખમ ઊભા રહે છે. બીજી રીતે જોઈએ તો મિત્રો પણ તેમને પોતાના માને અને તેમની સાથે પ્રામાણિક વ્યવહાર કરે એવી તેમની અપેક્ષા હોય છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

‘તીર છૂટી ગયા પછી પાછું ફરી શકતું નથી’ એ પ્રકારનો નિર્ણય લેવાનો હોય તો યોગ્ય વિકલ્પ પસંદ કરજો. તમે નાણાકીય જોખમો લઈ શકશો એવું લાગતું હોય તો પણ એમ કરવાનું ટાળજો.
સંબંધો સાચવવા માટે સલાહ: સંવાદમાં સ્પષ્ટતા અને ઝડપ રાખવા માટે તમારે જ પ્રયાસ કરવો પડશે. કુંવારાઓ માટે સાનુકૂળ સમય છે, પરંતુ નવા સંબંધમાં બિનજરૂરી ઉતાવળ કરતા નહીં.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

તમારે ચુસ્ત સમયમર્યાદામાં રહીને ઘણુંબધું કામ પૂરું કરવાનું હોય તો સમયપત્રક બનાવીને આગળ વધજો. તમને અવરોધી રહેલી ભૂતકાળની કોઈ પણ વાતને ભૂલી જવી.
સંબંધો સાચવવા માટે સલાહ : લગ્નજીવનમાં કે બીજા કોઈ સંબંધમાં ખટાશ વધી રહી હોય તેમણે ત્વરિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો જરૂરી છે. કુંવારાઓ માટે પરિણયગ્રંથિથી બંધાવા સારો સમય છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કામના સ્થળે જે બોલવાની જરૂર હોય એ ચોક્કસપણે બોલી દેજો, પરંતુ દલીલોમાં ઊતરતા નહીં. નવાં રોકાણો કરતી વખતે અથવા નાણાકીય બાબતોમાં ફેરફાર કરતી વખતે ઘણી સાવચેતી રાખવી પડશે.
સંબંધો સાચવવા માટે સલાહ : તમે કોઈની દરકાર કરો છો એવું દર્શાવવા માટેની નાનીઅમથી બાબત પણ મોટું કામ કરી જશે. કોઈ પણ શરત રાખ્યા વગર દોસ્તી નિભાવનારા મિત્રો માટે સમય કાઢજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

બૉસ અને ઉપરીઓ જોડેના સંવાદમાં સાચવજો. રસ્તે વેચાતો ખોરાક ગરમાગરમ બનાવ્યો હોય તો પણ એ ખાવાનું ટાળજો.
સંબંધો સાચવવા માટે સલાહ : કોઈ વ્યક્તિ તમારી સાથે પ્રામાણિકપણે વ્યવહાર કરતી નથી એવું લાગે તો અંતરાત્માના અવાજને અનુસરજો. કુંવારાઓએ દૂર રહેનારા કોઈ પાત્ર જોડે સંબંધ રાખવાની સ્થિતિમાં સારાસારનો વિચાર કરી લેવો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારા માર્ગમાં આવનારી મોટા ભાગની તકોનો શક્ય એટલો જલદી લાભ લઈ લેવો. પારિવારિક બિઝનેસમાં સંકળાયેલા જાતકો માટે સારો સમય ચાલી રહ્યો છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : ઘરમાં આનંદિત વાતાવરણ રાખવા માટે ખાસ પ્રયાસ કરજો. આ રાશિના જાતકોને હાલ લગ્નસંબંધમાં બંધાવાને બદલે ડેટિંગ દ્વારા પસંદગી કરવાનું વધારે ગમે એવો સમય ચાલી રહ્યો છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કામધંધામાં સ્પર્ધાત્મક વાતાવરણ હોય ત્યારે હરીફને સમજાય નહીં એ રીતે હળવે હલેસે કામ લેજો. પૂરતી ઊંઘ મળે એ વાતનું ધ્યાન રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : બીજાઓ પાસેથી અને પોતાની પાસેથી શું અપેક્ષાઓ રાખવી એ બાબતે સ્પષ્ટતા રાખીને જ તમે બિનજરૂરી દલીલબાજીથી બચી શકશો. કુંવારાઓ માટે લગ્નના તાંતણે બંધાવાનો યોગ છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

ઓછા સમયમાં ઘણુંબધું કામ પાર પાડવાનું હોય અને કોઈની મદદ જોઈતી હોય તો એ લઈ લેજો. પોતાનાથી થાય એટલું બધું જ કામ જાતે પાર પાડવાનો પ્રયાસ કરજો. 
સંબંધો સાચવવા માટે સલાહ : ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો વિચાર કરવાને બદલે વર્તમાન પર લક્ષ કેન્દ્રિત કરજો. પોતાની અપેક્ષાઓ બાબતે અને પોતાની સામેના વિકલ્પો બાબતે સ્પષ્ટતા રાખજો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

સોશ્યલ મીડિયા પર કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ મૂકતા નહીં અને ચૅટિંગમાં કંઈ વાંધાજનક લખતા નહીં. જેમનું સામાજિક જીવન વ્યસ્ત રહેતું હોય તેમણે થોડો વિરામ લઈ લેવો.
સંબંધો સાચવવા માટે સલાહ: કામધંધામાં તથા અન્ય જવાબદારીઓમાં ઘણા વ્યસ્ત રહેતા હો તો પણ પરિવાર માટે સમય ફાળવવાનું ભૂલતા નહીં. જેમના કોઈ સંબંધમાં ખટાશ આવી ગઈ હોય તેમણે કદાચ મોટો નિર્ણય લેવો પડી શકે છે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

દરેક પરિસ્થિતિને પૂરેપૂરી સમજી લેજો અને ઉતાવળે નિર્ણયો લેતા નહીં. સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. 
સંબંધો સાચવવા માટે સલાહ : જો તમારી પીઠ પાછળ કંઈ બોલાય નહીં એવું તમે ઇચ્છતા હો તો કયા મિત્રનો ભરોસો કરવો એ જાણવું અગત્યનું છે. ઘરમાં કોઈ પણ પરિસ્થિતિ તરફ ત્વરિત લક્ષ આપજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

બિનજરૂરી જટિલતાભરી પરિસ્થિતિથી શક્ય એટલી ઝડપથી દૂર ચાલ્યા જવું. નાણાકીય બાબતોમાં સંભાળવું અને બિનજરૂરી ખર્ચ કરવો નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : પારિવારિક મિલનમાં કે મિત્રો જોડેની પાર્ટીમાં તમારા મિજાજની અસર વર્તન પર થઈ જાય નહીં એનું ધ્યાન રાખજો. સંબંધની બાબતે મુશ્કેલીની સ્થિતિમાં વ્યવહારુ માર્ગ કાઢજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

માથાભારે સહકર્મીઓ જોડે પનારો પડ્યો હોય તો એમાંથી માર્ગ કાઢવા માટે સક્રિય થવું પડશે. જીવનશૈલીમાં ફેરફાર લાવવા ઇચ્છુક જાતકોએ સમગ્ર પ્રક્રિયા બરાબર સમજીને ધીમે-ધીમે શરૂઆત કરવી.
સંબંધો સાચવવા માટે સલાહ: તમારી કંઈ પડી ન હોય એવા મિત્રોને બદલે ભરોસાપાત્ર મિત્રો સાથેના સંબંધોને જ મહત્ત્વ આપજો. નાનકડા ખટરાગનો હલ લાવવા જલદીથી પગલું નહીં ભરો તો રજનો ગજ થતાં વાર નહીં લાગે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં પોતાની ઇચ્છા બાબતે સ્પષ્ટતા કરી લેવી. જેમને હાઈ બ્લડ-પ્રેશરની કે હૃદયને લગતી બીજી કોઈ તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈ પણ હિસાબે હલ લાવવો પડે એવી કોઈ કૌટુંબિક બાબત આવી ચડે તો એના પર પૂરતું લક્ષ આપજો. કોઈ વડીલ પાસેથી તમને નવો દૃષ્ટિકોણ અને મૂલ્યવાન સલાહ મળી શકે છે.

astrology life and style columnists